SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] દેશ અને દેશની ઐક્યતામાં દૂષણ. [૨૫૭ સમભિરૂઢને માન્ય નથી, માટે દેશ અને દેશની એકતા માનવી યોગ્ય નથી, અને એ બન્નેનો ભેદ તો એ નય પણ માને છે જ. કદાચ દેશ અને દેશની એકતામાં કહેલા દોષોના ભયથી બન્નેને જુદા માનવામાં આવે, કે દેશીથી દેશ ભિન્ન છે, તો પૂર્વે કહેલ યુક્તિથી તે દેશનો તે દેશ નહિ થાય, અને વસ્તુસંક્રમાદિ દોષના ભયથી દેશી એજ દેશ એમ પણ નહિ માની શકાય. એ જ પ્રમાણે પ્રદેશી તે પ્રદેશ એમ પણ નહિ માની શકાય, કેમકે તે માન્યતામાં પણ ઉપરના જ દોષો આવે છે. માટે દરેક દેશી અને દરેક પ્રદેશી સર્વ અખંડ સંપૂર્ણ વસ્તુ જ છે, એમ માનવું પડશે, પણ દેશ-પ્રદેશની કલ્પના નહિ કરી શકાય, કેમકે તેમનો ભેદભેદ માનતાં ઉપરોક્ત દોષોની પ્રાપ્તિ થશે આ કારણથી આ નયના મતે સર્વવસ્તુઓ અખંડ સ્વરૂપવાળી હોવાથી પદોનો કર્મધારય સમાસ પણ નહિ થાય. જો દેશનું પ્રતિપાદન કરવાને “નોદેશી' એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે, (કેમકે નોશબ્દ એકદેશ વાચી છે) અને દેશ પણ દેશીનો એક દેશભૂત જ છે, ને તે તેનાથી ભિન્ન નથી, એમ કહેવામાં આવે તો તે પણ અયોગ્ય છે, કારણ કે “નોદેશી” એ પ્રયોગમાં જે નોશબ્દ છે, તે સંપૂર્ણ-અખંડ દેશી વસ્તુનું પ્રતિપાદન કરે છે, કે તે દેશનું જ પ્રતિપાદન કરે છે ? જો સંપૂર્ણ દેશીનું પ્રતિપાદન કરતો હોય, તો નોશબ્દનો પ્રયોગ નકામો છે, કેમકે માત્ર દેશી શબ્દથી જ સમસ્ત વસ્તુની પ્રતીતિ થાય છે, અને જો નોશબ્દ વડે દેશનું પ્રતિપાદન થતું હોય, તે દેશ રૂપ વસ્તુ જ નથી, કેમકે દેશીથી દેશ ભિન્ન છે કે અભિન્ન છે? એ બન્ને પણ યુક્તિથી ઘટી શકતાં નથી. રર૫૭-૨૨૫૮-રરપ૯. બે પદનું એક અધિકરણ ન હોઈ શકે, તેથી કર્મધારય સમાસ ન થાય એમ જણાવે છે. नोलुप्पलाइसद्दाहिगरणमेगं च जं मयं तत्थ । नणु पुणरुत्ता-ऽणत्थय-समयविधाया पुहुत्तं वा ॥२२६०॥ तो वत्थुसंकराइप्पसंगओ सबमेव पडिपुन्नं । वत्थु सेसमवत्थु विलक्खणं खरविसाणं व ॥२२६१॥ अत्थप्पहाणं सद्दोवसज्जणं वत्थुमुज्जुसुत्तता । सद्दप्पहाणमत्थोवसज्जणं सेसया बिंति ॥२२६२॥ इय नेगमाइसंख्नेवलक्खणं मूलनाइभेएणं । एवं चिय वित्थरओ विण्णेयं तप्पभेएणं ॥२२६३।। નીલોત્પલાદિ શબ્દોનું જે એક અધિકરણ (કર્મધારય સમાસ સમભિરૂઢનયે) માનેલ છે, તેમાં પુનરુક્તિ, અનર્થતા, અને સ્વપક્ષનો વિઘાત આદિ દોષો આવે છે. જો તે દોષો માનવામાં ન આવે, તો નીલોત્પલાદિ શબ્દથી વાચ્ય અર્થનો ભેદ નહિ થાય, (માટે કર્મધારય સમાસ માનવો યોગ્ય નથી.) આ કારણથી વસ્તુ સાંકર્થ આદિ દોષને લીધે ધર્માસ્તિકાયાદિ સર્વ વસ્તુને દેશ-દેશની કલ્પના રહિત અખંડ-સંપૂર્ણ માનવી જોઈએ. એથી વિપરીતપણે દેશી-દેશની કલ્પનાવાળી વસ્તુ તો યુક્તિ રહિત હોવાથી ગધેડાના શીંગડા જેવી અવસ્તુ છે. ઋજુસૂત્ર પર્વતના ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy