SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] આકાશાદિમાં નાશનું અદર્શન અને બધે પર્યાયનયે જ નાશપણું. [૨૭ વળી જો પદાર્થ પ્રતિક્ષણ વિનાશી હોય, તો જેમ પર્યતે સર્વથા નાશ થતો જણાય છે, તેમ આદિ અને મધ્યમાં પણ સર્વથા તે નાશ જણાવો જોઈએ. આદિ અને મધ્યમાં જણાતો નથી, પણ ગમે તેમ તે અંતે જ જણાય છે. એમ લૂલો બચાવ કરતા હો, તો પુનઃ અમે પૂછીએ છીએ કે એ વિનાશ, વસ્તુના અભાવરૂપે આદિમધ્યમાં સર્વત્ર સમાન માન્યા છતાં પણ મુદ્દેગરાદિ વડે સર્વ વિનાશ કરતાં તે પર્વતે જણાય છે, અને આદિ-મધ્યમાં થતો જણાતો નથી તેનું શું કારણ? તથા પર્વત પણ મુગરાદિના સન્નિધાનમાં ઘટાદિ વસ્તુનો સર્વ નાશ કોણે માનેલ છે કે જેથી તું પર્યત નાશ જોઈને ઘટાદિ વસ્તુની ક્ષણભંગુરતા સિદ્ધ કરે છે ? અષમિત્ર - જો મુગરાદિના સંન્નિધાનમાં ઘટાદિનો સર્વ નાશ તમે ન માનતા હો, તો તે વખતે ઘટાદિ જણાતા નથી, પણ કપાલાદિ જણાય છે, તેનું શું કારણ? આચાર્ય -માટીરૂપે અવસ્થિત એવા ઘટ દ્રવ્યના ભૂત-ભવિષ્ય સંબંધી જે અનંત પર્યાય છે, તેની અપેક્ષાએ, એ કપાલ પણ પર્યાયવિશેષરૂપે જ જણાય છે, પરંતુ તે વખતે ઘટનો સર્વથા વિનાશ થતો નથી, જો સર્વથા વિનાશ થતો હોય, તો માટીરૂપે પણ તેનો અભાવ થવો જોઈએ, અને એથી જે કપાલ (ઠીકરાં) થાય છે, તેને પણ મૃદુરૂપતાનો અભાવ થાય, માટે પર્યતે સર્વથા નાશ જણાય છે, એ હેતુ અસિદ્ધ છે. ૨૪૧૧ થી ૨૪૧૩. ક્ષણભંગુરતા સર્વવ્યાપી નથી, પણ તે પર્યાયનયનો મત છે એમ જણાવે છે. जेसिं व न पज्जंते विणासदरिसणमिहंबराईणं । तन्निच्चब्भुवगमओ सबक्खणविणासिमयहाणी ॥२४१४॥ पज्जायनयमयमिणं जं सव्वं पइसमयविगमसंभवसहावं । दबट्ठियस्स निच्चं एगयरमयं च मिच्छत्तं ॥२४१५।। जमणंतपज्जयमयं वत्, भुवणं व चित्तपरिणामं । ठिइ विभव-भंगरूवं निच्चानिच्चाइ तोऽभिमयं ॥२४१६॥ (વટાદિ પદાર્થનો નાશ જોઈને કદાચ ક્ષણભંગુરતા તું સિદ્ધ કરે, જો કે તેમ થાય તેમ નથી તો પણ) જે આકાશ, કાળ વગેરેનો પર્યતે કદી પણ નાશ જણાતો નથી, તેમાં ક્ષણભંગુરતા કેવી રીતે સિદ્ધ કરીશ? તેમને નિત્ય માનવાથી “સર્વ ક્ષણવિનાશી છે” એ મતની હાનિ થશે. સર્વ વસ્તુ દરેક સમયે ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે જે તું કહે છે, તે તો પર્યાયવાદી નયનો મત છે, દ્રવ્યાર્થિક નયના મતે તો સર્વ વસ્તુ નિત્ય છે. એ બેમાંથી એકનો જ મત માનવામાં આવે તો તે મિથ્યાત્વ છે; કારણ કે દરેક વસ્તુ અનંત પર્યાયવાળી હોવાથી ત્રિભુવનની જેમ ઉત્પાદ, સ્થિતિ અને નાશરૂપ નિત્યાનિત્યાદિ અનેક વિચિત્ર પરિણામવાળી માનેલ છે. (પણ એકાંત પર્યાયમય કે એકાંત દ્રવ્યમય માનેલ નથી.) ૨૪૧૪ થી ૨૪૧૬. એકાંત પર્યાયાર્થિક નયે ક્ષણિકવાદ માનવાથી સર્વ વ્યવહારનો ઉચ્છેદ થાય તે જણાવે છે. सुह-दुक्ख-बंध-मोक्खा उभयनयमयाणुवत्तिणो जुत्ता । एगयरपरिच्चाए सव्वववहारयोच्छित्ती ॥२४१७॥ ૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy