SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦]. ભાવપુરુષનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ (નામ અને સ્થાપના પુરુષનો વિચાર સુગમ હોવાથી તેનો વિચાર અહીં કર્યો નથી.) દ્રવ્યપુરુષ બે પ્રકારે છે, આગમથી અને નોઆગમથી. તેમાં પુરુષ પદાર્થને જાણનાર અનુપયોગી જે જીવ તે આગમથી દ્રવ્યપુરુષ; અને જ્ઞશરીર-ભવ્યશરીર તથા તવ્યતિરિક્ત, એમ ત્રણ પ્રકારે નોઆગમથી દ્રવ્યપુરૂષ છે આમાંનો ત્રીજો વ્યતિરિક્ત નામનો ભેદ, એકભવિક-બદ્ધાયુષ્ક અને અભિમુખનામગોત્ર, એમ ત્રણ ભેદ છે. અથવા મૂળગુણ નિર્મિત (પુરુષ પ્રયોગ્ય દ્રવ્યો) અને ઉત્તરગુણનિર્મિત (તદાકારવાળાં તે જ દ્રવ્યો.) એમ બે ભેદ છે. ૧. ઘટ-પટ ઈત્યાદિની જેમ પુલ્લિંગશબ્દરૂપ જે અભિલાપ તે અભિલાપ પુરૂષ. ૨. અને નપુંસક છતાં મૂછ આદિ પુરુષાકૃતિવાળો, પુરુષવેદના ઉદયવાળો તથા વેદથી સ્ત્રી છતાં પુરુષવેષે હોય, તો તે ચિહ્ન માત્રથી પુરુષ છે માટે ચિદંપુરુષ છે. ૩. ત્રિલિંગ વૃત્તિવાળો જીવ છતાં પણ તૃણાગ્નિ સમાન પુરુષવેદના વિપાકનો અનુભવ કરે, ત્યારે તે વેદપુરુષ કહેવાય છે. ૪. અને જે મનુષ્ય સાધુની જેમ ધર્મ પ્રાપ્ત કરવામાં જ તત્પર હોય, તે ધર્મપુરુષ કહેવાય છે. ૫. દ્રવ્યનું રક્ષણ કરનાર તથા મમ્મણ શેઠની જેમ દ્રવ્ય મેળવવામાં જ તત્પર હોય, તે અર્થપુરુષ, ૬. અને ચક્રવર્તીની જેમ વિષયસુખનો ઉપભોગ કરનાર હોય, તે ભોગપુરુષ કહેવાય છે. ૨૦૯૧ થી ૨૦૯૪. હવે ભાવપુરુષનું સ્વરૂપ કહે છે. भावपुरिसो उ जीवो सरीरपुरि सयणओ निरुत्तिवसा । अहवा पूरण-पालणभावाओ सब्वभावाणं ॥२०९५॥ दव्यपुरिसाइभेयावि जं च तरसेव होंति पज्जाया । तेणेह भावपुरिसो सुद्धो जीवो जिणिंदो व्व ॥२०९६॥ पगयं विसेसओ तेण वेयपुरिसेहिं गणहरेहिं च । सेसावि जहासंभवमायोज्जा उभयवग्गेवि ॥२०९७॥ પુર એટલે શરીર, તેમાં વસવાથી પુરુષ અથવા સર્વ ભાવોના પૂરણ અને પાલનભાવથી પુરુષ, એ વ્યુત્પત્તિથી ભાવપુરુષ તે શુદ્ધ જીવ જાણવો. કેમકે દ્રવ્યપુરુષાદિ પણ તે શુદ્ધ જીવના જ પર્યાયો છે, તેથી અહીં ભાવપુરુષ તે જિનેન્દ્રની જેમ શુદ્ધ જીવ જાણવો. અહીં પ્રસ્તુતમાં તેવા ભાવપુરુષ શ્રીમાનું મહાવીરદેવ વડે અને વેદપુરુષ એવા ગણધરો વડે અધિકાર છે. (કેમકે તેમણે જ અનુક્રમે અર્થથી અને સૂત્રથી સામાયિક પ્રરૂપ્યું છે.) એ સિવાય શેષ ધર્મપુરુષ અને સિદ્ધપુરુષાદિની પણ યથાસંભવ ઉભય વર્ગમાં (તીર્થકર-ગણધરમાં) યોજના કરવી. ૨૦૯૫-૨૦૯-૨૦૯૭. હવે કારણકાર કહે છે. (૨૮૮) નિવો વાર િવવિદો સુવિદ દોડ ટ્રમ્ | तद्दब्रमण्णदब्बे अहवावि निमित्त-नेमित्तो ॥२०९८॥७३७॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy