SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮) સામાયિક નિર્ગમ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ છે. તીર્થસ્થાપના વખતે આદ્ય ગણધર જે ઈન્દ્રભૂતિ તે ભગવંતને પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરીને પૂછે છે કે “હે ભગવંત ! તત્ત્વ શું છે તે કહો ?' આથી ભગવંત કહે છે કે “ઉપન્ના ” (ઉત્પન્ન થાય છે.) પુનઃ તેવી જ રીતે પૂછતાં “વિટામેવા” (નાશ પામે છે) તેમ જ ત્રીજી વાર પૂછતાં “પુરૂવા” (સ્થિર રહે છે.) એમ ત્રિપદી હે છે, આ પ્રમાણે પ્રણામ કરીને પૂછવું તે નિષદ્યા કહેવાય છે. આ ત્રણ નિષદ્યાથી ગણધરમહારાજાઓને એવો નિશ્ચય થાય છે કે “યત્ સત્ તત્યાદ્રિવ્યય-ધ્રૌવ્યપુરૂં, ૩થા વરતુન: સત્તાડયો”િ એટલે જે છે, તે ઉત્પત્તિ-વિનાશ અને સ્થિરતાયુક્ત છે, એ સિવાય વસ્તુની વિદ્યમાનતા જ હોતી નથી. આ પછી પૂર્વભવમાંથી ભાવિતમતિ લઈને આવેલા ગણધરો બીજબુદ્ધિવાળા હોવાથી સંપૂર્ણ શ્રુતજ્ઞાન પામે છે, તેથી ભગવંત તેમને દ્વાદશાંગ રચવાને આજ્ઞા આપે છે, ને તે તેઓ રચે છે. તે પછી ઈન્દ્રમહારાજ ચૂર્ણથી ભરેલો વજય દિવ્યથાળ લઈને ભગવંત પાસે ઉભા રહે છે, ભગવાન સિંહાસન પરથી ઉઠીને તેમાંથી સંપૂર્ણ ચૂર્ણની મૂઠી ગ્રહણ કરે છે. તે પછી ઈન્દ્રભૂતિ વિગેરે અગિયાર ગણધરો કંઈક અવનત ગાત્રવાળા થઈને અનુક્રમે પ્રભુ આગળ ઉભા રહે છે. તે પછી વાજિંત્રના ધ્વનિ-ગીતશબ્દ વગેરે બંધ કરીને સર્વ દેવો શાન્ત થઈને ભગવંત શું કહે છે, તે સાંભળવાને એકચિત્ત થાય છે પછી ભગવંત “ઈન્દ્રભૂતિ ગૌતમને દ્રવ્ય ગુણ અને પર્યાયથી તીર્થની અનુજ્ઞા કરે છે અને તેવી આજ્ઞા સાથે સર્વ સાધુગણની પણ સુધર્માસ્વામિને અનુજ્ઞા આપું છું.” આ પ્રમાણે અનુજ્ઞા કરીને ભગવંતે તેમના મસ્તક પર મુષ્ઠિ ભરીને તે ચૂર્ણ નાંખ્યું, તે વખતે દેવોએ પણ ચૂર્ણપુષ્પ વગેરે સુવાસિત વસ્તુની ગણધરો ઉપર વૃષ્ટિ કરી. આ પ્રમાણે સામાયિક અધ્યયનનો અર્થ ભગવંત પાસેથી નીકળ્યો અને સૂત્ર ગણધર મહારાજ પાસેથી નીકળ્યું. શિષ્ય :- અહીં પ્રકૃતમાં ભાવકાળનો પ્રસ્તાવ છે, તે છતાં પ્રમાણકાળનો અધિકાર અહીં શા માટે કહેવો જોઇએ ? ગુરુ :- ક્ષાયિક ભાવમાં વર્તતા ભગવાન અરિહંતદેવે, પ્રમાણકાળમાં સામાયિક અધ્યયન કહ્યું છે માટે, અથવા પ્રમાણકાળ પણ ભાવકાળ જ છે અને એ સિવાયના બીજા દ્રવ્યકાળ-અદ્ધાકાળ વગેરે પણ કિંચિત્ ઉપાધિમાત્રથી વિશિષ્ટ છતાં પણ સઘળા ભાવકાળ જ છે કારણ કે દ્રવ્યની જે ચાર પ્રકારની સ્થિતિ તે દ્રવ્યકાળ કહેવાય છે, સમય આવલિકા વગેરે અદ્ધાકાળ છે, પ્રાણિઓનું જીવન-આયુ તે આયુષ્યકાળ છે, આ સર્વ સ્થિતિ વગેરે જીવ-અજીવના પર્યાય હોવાથી ભાવરૂપ જ છે, એટલે ખરી રીતે ભાવકાળથી તે જુદા નથી પરંતુ “પ્રમાણકાળનો અહીં અધિકાર છે.” એમ જે કહ્યું છે, તે મુખ્યતાએ અહીં પ્રમાણકાળનું કાર્ય છે, માટે કહ્યું છે. અન્યથા બીજા પણ દ્રવ્યકાળ-અદ્ધાકાળ વગેરે પરંપરાએ તો સામાયિક નિર્ગમમાં ઘટે છે. જેમકે ક્ષાવિકભાવમાં વર્તતા ભગવંતે રત્નમયસિંહાસનરૂપ દ્રવ્ય ઉપર બેસીને સામાયિક ઉપદેશ્ય, જ્યાં દ્રવ્ય હોય, ત્યાં તેની સ્થિતિરૂપ કાળ પણ હોય છે જ, તેથી પરંપરાએ દ્રવ્ય અને અદ્ધારૂપ કાળ સામાયિક નિર્ગમમાં હોય છે, તથા આયુષ્ય કાળનો અનુભવ કરતાં ભગવંતે સામાયિક ઉપદેશ્ય, કર્મનો ઉપક્રમ કરતાં ઉપદેશ્ય, પ્રસ્તાવ જાણતાં ઉપદેશ્ય,આવચિમરણરૂપ મરણકાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy