SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ સામાયિકાદિ અધ્યયનું શ્રવણ શા માટે ? [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ વીશ સ્થાનોમાંથી એક-બે-ત્રણ અથવા સર્વ સ્થાનકો આરાધી તીર્થકર નામકર્મનો બંધ નિકાચિત કરે છે. ૨૧૨૨-૨૧૨૩-૨૧૨૪. ગણધરાદિ સામાયિક અધ્યયન વગેરે શા માટે શ્રવણ કરે છે? તે શંકા અને તેનો ઉત્તર કહે છે(२९६) गोयममाई सामाइयं तु किं कारणं निसामेति । नाणस्स तं तु सुन्दर-मगुलभावाण उवलद्धी ॥२१२५॥७४५॥ (२९७) होइ पवित्ति-निवित्ती संजमतव पावकम्मअग्गहणं । कम्मविवेगो य तहा कारणमसरीरया चेव ॥२१२६॥७४६॥ (२९८) कम्मविवेगो असरीरया य असरीरया अणाबाहं । होअणवाहनिमित्तं अवेयणोडणाउलो निरुओ ॥२१२७॥७४७।। (२९९) निरुयत्ताए अयलो अयलत्ताए य सासओ होइ । सासयभावमुवगओ अव्वाबाहं सुहं लहइ ॥२१२८।।७४८॥ ગૌતમાદિ ગણધરો શા માટે સામાયિકાદિ અધ્યયનનું શ્રવણ કરે છે? ઉત્તર :- સામાયિકાધ્યયન શ્રવણ કરવાથી તેમને તેના અર્થ સંબંધી જ્ઞાન થાય છે, એ જ્ઞાન શુભાશુભ પદાર્થની ઉપલબ્ધિનું કારણ થાય છે, ને એ ઉપલબ્ધિથી શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ થાય છે. એ પ્રવૃત્તિ-નિવૃત્તિ, સંયમ અને તપનું કારણ થાય છે, સંયમ અને તપથી પાપકર્મનું અગ્રહણ તથા કર્મની નિર્જરા થાય છે, કર્મ નિર્જરા અશરીરતાનું કારણ થાય છે. સર્વથા અશરીરતાથી નિરાબાધપણું થાય છે, નીરાબાધપણાથી વેદના રહિત થવાય છે, વેદના રહિત થવાથી અનાકુલ થવાય છે, અનાકુલપણાથી સર્વ ભાવરોગરહિત થવાય છે, ભાવરોગરહિત થવાથી અચળતા પ્રાપ્ત થાય છે, અચળતાથી મુક્તિક્ષેત્રમાં શાશ્વતપણું થાય છે અને શાશ્વતભાવ પામીને જીવ અવ્યાબાધ સુખ ભોગવે છે. આ પ્રમાણે પરંપરાએ સામાયિક અધ્યયન મોક્ષ સુખનું કારણ હોવાથી ગણધરો તે શ્રવણ કરે છે. ૨૧૨૫ થી ૨૧૨૮. . એ જ હકીકત ભાષ્યકાર સંક્ષેપથી કહે છે. तित्थयरनामकम्मक्खयस्स कारणमिदं जिणिंदस्स । सामाइयाभिहाणं नाणस्स उ गोयमाईणं ॥२१२९।। तंपि सुभेयरभावोवलद्धिए, सा पवित्ति-नियमाणं । एवं नेयं कमसो पुव्वं पुव्वं परनिमित्तं ॥२१३०॥ સામાયિક અધ્યયનો ઉપદેશ, શ્રી જિનેશ્વરને તીર્થકર નામકર્મના ક્ષયનું કારણ છે, અને એને શ્રવણ કરવું એ ગૌતમાદિકને જ્ઞાનનું કારણ છે, તે જ્ઞાન શુભાશુભ ભાવોની ઉપલબ્ધિનું કારણ છે, તે ઉપલબ્ધિ પ્રવૃત્તિ-નિવૃત્તિનું કારણ છે, ઈત્યાદિ પૂર્વે કહ્યા મુજબ પૂર્વ પૂર્વ વસ્તુ તે ઉત્તરઉત્તરનું કારણ છે. ૨૧૨૯ - ૨૧૩૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy