SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] ગોષ્ઠામાહિલ નામનો સાતમો નિહ્નવ હવે ગોષ્ઠામાહીલ નામના સાતમા નિહ્નવની વિપ્રતિપત્તિ કહે છે. (३५१) पंच सया चुलसीया तइया सिद्धिं गयस्स वीरस्स । तो अबद्धियदिट्ठी दसउरनयरे समुप्पन्ना || २५०९।। (३५२) दसउरनगरुच्छुधरे अज्जरक्खिय पूसमित्ततियगं च । गोट्ठामाहिल नवम - मेसु पुच्छा य विंझस्स ।। २५१०।। सोऊण कालधम्मं गुरुणो गच्छम्मि पूसमित्तं च । dai गुरुणा किल गोट्ठामाहिलो मच्छरियभावो ।। २५११ ।। ભગવંત શ્રી મહાવીરદેવ મોક્ષે ગયા પછી પાંચસોને ચોરાશી વર્ષે દશપુરનગરમાં અબુદ્ધિકદૃષ્ટિ ઉત્પન્ન થઈ. દશપુરનગરમાં ઈક્ષુગૃહની અંદર આચાર્ય શ્રી આર્યરક્ષિતસૂરિ રહેતા હતા, તેમને ધૃતપુષ્પમિત્ર-વસ્ત્રપુષ્પમિત્ર-અને દુર્બલિકાપુષ્પમિત્ર એ નામના ત્રણ શિષ્યો થયા. ગોષ્ઠામાહિલ નામના ચોથા શિષ્યને આઠમા તથા નવમા પૂર્વમાં કર્મ અને પ્રત્યાખ્યાન સંબંધી વિપ્રતિપત્તિ થઈ. તે માટે તે વિન્ધ્યની સાથે પ્રશ્નોત્તર કરવા લાગ્યો. એ આ વાતનો ક્રમ છે. ગુરુનો કાળધર્મ સાંભળીને તથા ગુરુએ ગચ્છમાં પુષ્પમિત્રને પદપ્રતિષ્ઠિત કર્યા, એમ જાણીને ગોષ્ઠામાહીલ મત્સરભાવવાળો થયો. ૨૫૦૯ થી ૨૫૧૧. વિવેચન :- આ નિહ્નવ-દર્શનની ઉત્પત્તિ આચાર્ય શ્રી આર્યરક્ષિતાચાર્યના કથાનકથી સારી રીતે જાણી શકાય એમ છે. એ કથા આવશ્યક સૂત્રમાં વિસ્તારથી છે, પણ અહીં તેનો અધિકાર હોવાથી સંક્ષેપથી કહેવામાં આવે છે. [૩૨૩ દશપુર નગરમાં સોમદેવ નામે બ્રાહ્મણ હતો, તેને રૂદ્રસોમા નાનની ભાર્યા હતી, તે જિનવચનમાં અનુરાગવાળી તથા પરમ શ્રાવિકા હતી. સોમદેવને તેનાથી રક્ષિત નામનો પુત્ર થયો, તે ચૌદવદ્યામાં પારંગત હતો. તેણે પોતાની માતાની પ્રેરણાથી તોસલીપુત્ર નામના આચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી. ગુરુ પાસે રહીને સંપૂર્ણ અગીયાર અંગ અને બારમા અંગ દૃષ્ટિવાદમાંથી પણ ગુરુ પાસે જેટલું હતું તેટલું ગ્રહણ કર્યું. તે સિવાય નવ પૂર્વ અને ચોવીસ વિક, એટલું શ્રુત આર્યશ્રી વજસ્વામિ પાસેથી ગ્રહણ કર્યું. તે પછી ફલ્ગુરક્ષિત નામે પોતાનો ભાઈ માતાની આજ્ઞાથી પોતાને બોલાવવા આવ્યો હતો, તેમને પ્રતિબોધ કરી દીક્ષા આપી. પછી બન્ને ભાઈઓ માતપિતા પાસે આવ્યા, ત્યાં ઉત્તમ દેશના દ્વારા પોતાના માતા-પિતા તથા મામા ગોષ્ઠામાહિલ વગેરે સર્વ સ્વજનવર્ગને કલ્યાણકારિણી દીક્ષા અંગીકાર કરાવી એ પ્રમાણે જુદા જુદા અનેક ભવ્યાત્માઓને દીક્ષા આપવાથી આર્યરક્ષિતસૂરિના સાધુઓનો ગચ્છ બહુ મોટો થયો. એમાં દુર્બલિકાપુષ્પમિત્ર, ધૃતપુષ્પમિત્ર અને વસ્ત્રપુષ્પમિત્ર એવા નામના ત્રણ પુષ્પમિત્ર થયા. એમાંના દુર્બલિકાપુષ્પમિત્ર નવ પૂર્વ ભણ્યા હતા. વળી આ ગચ્છમાં ચાર મુખ્ય સાધુઓ હતા. દુર્બલિકાપુષ્પમિત્ર, વિન્ધ્ય, ફલ્ગુરક્ષિત, અને ગોષ્ઠામાહિલ. આ ચારમાંથી દુર્ખિલકાપુષ્પમિત્રને આચાર્યશ્રીએ વિન્ધ્ય નામના શિષ્યને વાચના આપવા માટે આજ્ઞા કરી, તદનુસારે વાચના આપતાં નવમા પૂર્વની અંદર સ્ખલના થવા લાગી. આથી આચાર્ય મહારાજે વિચાર્યું કે આવા બુદ્ધિશાળીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy