SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦] નોજીવરાશિની રોહગુપ્તની માન્યતાએ સિદ્ધિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ કરીને ગરોલી આદિના છેદાયેલા પુચ્છ આદિના ઉદાહરણથી ખંડન કર્યું. એ સાંભળીને શ્રીગુરુએ કહ્યું, તે તેને જીત્યો એ બહુ સારું કર્યું, પણ તેને જીત્યા પછી મેં એમ કેમ ન કહ્યું કે આ ત્રીજો નોજીવરાશિ તે અમારો અપસિદ્ધાંત છે ? અસ્તુ જે થયું તે ખરું, હજી પણ તું સભામાં જઈને કહે કે-“નોજીવરાશિ એ અમારો સિદ્ધાન્ત નથી, પરંતુ મેં તેની બુદ્ધિનો પરાભવ કરીને તેનો ગર્વ સમાવવાને માટે એમ કહ્યું છે.” ઇત્યાદિ બહુ પ્રકારે ગુરુએ કહ્યું. એટલે રોહગુણે ઉત્તર આપ્યો. કે- એમાં અપસિદ્ધાંત શો છે ? જીવનો એક દેશ તે નો જીવ હોય, તો શો દોષ છે ? (કઈજ નહી) કે જેને દૂર કરવાને ફરી મને ત્યાં મોકલો છો. ૨૪૫૫ થી ૨૪૫૯. નોજીવરાશિનું પ્રતિપાદન સિદ્ધાન્ત-વિરૂદ્ધ નથી, પરંતુ સિદ્ધાન્તના અનુસાર જ છે. તેનું કથન કરે છે : जं देसनिसेहपरो नोसद्दो जीवदव्बदेसो य । गिहकोइलाइपुच्छं विलक्खणं तेण नोजीवो ॥२४६०।। धम्माइदसविहादेसओ य देसोवि जं पिहुं वत्थु । अपिहुब्भूओ किं पुण छिन्नं गिहकोलियापुच्छं ? ॥२४६१।। इच्छइ जीवपएसं नोजीवं जं च समभिरूढोऽवि । तेणत्थि तओ समए घडदेसो नोघडो जह वा ॥२४६२।। નો શબ્દ દેશનિષેધવાચી હોવાથી ગરોલી વગેરેનું પુંછડું (જીવાજીવથી) વિલક્ષણ હોવાને લીધે તે જીવદ્રવ્યનો એક દેશ છે, તેથી તેને નો જીવ કહેવાય. વળી ધમસ્તિકાય વગેરેના દશ ભેદ કહ્યા છે, તે દેશ અપૃથભૂત છતાં પણ પૃથક વસ્તુપણે ગણીને કહેલ છે, તો પછી કપાઈને જુદું થયેલ ગરોલીનું પુંછડું નો જીવ કેમ ન કહેવાય? કારણ કે સમભિરૂઢનય પણ જીવપ્રદેશને નો જીવ માને છે, માટે સિદ્ધાન્તમાં જેમ ઘટનો એક દેશ તે નોધટ કહેલ છે, તેમ આ જીવનો એક દેશ તે નોજીવ છે. ૨૪૬૦ થી ૨૪૬૨. વિવેચન :- રોહગુપ્ત - અહીં નોશબ્દનો પ્રયોગ દેશનિષેધાર્થમાં છે, પણ સર્વનિષેધાર્થમાં નથી, તેથી નો જીવ એટલે “જીવનો એક દેશ” એવો અર્થ સમજવો, પણ “જીવનો અભાવ' એવો અર્થ ન કરવો. તદનુસારે ગરોલીનું પુચ્છ અને પુરૂષના છેડાયેલા હસ્તાદિ અવયવો વગેરે જીવાજીવથી વિલક્ષણ છે, એટલે કે એ અવયવો જીવના એક વિભાગરૂપ છે તેને જીવ ન કહી શકાય, તેમ અજીવ પણ નહિ કહી શકાય, કારણ કે છુટા પડ્યા છતાં પણ ઉછળે છે. આ પ્રમાણે એ જીવ-અજીવથી વિલક્ષણ હોવાને લીધે તેને નો જીવ જ કહી શકાશે. વળી સિદ્ધાન્તમાં કહ્યું છે કે- “ ઉવા વિહાં પત્તા, તંજ્ઞા-વિજ્ઞીવા જ ૩ર૩રનવા ૪ । रूविअजीवा चउबिहा पन्नत्ता तंजहा-खंधा-देसा-पएसा-परमाणुपोग्गला अरूविअजीवा दसविहा पन्नत्ता, तंजहा-धम्मत्थिकाए, धम्मत्थिकायस्स देसे, धम्मत्थिकायरस पएसे, एवमधम्मत्थिकाएवि, ૩સચિવાવ, ઉદ્ધાસમા ” અજીવ બે પ્રકારે કહ્યા છે, રૂપીઅજીવ અને અરૂપીઅજીવ, રૂપીઅજીવ ચાર પ્રકારે કહ્યા છે; સ્કંધ-દેશ-પ્રદેશ અને પરમાણુપુદ્ગલ અરૂપી અજીવ દસ પ્રકારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy