SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨] મન એકી સાથે સર્વ ઇન્દ્રિયો સહ સંબંધ પામે નહિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ એકીસાથે જણાતો નથી તો પછી એક જ ઈન્દ્રિયના એક ઉપયોગથી બીજા ઉપયોગમાં સંચાર પામતું મન કેવી રીતે જણાય ? ન જ જણાય. ૨૪૩૪ થી ૨૪૩પ. વળી સઘળી ઈન્દ્રિયોની સાથે મન એકીસાથે સંબંધ પામતું નથી, તેમ જ પગ-મસ્તકાદિ એક સ્પર્શનેન્દ્રિય વગેરેના સર્વ દેશની સાથે પણ મન એકીસાથે સંબંધ પામતું નથી, પરંતુ શીઘસંચારી હોવાથી સર્વની સાથે એકીવખતે સંબંધ પામતું હોય, તેમ જણાય છે. ઉદાહરણ તરીકે જેમ કોઈ વ્યક્તિ લાંબી તલસાંકળી ખાતો હોય, તે વખતે તેને ચક્ષુઈન્દ્રિય વડે જોવાથી રૂપનું જ્ઞાન થાય છે, તેનો ગંધ આવવાથી ઘાણેન્દ્રિય વડે ગંધનું જ્ઞાન થાય છે, તેને ખાવાથી રસનેન્દ્રિય વડે રસનું જ્ઞાન થાય છે, તેનો સ્પર્શ થવાથી સ્પર્શનેન્દ્રિય વડે સ્પર્શનું જ્ઞાન થાય છે અને તેને ચાવતાં શબ્દ સંભળાવાથી શબ્દજ્ઞાન થાય છે. આ પાંચ પ્રકારના જ્ઞાન, પાંચે ઈન્દ્રિયો સાથે મનનો ક્રમિક સંબંધ થવાથી થાય છે. પણ મન શીઘસંચારી હોવાથી તે સર્વની સાથે તેનો એકીસાથે સંબંધ થયો હોય તેવો ભાસ થાય છે. વસ્તુતઃ તેમ નથી, કેમકે જો એમ હોય, તો સાંકર્ય આદિ પ્તિ થાય, તેમજ મતિ વગેરેના જ્ઞાનોપયોગના કાળે અવધિ આદિ જ્ઞાનનો ઉપયોગ પણ પ્રાપ્ત થાય. વળી ઘટાદિ એક અર્થનો વિચાર કરતાં ઘટાદિ અર્થનો અનંતા વિકલ્પો પ્રાપ્ત થાય. આ પ્રમાણે કદી થતું નથી, તેથી કરીને અનુક્રમે ઉત્પન્ન થવા છતાં પણ પૂર્વોક્ત જ્ઞાનોનો સમયાદિ કાળ સૂક્ષ્મ હોવાથી જ્ઞાતા એકીસાથે તે ઉત્પન્ન થાય છે એમ માને છે. એ જ પ્રમાણે મસ્તક પગ વગેરે સ્પર્શનેન્દ્રિયના વિભાગોમાં મન અનક્રમે યોજાય છે. તે છતાં સમયાદિ કાળની સમતાને લીધે તે સર્વની સાથે મનનો એકીવખતે સંબંધ થાય છે, એમ અનભવ કરનારને જણાય છે. વસ મનનો સ્વભાવ જ એવો છે કે “પજ્ઞનાનત્પત્તિર્મનો સૈિન” એકીસાથે જ્ઞાન ઉત્પન્ન થત નથી તે જ મનનું ચિહ્ન હોવા છતાં જ્ઞાનમાં અનક્રમે સંચાર કરતા મનની ગતિ જાણી શકાતી નથી તો પછી એક સ્પર્શનેન્દ્રિયના શીત જ્ઞાનોપયોગ દ્વારા ઉષ્ણજ્ઞાનોપયોગાન્તરે મનની ગતિ કેવી રીતે જાણી શકાય ? ન જ જાણી શકાય. આ પ્રમાણે મનની ગતિનો સંચાર ન જાણી શકાતો હોવાથી શીતોષ્ણ ક્રિયાના વેદનરૂ૫ બે ઉપયોગનો અનુભવ તને એકીસાથે થાય છે, પણ વસ્તુતઃ તેમ નથી. ૨૪૩૪ થી ૨૪૩૫. એક ઉપયોગથી બીજા ઉપયોગમાં મન એકીવખતે જાય, તો જે અનેક દોષો પ્રાપ્ત થાય તે अन्नविणिउत्तमण्णं विणिओगं लहइ जइ मणो तेणं । हत्थिपि ट्ठियं पुरओ किमचित्तो न लक्खेइ ॥२४३६॥ विणिओगन्तरलाभे व किं त्थ नियमेण तो समं चेव । पइवत्थमसंज्जाऽणंता वा जं न विणिओगा ? ॥२४३७।। बहु-बहुविहाइगहणे नवणूओगबहुया सुएऽभिहिआ । तमणेगग्गहणं चिय उवओगाणेगया नत्थि ॥२४३८॥ समयमणेगग्गहणं जड़ सीओसिणदुगम्मि को दोसो ? । केण व भणियं दोसो उवओगदुगे वियारोऽयं ॥२४३९॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy