SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨] કારણના અનેક કારણો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ છે, મુખ્ય વૃત્તિએ તો તે કાર્ય ગુણરૂપ હોવાથી કર્મનું કારણ છે. ૩. માટીનો પિંડ-દંડ-સૂત્ર વગેરે કરણ પણ ઘટનું કારણ છે, કેમકે તે સર્વ સાધકતમ છે. ૪. સંપ્રદાનકારણ. સં-પ્ર-દાન એટલે સારી રીતે સમારીને જેને અપાય છે. અર્થાત્ ઘટ ગ્રાહક દેવદત્તાદિ વ્યક્તિ તે સંપ્રદાન કારણ કહેવાય. કેમકે ગ્રાહકને ઉદ્દેશીને જ ઘટની ઉત્પત્તિ થાય છે, ગ્રાહક સિવાય ઘટોત્પત્તિ ન થાય. ૫. અપાદાન કારણ, એટલે જેનાથી મર્યાદાએ મૃતિંડાદિનું વિયોજન થાય તે ભૂમિરૂપ અપાદાન કારણ છે; કેમકે તેના વિના પણ ઘટરૂપ કાર્યની ઉત્પત્તિ ન થાય. ૬. સંનિધાનઆધાર કારણ. એટલે જયાં કાર્ય સ્થપાય તે સંનિધાન કારણ અથવા આધાર કારણ એ આધાર પણ કાર્યમાં ઉપયોગી છે, કેમકે ઘટનો આધાર ચક્ર, ચક્રનો આધાર ભૂમિ, અને ભૂમિનો આધાર આકાશ, એ પ્રમાણે આધાર-સંનિધાન પણ કાર્યનું કારણ છે, તેથી તેને સંનિધાનકારણ કહેવાય છે. ૨૦૯૮ થી ૨૦૯૯. હવે ભાષ્યકાર મહારાજ કારણકારાન્તર્ગત તદ્દવ્યકારણ અને અન્યદ્રવ્યકારણનું સ્વરૂપ કહે છે. तद्दव्बकारणं तंतवो पडस्सेह जेण तम्मयया । विवरीयमन्नकारणमिटुं वेमादओ तस्स ।।२१००। जइ तं तस्सेव मयं हेऊ नणु कज्जकारणेगत्तं । न य तं जुत्तं ताई जओऽभिहाणाइ भिन्नाइं ॥२१०१॥ तुल्लोऽयमुवालंभो भेएवि न तंतवो घडरसेव । कारणमेगंतेवि य जओऽभिहणादओ भिन्ना..॥२१०२॥ जं कज्ज-कारणाई पज्जाया वत्थुणो जओ ते य । अन्नेऽणन्ने य मया तो कारण-कज्जभयणेयं ।।२१०३॥ नत्थि पुढवीविसिट्ठो घडोत्ति जं तेण जुज्जइ अणन्नो । जं पुण घडोत्ति पुव्वं नासी पुढवी तओ अन्नो ॥२१०४।। અહીં તંતુઓ તે પટનું તદ્રવ્ય કારણ છે, કેમકે તે તન્મય છે. અને એથી વિપરીત વેમાદિક તે તેનું (પટનું) અન્યદ્રવ્ય કારણ છે. જો તે તંતુને પટનું કારણ માનેલું છે, તો કાર્ય-કારણની એકતા થશે. અને એ એકતા (માનવી) યોગ્ય નથી, કેમકે નામાદિવડે તે (કાર્ય-કારણ) ભિન્ન છે. ઉત્તર :- (કાર્ય-કારણના) ભેદમાં પણ એ ઉપાલંભ સમાન છે. જેમકે તંતુઓ ઘટની જેમ ભિન્ન હોવાથી પટનું કારણ નથી. વળી એકાંતમાં પણ એ જ દોષ છે, કેમકે નામ આદિવડે ભિન્ન ભિન્ન છે. માટે કાર્ય અને કારણ એ બન્ને વસ્તુના પર્યાય છે, તેથી અન્ય અનન્યરૂપ કારણ-કાર્યની ભજના જાણવી. જેમકે પૃથ્વીથી વ્યતિરિક્ત ઘટ નથી, તેથી ઘટ પૃથ્વીથી અનન્ય છે, અને ઘટોત્પત્તિ પૂર્વે વ્યક્તરૂપઘટ ન હતો પણ માત્ર પૃથ્વી જ હતી, તેથી ઘટ પૃથ્વીથી અન્ય છે. ૨૧૦૦ થી ૨૧૦૪. યદાત્મક કાર્ય જણાય તે તદ્રવ્યકારણ કહેવાય એટલે કે કાર્યદ્રવ્યના સજાતીયપણાથી સંબંધવાળું જે કારણ તે તદ્દવ્યકારણ કહેવાય. જેમ તંતુરૂપ કારણનું જે પટરૂપ કાર્ય છે, તે તદાત્મક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy