SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] કારણ અને કાર્યની ભિન્ના-ભિન્નતા. [૨૧૫ જેમ શ્વેતાદિ પટના ધર્મ પટમાં સમવેત (સંધ્ધિષ્ટ) છે, અને તેથી અવ્યતિરિક્ત છે, તે છતાં પણ તે પટનું કારણ નથી થતા, તેમ તંતુ સંયોગો પણ તેનું કારણ ન થાય, કારણ કે એકતામાં કાર્યકારણભાવ ઘટે નહિ. આ પ્રમાણે વૈશેષિકો કોઇ પણ રીતે કાર્ય-કારણોની એકતા માનતા નથી. ૨૧૦૫ થી ૨૧૦૮. સ્યાદ્વાદમતાનુસાર કારણથી કાર્ય ભિન્નાભિન્ન છે તે જણાવે છે. जह तंतूणं धम्मा संजोगा तह पडोवि सगुण व्व । समवायाइत्तणओ दव्वस्स गुणादओ चेवं ||२१०९।। अभिहाण-बुद्धि-लक्खणभिन्ना वि जहा सदत्थओऽणन्ने । दिक्-कालाइविसेसा तह दव्वाओ गुणाईआ ।।२११०॥ उवयारमेत्तभिन्ना ते चेव जहा तहा गुणाईआ । तह कज्जं कारणओ भिन्नमभिन्नं च को दोसो ? ।।२१११ ।। જેમ તંતુસંયોગો, તંતુના ધર્મ છે, તેમ પટ પણ, સમવાયાદિપણાથી, તંતુઓના ગુણની જેમ તંતુઓનો ધર્મ છે, એ જ પ્રમાણે ગુણ વગેરે પણ દ્રવ્યના ધર્મ છે. જેમ દિશા કાળ વગેરે વિશેષો નામ-બુદ્ધિ અને લક્ષણથી ભિન્ન છતાં પણ સંદર્થથી અભિન્ન છે, તેવી રીતે ગુણાદિક પણ દ્રવ્યથી અભિન્ન છે. જેમ દિશા વગે૨ે (સત્તા સામાન્યથી) ઉપચાર માત્રથી ભિન્ન છે, તેમ ગુણ વગેરે પણ (દ્રવ્યથી) ઉપચારથી ભિન્ન છે. એ જ પ્રમાણે કારણ પણ કાર્યથી ભિન્નભિન્ન માનવામાં શો દોષ છે ? ૨૧૦૯-૨૧૧૦-૨૧૧૧, જેમ તંતુસંયોગો તંતુના ધર્મ છે, તેમ પટ પણ સમવાયાદિપણાથી તંતુઓના શ્વેતતાદિ ગુણની જેમ તંતુઓનો ધર્મ છે, કારણ કે જે જેમાં સમવેત (સંશ્લિષ્ટ) હોય, તે તેનો ધર્મ કહેવાય છે. તદનુસાર તંતુના શ્વેતાદિ ગુણોની જેમ પટ પણ તંતુઓમાં સમવેત (સંશ્લિષ્ટ) છે તેથી તે તેનો ધર્મ છે. એ જ પ્રમાણે જેમ પટ તંતુઓનો ધર્મ છે, તેમ ગુણ કર્મ-સામાન્ય-વિશેષ અને સમવાય પણ દ્રવ્યના ધર્મ છે. શિષ્ય :- પ્રભો ! પટ તંતુઓનો ધર્મ છે અથવા ગુણ વગેરે દ્રવ્યના ધર્મ છે, એ કથનનું અહીં કારણ-કાર્યના ભેદાભેદ વિચારમાં શું પ્રયોજન છે ? આચાર્ય :- અહીં પ્રસ્તુત કારણ-કાર્યના ભેદાભેદ વિચારમાં તેનું પ્રયોજન છે, તેથી જ ઉપર મુજબ કહ્યું છે, જેમ દિશા-કાળ-આત્મા વગેરે વિશેષો, નામ-બુદ્ધિ અને લક્ષણાદિ વડે ભિન્ન છે. તો પણ સત્ત્વ-જ્ઞેયત્વ-પ્રમેયત્વાદિ સત્તા સામાન્યવડે અભિન્ન છે. એ જ પ્રમાણે ગુણ-કર્મ-સામાન્ય અને સમવાય વગેરે પણ દ્રવ્યથી અનન્ય છે. આ વિષય વધારે સ્પષ્ટ સમજાવવાને માટે કંઇક વિસ્તારથી કહીએ, જેમ દિશાકાળ વગેરેનું નામ જુદું છે અને સામાન્યનું નામ પણ તેથી જુદું છે. દિશા વગેરેમાં જુદી બુદ્ધિ થાય છે, અને સત્તા સામાન્યમાં પણ એથી જુદી જ બુદ્ધિ થાય છે. દિશા વગેરેનું લક્ષણ-સ્વરૂપ જુદું છે અને સત્તા સમાન્યનું જુદું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy