SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮] નગમની અપેક્ષાએ સામાન્ય વિશેષવાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ सो कमविसुद्धभेओ लोगपसिद्धिवसओऽणुगंतव्यो । विहिणा निलयण - पत्थय - गामोवम्माइसंसिद्धी || २१८८ || સામાન્ય અને વિશેષ ઉભય જ્ઞાનરૂપ અનેક પ્રમાણો વડે જે વસ્તુને માને છે, તે નૈગમનય છે અને તે અનેક પ્રમાણવાળો કહેવાય છે. લોકાર્થના બોધક એવા જીવાદિ પદાર્થો, તે નિગમો કહેવાય, તેમાં જે કુશળ તે નૈગમનય, અથવા જેના અનેક ગમ છે એટલે જાણવાના માર્ગ અનેક છે, તે નૈગમ કહેવાય છે, અનુક્રમે વિશુદ્ધ ભેદવાળો આ નય, લોકપ્રસિદ્ધવશાત્ શાસ્ત્રોક્ત વિધિવડે નિલયન, પ્રસ્થક અને ગ્રામૌપમ્યાદિવડે સિદ્ધ કરીને જાણવો. ૨૧૮૬-૨૧૮૭-૨૧૮૮. સત્તારૂપ સામાન્ય વૃક્ષત્વ-ગોત્વ ગજત્વાદિ, સામાન્યવિશેષ ઉભયરૂપ અપાન્તરાલ સામાન્ય, અને નિત્યદ્રવ્યમાં રહેલ અન્ય સ્વરૂપવાળા વ્યાવૃત્તિ (ભિન્નતા) આકાર બુદ્ધિના હેતુરૂપ વિશેષોએ સામાન્યાદિને ગ્રહણ કરનારા અનેક જ્ઞાનોવડે જે વસ્તુને માને છે, તે નૈગમનય. આથી જ આ નયને એક જ્ઞાનગ્રાહી નથી કહેતા, પણ વિચિત્ર જ્ઞાનગ્રાહી કહે છે. અથવા લોકમાં રહેલા જીવાદિ પદાર્થને જાણવાના અનેક પ્રકારમાં જે કુશળ હોય, તે નૈગમ અથવા વસ્તુ જાણવાનો જેનો એક પ્રકાર નથી, પરન્તુ અનેક પ્રકાર છે, તે નૈગમ કહેવાય. આ નૈગમનય અનુક્રમે વિશુદ્ધ ભેદવાળો છે. જેમકે આનો પ્રથમ ભેદ નિર્વિકલ્પ મહાસત્તા નામનો છે, તે માત્ર સામાન્યવાદી હોવાથી અશુદ્ધ છે, ગોત્વ-ગજત્વાદિ સામાન્ય વિશેષવાદી બીજો ભેદ શુદ્ધાશુદ્ધ છે અને વિશેષવાદી ત્રીજો ભેદ સર્વથા વિશુદ્ધ છે. આ ક્રમવિશુદ્ધ નિલયન (વસતિ) પ્રસ્થકાદિના ઉદાહરણથી વધારે સ્પષ્ટ સમજાશે. જેમકે અરે ભાઇ ! તમે ક્યાં રહો છો ? હું લોકમાં રહું છું. લોકમાં ક્યાં ? તિર્છાલોકમાં, તિńલોકમાં ક્યાં ? મનુષ્યક્ષેત્રમાં, મનુષ્યક્ષેત્રમાં ક્યાં ? જમ્બુદ્વીપમાં, જમ્મૂદ્રીપમાં ક્યાં ? ભરતક્ષેત્રમાં, ભરતક્ષેત્રમાં ક્યા ખંડમાં ? મધ્યખંડમાં, મધ્યખંડના ક્યા નગરે અથવા ક્યા ગામે ? પાટલિપુત્ર નગરમાં, પાટલીપુત્રમાં ક્યાં ? ઉપાશ્રયમાં, ઉપાશ્રયમાં ક્યે સ્થળે ? સંથારા ઉપર, સંથારા ઉપર ક્યાં ? આકાશ પ્રદેશોમાં, ક્યા આકાશ પ્રદેશોમાં ? જ્યાં આત્મા છે ત્યાં, આ બધા નિલયનની ઉપમાએ કહેલ સઘળા પ્રકાર નૈગમનય માને છે. બીજું પ્રસ્થકનું ઉદાહરણ :- કાષ્ઠનું બનાવેલું ધાન્ય માપવાનું માન વિશેષ તે પ્રસ્થક કહેવાય છે. આવા પ્રસ્થક માટે કોઇ માણસ જંગલમાં લાકડું કાપતો હોય, તેને કોઈ પૂછે કે ભાઈ ! તમે શું કરો છો ? કાષ્ઠ કાપનાર કહે કે પ્રસ્થક કાપું છું. ફરી માર્ગમાં જતાં કોઇ પૂછે કે તમોએ શું સ્કંધે ચડાવ્યું છે ? ઉત્તરમાં કહે કે પ્રસ્થક આ પ્રમાણે લાકડું ચીરતાં-ઘડતાં-છોલતાં, સુંવાળું કરતાં અને માન તૈયાર થયે ધાન્ય માપતાં કોઇ પૂછે તો તે સર્વને કહે કે આ પ્રસ્થક છે. તાત્પર્ય એ છે કે કાષ્ઠની એ સઘળી અવસ્થામાં નૈગમનય તેને પ્રસ્થક માને છે. Jain Education International સીમા પર્યન્ત જેની જમીન હોય તે ગ્રામ, અથવા પ્રજાયુક્ત ગૃહ-બગીચા-વાપી-દેવમંદિરાદિ રૂપ જે કિલ્લા સુધીનો ભાગ હોય તે ગ્રામ, અથવા માત્ર પ્રજાનો સમૂહ તે ગ્રામ, અથવા કોઇ મુખ્ય પુરુષ હોય તે ગ્રામ. આ સર્વ પ્રકારોને નૈગમનય ગ્રામ (ગામ) માને છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy