SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] સામાચારીના ભેદો. (२२०) अहयं तुब्भं एयं करेमि कज्जं तु इच्छकारेणं । तत्थवि सो इच्छं से करेइ मज्जायमूलियं ||६७३।। (२२१) अहवा सयं करेंतं किंचि अण्णस्स वावि दट्ठूणं । तरसवि करेज्ज इच्छं मज्झपि इमं करेहित्ति ॥ ६७४ || (૨૨૨) તત્ત્વવિ સો કૃષ્ણ સે રે, વીવેક્ હારનું વર્તાવ | इरा अणुग्गहत्थं कायव्वं साहुणो किच्चं ॥ ६७५ ।। (२२३) अहवा णाणाईणं अठ्ठाए जइ करेज्ज किच्चाणं । वेयावच्चं किंची तत्थवि तेसिं भवे इच्छा ||६७६ ।। (२२४) आणाबलाभिओगो णिग्गंथाणं ण कप्पई काउं । इच्छा पउंजियव्वा सेहे राईणिए (य) तहा ॥६७७॥ અર્થ :- ઇચ્છાકાર, મિથ્યાકાર, તથાકાર, આવશ્યિકી, નૈષધિકી, આપૃચ્છા, પ્રતિકૃચ્છા, છંદના, નિમંત્રણા અને ઉપસંપદા, એ દસ પ્રકારે ઉપક્રમકાળ સંબંધી સામાચારી છે. તે પ્રત્યેક પદોની હવે પ્રરૂપણા કરીશું. જો કોઇ સાધુ કારણ પક્યે છતે અન્ય સાધુને કંઇ કરવા માટે અભ્યર્થના કરે, તો ત્યાં પણ ઇચ્છાકાર સંભવે છે, પણ બલાભિયોગ કલ્પે નહિ. એ પ્રમાણે કાર્ય અંગીકાર કર્યો છતે જણાય છે કે બીજાને પ્રાર્થના કરવી ન જોઇએ, કેમકે સાધુએ બલ-વીર્ય ગોપવવા ન જોઇએ. જો રોગ આદિ કારણોથી તે ઘેરાયેલો હોય અને એ કાર્ય કરવાને અસમર્થ જણાય, અથવા આવડતું ન હોય તો રત્નાધિક સિવાયના બીજાઓને “આ મારૂં કાર્ય તમે તમારી ઇચ્છાએ કરો.” એમ ઇચ્છાકાર કરે. અથવા બીજા અભ્યર્થના કરનાર છતાં તે કાર્ય વિનાશ પામતું દેખીને પણ તે કાર્ય કરવાને સમર્થ બીજો કોઇ નિર્જરાર્થી સાધુ તે સાધુને કહે કે- હું તમારૂં આ કાર્ય મારી ઇચ્છાથી કરૂં છું. આમાં પણ તે કાર્ય કરાવનાર તેનો ઇચ્છાકાર કરે છે, કેમકે સાધુની એ જ મર્યાદા છે. ઇચ્છાકાર સિવાય કોઇની પાસે કંઇ કરાવવું નહિ અથવા કોઇક સાધુને તે કંઇક બીજાનું કાર્ય કરતા જોઇને તેને પણ “આ મારૂં કાર્ય તમે પણ તમારી ઇચ્છાથી કરો.” એમ ઇચ્છાકાર કરે. તેમાં તે પણ તેનો ઇચ્છાકાર કરે, અથવા તે કારણને જણાવે, અન્યથા અનુગ્રહને માટે સાધુએ સાધુનું કાર્ય કરવું જોઇએ. અથવા જો જ્ઞાનાદિના અર્થે આચાર્યાદિનું કોઇ વૈયાવૃત્યાદિ કાર્ય કરે, તો તેમાં પણ તેમને ઇચ્છાકાર થાય છે. આજ્ઞા અને બળાત્કાર કરવાનું સાધુને કલ્પે નહિ, પ્રયોજન પડ્યે છતે ઇચ્છાકારની જ યોજના શિક્ષક(લઘુ સાધુ)અથવા રત્નાધિકમાં કરવી. ૬૬૬ થી ૬૭૭. ૨૪ Jain Education International (૨૧) નન્હ નષ્વવાહતાળું ઞાસાળ નળવસુ નાયાળું [૧૮૫ सयमेव खलिणगहणं अहवावि बलाभिओगे || ६७८ || For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy