SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] કિંઈક ન્યૂનમાં ઉપચારનો સર્ભાવ. [૨૮૧ જીવ કહેવાય અને આદ્યપ્રદેશ જીવ ન કહેવાય, એમ માનવામાં ક્યો વિશેષ હેતુ છે? અસંખ્યાત પ્રદેશ રાશિની સંખ્યાને એ અન્ય પ્રદેશ પૂર્ણ કરે છે, તેથી તે જીવ કહેવાય છે, અને આદ્યપ્રદેશ સંખ્યાને પૂર્ણ કરતો નથી માટે તેને જીવ કહેવાતો નથી. એવો વિશેષ હેતુ તું જણાવતો હોય, તો તે પણ અયોગ્ય છે, કારણ કે જેમ એ અન્ય પ્રદેશ સંખ્યાને પૂર્ણ કરે છે, તેવી રીતે પ્રથમાદિ દરેક પ્રદેશો પણ તે સંખ્યાની પૂર્તિ કરે છે. એટલે તે દરેકને અન્ય પ્રદેશની જેમ જીવત્વ પ્રાપ્ત થશે, અને એથી દરેક જીવને અસંખ્ય જીવાત્મક માનવો પડશે, અથવા તો પ્રથમાદિ પ્રદેશોની જેમ અન્ય પ્રદેશમાં પણ જીવત્વના અભાવે સર્વથા જીવનો જ અભાવ થશે. દરેક પ્રદેશો વિવક્ષિત સંખ્યાની પૂર્તિ કરે છે, છતાં પણ અન્ય પ્રદેશ જ જીવ કહેવાય અને બાકીના ન કહેવાય, એવો આગ્રહ રાખતો હોય, તો પછી રાજા વગેરેની જેમ ઇચ્છા મુજબ તને ગમે તેવું બોલ, એ પ્રમાણે ઇચ્છા મુજબ બોલતાં આદ્યપ્રદેશને જીવ અને અન્ય પ્રદેશને અજીવ એમ વિપરીત પણ કેમ નથી કહેતો ? અથવા એમાનાં કેટલાક પ્રદેશો જીવ છે, અને કેટલાક અજીવ છે, એ રીતે વિષમતાથી પણ કેમ નથી કહેતો ? કારણ કે ઇચ્છા મુજબ બોલનારા સર્વ પક્ષો ગમે તેમ બોલી શકે છે. વળી રેતીના કણીયામાં તેલની જેમ જુદા જુદા એકેક અવયવમાં જે સર્વથા હોતું નથી, તે સર્વ અવયવોના સમુદાયમાં પણ હોતું નથી; તેવી જ રીતે પ્રથમાદિ દરેક પ્રદેશમાં તું જીવત્વ માનતો નથી, એટલે બીજા પ્રદેશોમાં જીવત્વ નહિ હોવા છતાં અને પરિણામાદિ વડે સમાન હોવા છતાં પણ અકસ્માત અન્ય પ્રદેશમાં જ એ જીવત્વ ક્યાંથી આવ્યું ? ૨૩૩૭ થી ૨૩૪૦. अह देसओऽवसेसेसु तोवि किह सव्वहंतिमे जुतो ? । अह तम्मि व जो हेऊ स एव सेसेसुवि समाणो ॥२३४१॥ नेह पएसत्तणओ अन्तो जीवो जहाइमपएसो । आह सुयम्मि निसिद्धा सेसो न उ अन्तिमपएसो ॥२३४२॥ नणु एगोत्ति निसिद्धो सोवि सुए जइ सुयं पमाणं ते । सुत्ते सबपएसा भणिया जीवो न चरिमोत्ति ॥२३४३॥ तंतू पडोवयारी न समत्तपडो य समुदिया ते उ । सव्वे समत्तपडओ सब्बपएसा तहा जीवो ॥२३४४॥ અન્ય સિવાયના અવશેષ પ્રદેશોમાં દેશથી જીવ છે, અને અન્ય પ્રદેશમાં સંપૂર્ણ જીવ છે. (એમ કહેવામાં આવે.) તો પણ અન્ય પ્રદેશમાં સંપૂર્ણ જીવ કેમ ઘટી શકે? અન્ય પ્રદેશ પણ પ્રથમાદિ પ્રદેશોના જેવો જ હોવાથી તેમાં જીવ દેશથી ઘટી શકશે.) વળી અન્ય પ્રદેશમાં સંપૂર્ણ જીવ માનવામાં જે હેતુ છે, તે હેતુ શેષ પ્રદેશોમાં પણ સમાન છે. (તો પછી અન્ય પ્રદેશની જેમ શેષ દરેક પ્રદેશમાં પણ સંપૂર્ણ જીવ કેમ માનતો નથી ? વળી જેમ પ્રથમાદિ પ્રદેશો પ્રદેશરૂપ હોવાથી જીવ નથી, તેમ અન્ય પ્રદેશ પણ પ્રદેશરૂપ હોવાથી જીવ નથી, આગમની અંદર (પૂર્વોક્ત આલાપકમાં) શેષ પ્રદેશોમાં જીવનો નિષેધ કર્યો છે, પણ અન્ય પ્રદેશમાં નિષેધ કર્યો નથી, (એમ ૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy