SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ગોષ્ઠામાહિલ નામનો સાતમો નિહવ. [૩૨૫ અતિવૃદ્ધાવસ્થાના યોગે પોતે જવાને અશક્ત હોવાથી વાદલબ્ધિવાળા ગોષ્ઠામાહિલને મથુરાનગરીએ મોકલ્યા. તેમણે ત્યાં જઈને તે નાસ્તિકવાદિનો પરાભવ કર્યો, એથી શ્રાવકોએ તેમને ત્યાં જ ચાતુર્માસ કરાવ્યું. એ દરમ્યાન દશપુરનગરમાં આર્યરક્ષિતસૂરિએ પોતાની પાટે દુર્બલિકાપુષ્પમિત્રને સ્થાપવાનો નિશ્ચય કર્યો, પરંતુ બીજા સાધુઓનો વિચાર પોતાના સંબંધી એવા ગોષ્ઠામાહિલ અથવા ફલ્યુરક્ષિતને પાટે સ્થાપવાનો હતો. આ પ્રમાણે મતભેદ થવાથી આચાર્યશ્રીએ ગચ્છના સર્વ સાધુઓને બોલાવીને કહ્યું કે-ત્રણ ઘડા ભરેલા છે, તેમાં એક વાલથી ભરેલો છે, બીજો તેલથી ભરેલો છે અને ત્રીજો ઘીથી ભરેલો છે. એ ઘડાઓ ઉંધા વાળવાથી વાલ સઘળા નીકળી જાય છે, તેલ અલ્પમાત્ર એંટી રહે છે અને ઘી ઘણું જ વળગી રહે છેઃ એ જ પ્રમાણે હું દુર્બલિકાપુષ્પમિત્ર પાસે વાલના ઘડા જેવો થયો છું, એટલે કે મારી પાસે જેટલું સૂત્રાર્થમય શ્રત હતું, તે સર્વ તેણે ગ્રહણ કર્યું છે. ફલ્યુરક્ષિત પાસે હું તેલનો ઘડા જેવો થયો છું, એટલે કે સર્વ શ્રુત તેણે મારી પાસેથી ગ્રહણ નથી કર્યું અને ગોષ્ઠામાહિલ પાસે હું ઘીના ઘડા જેવો થયો છું, એટલે કે ઘણું શ્રત હજી તેને આપ્યા સિવાયનું મારી પાસે અવશેષ છે. આ પ્રમાણે દુર્બલિકાપુષ્પમિત્ર મારા જેટલા જ શ્રુતજ્ઞાની હોવાથી તે જ તમારા આચાર્ય થવાને યોગ્ય છે. એ પ્રમાણે ગુરુશ્રીના આદેશથી સર્વ સાધુઓએ દુબલિકા-પુષ્પમિત્રને આચાર્ય તરીકે કબૂલ રાખ્યા, પછી આચાર્યશ્રીએ તેમને પોતાના પદે સ્થાપન કરીને કહ્યું કે જેવી રીતે ગોઠામાહિલ અને ફલ્યુરક્ષિત તરફ હું વર્તુ છું, તેવી જ રીતે તમે પણ વર્તજો, તેમને જરા પણ ખેદ પામવાનું કારણ આપશો નહિ. તે પછી ગચ્છને કહ્યું, કે જે રીતે તમે મારી સાથે વિનયથી વર્યા છો, તેવી રીતે આમની સાથે પણ વર્તો વળી મારે માટે તમે કાંઇ કર્યું હશે કે નહિ તે વખતે હું રોષ નહોતો કરતો, પરંતુ આ સૂરિ તેમ કરશે નહિ, માટે તમે તેમનો વિનય બહુ સારી રીતે કરજો. ઈત્યાદિ બન્ને પક્ષને શિખામણ આપીને આચાર્યશ્રી “ભક્ત-પ્રત્યાખ્યાન” કરીને કાળધર્મ પામી દેવલોક ગયા. આ બાજુ ગોષ્ઠામાહિલે સાંભળ્યું કે “ગુરુશ્રી પરલોક ગયા.” તેથી તે ચાતુર્માસ વિત્યા પછી મથુરાનગરીથી દશપુરનગરે આવ્યા અને પૂછતાં લોકો પાસેથી જાણ્યું કે ગુરુએ પોતાના પદ ઉપર દુર્બલિકાપુષ્પમિત્રને સ્થાપન કર્યો છે, આથી રોષ પામીને ગોષ્ઠામાહિલ બીજી વસતિમાં ઉતર્યા, પછી તે દુર્બલિકાપુષ્પમિત્રના ઉપાશ્રયે તે સર્વને મળવા ગયા એટલે બીજા સાધુઓએ ઉભા થઈને માનપૂર્વક કહ્યું કે તમે જુદા શા માટે રહ્યા ? અહીં સર્વની ભેગા જ રહો તો શી હરકત છે ? ગોષ્ઠામાહિલે તેઓનું માન્યું નહિ અને જુદા જ રહ્યા, તે વખતે દુર્બલિકાપુષ્પમિત્ર બીજા સાધુઓને આઠમાં પ્રત્યાખ્યાનપૂર્વનું વ્યાખ્યાન આપતા હતા; ગોષ્ઠામાહિલ તે વ્યાખ્યાન અભિમાનથી સાંભળતા નહિ, પરંતુ વ્યાખ્યાન-માંડલીમાં બેસીને લક્ષપૂર્વક શ્રવણ કરતા વિંધ્યનામના મુનિ પાસેથી સર્વ સાંભળતા. કેટલાક દિવસ એમ ચાલ્યા પછી એક દિવસે આઠમાં કર્મપ્રવાદપૂર્વ અને નવમાં પ્રત્યાખ્યાનપૂર્વમાં કર્મ તથા પ્રત્યાખ્યાનના વિચારમાં ગોષ્ઠામાહિલને વિપ્રતિપત્તિ થઈ અને તે અભિનિવેશથી તે નિદ્ભવ થયો. ૨૫૦૯ થી ૨૫૧૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy