SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨]. યથાયુષ્ક ઉપક્રમકાળ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ સામાચારી સંક્ષેપથી કહી. ચરણસિત્તરી અને કરણસિત્તરીયુક્ત સાધુઓ એ સામાચારીમાં જોડાતા અનેક ભવના સંચિત અનંત કર્મને ખપાવે છે. ૭૧૮ થી ૭૨૩. યથાયુષ્ક ઉપક્રમ કાળ અને તે ઉપક્રમના નિમિત્ત કહે છે. (२७५) अज्झवसाण निमित्ते आहारे वेयणा पराधाए । फासे आणापाणू सत्तविहं भिज्जए आउं ॥२०४१।७२४॥ (૨૬) ટૂં-ર-સત્ય-રન્ને ઉમર ૩ર-પ૩vi વિસ વાના सीउण्हं अरइ भयं नुहा पिवासा य वाही य ॥२०४२।।७२५।। (२७७) मुत्त-पुरीसनिरोहे जिन्नाजिन्ने य भोयणं बहसो। घंसण-घोलण-पीलण आउस्स उवक्कमा एए ॥२०४३॥७२६॥ અધ્યવસાન-નિમિત્ત-આહાર-વેદના-પરાઘાત-સ્પર્શ અને શ્વાસોશ્વાસ એ સાત પ્રકારે આયુષ ભેદાય છે-ક્ષય થાય છે, દંડ-કશા(ચાબૂક)શસ્ત્ર-દોરડું અગ્નિ-પાણીમાં પતન-વિષ-સર્પ-શીત-ઉષ્ણઅરતિ-ભય-સુધા-તૃષા-વ્યાધિ-ઝાડા તથા પિશાબની અટકાયત ઘણીવાર કાચું પાકું ભોજન કરવુંઘસાવું-મસળાવું-અને પીલાવું, આ આયુષ્યનાં ઉપક્રમો છે. ૨૦૪૧-૨૦૪૨-૨૦૪૩. અતિ હર્ષ અને અતિ વિષાદને લીધે હૃદય બંધ પડી જવાથી આયુષ ભેદાય છે, અથવા રાગ, સ્નેહ અને ભય એમ ત્રણ પ્રકારે અધ્યવસાન છે. તે ત્રણેથી પણ આયુનો ઉપક્રમ થાય છે. આ સંબંધમાં ત્રણ ઉદાહરણ કહે છે. કોઇ યુવતિ ગ્રીષ્મ ઋતુમાં વટેમાર્ગુઓને પાણી પાતી હતી, તેવામાં એક સ્વરૂપવાન યુવાન પાણી પીવા આવ્યો તે પાણી પીને ગયો, તો પણ તેના રૂપમાં મુગ્ધ થયેલી તે સ્ત્રી જળધારા ચાલુ રાખીને જનાર યુવાન તરફ અતિ રાગ દૃષ્ટિથી જોઇ જ રહી,જ્યારે તે યુવાન દેષ્ટિપથની બહાર થયો, ત્યારે તે યુવતિ અતિ રાગના અધ્યાવસાયથી મૃત્યુ પામી. આ ઉદાહરણ રાગનું છે, એવું જ બીજુ ઉદાહરણ સ્નેહનું પણ છે, કોઈ અતિસ્નેહાળ સ્ત્રીએ,પોતાના ભર્તારના મરણની અસત્ય વાર્તા સાંભળી, તેથી તે મૃત્યુ પામી અને તેનું મરણ જાણીને તેનો પ્રેમાળ પતિ પણ મૃત્યુ પામ્યો. રાગ અને સ્નેહમાં એટલો જ માત્ર તફાવત છે, કે રૂપાદિ ગુણથી ચિત્તનું આકર્ષણ થાય તે રાગ, અને સામાન્ય સ્વાભાવિક રીતે ચિત્તપ્રતિબંધ થાય તે સ્નેહ. ગજસુકુમાલનો વધ કરનાર સોમિલ બ્રાહ્મણની પેઠે અતિભયના અધ્યવસાયથી પણ આયુનો ઉપક્રમ થાય છે તથા નિમિત્તથી એટલે દંડ, ચાબૂક વિગેરેના તીવ્ર પ્રહારથી પણ આયુનો ઉપક્રમ થાય છે. તેમ જ અતિ આહાર કરવાથી, મસ્તકાદિમાં અતિવેદના થવાથી, પરાઘાતથી, સર્પ આદિના સ્પર્શથી(ડંખથી)અને શ્વાસોશ્વાસનો નિરોધ થવાથી, એમ સાત પ્રકારે આયુ ભેદાય છે. ઉપર જણાવેલ સિવાય બીજ નિમિત્તોથી પણ આયુના ઉપક્રમ થાય છે. તે હવે બતાવે છે. લાકડી વિગેરેના પ્રહારથી, તીક્ષ્ણ અણીવાળા પરોણાથી, શસ્ત્રના ઘાથી, દોરડાદિના ફાંસાથી, અગ્નિથી, જળમાં ડૂબ જવાથી, પડવાથી, વિષ ભક્ષણથી, સર્પ અથવા દુષ્ટ હસ્તીથી, અતિ ગરમી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy