SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ઉપકમ કાળનું સ્વરૂપ. [૧૮૩ તેટલા કાળપર્યન્ત તે જીવને તે આયુષ્યને વિપાકથી અનુભવવાનો કાળ તે યથાયુષ્કકાળ કહેવાય છે. અર્થાતુ પૂર્વભવમાં બાંધેલું નરકાયુ નારકીપણે વિપાકથી અનુભવાય તે નરકાયુકાળ. તિર્યંચનું આયુ તિર્યચપણે વિપાકથી અનુભવાય તે તિર્યંચ આયુકાળ. મનુષ્યાય બાંધેલું હોય, તે મનુષ્યાયપણે વિપાકથી અનુભવાય તે મનુષ્યાયુકાળ. અને દેવાયું બાંધેલું હોય, તે દેવાયુપણે વિપાકથી અનુભવાય તે દેવાયુકાળ કહેવાય. એમ યથાયુષ્કકાળ ચાર પ્રકારે છે. ૨૦૩૭-૨૦૩૮. હવે ઉપક્રમકાળનું સ્વરૂપ અને તેના ભેદ કહે છે. जेणोवक्कामिज्जइ समीवमाणिज्जए जओ जं तु । स किलोवक्कमकालो किरियापरिणामभूइट्ठो ॥२०३९।। (२१२) दुविहोवक्कमकालो सामायारी अहाउयं चेव । सामायारी तिविहा ओहे दसहा पयविभागे ॥२०४०।६६५।। ૧. ૨૦૪૦ મી ગાથા પછી નીચેની ૬૬૬ થી ૭૨૩. ગાથાઓની ભાષ્યકારે વ્યાખ્યા નથી કરી. જે વડે ઉપક્રમ કરાય એટલે દૂર રહેલી વસ્તુ નજીક લવાય તે (ઉપચારથી)ઉપક્રમ કાળ કહેવાય. અને એ ઘણી ઘણી ક્રિયાના પરિણામથી ઘણો થાય છે. એ ઉપક્રમકાળ બે પ્રકારે છે. સામાચારી ઉપક્રમ કાળ અને યથાયુષ્ઠ ઉપક્રમકાળ (તેમાં)ઓઘસામાચારી-દશવિધ સામાચારી અને પદવિભાગ સામાચારી. એમ સામાચારી ઉપક્રમકાળ ત્રણ પ્રકારે છે. ૨૦૪). દૂર રહેલી વસ્તુને તે તે ઉપાયભૂત એવી ક્રિયાવિશેષવડે નજીક લાવવી તે ઉપક્રમ કહેવાય. અથવા જે સામાચારી વિગેરે વસ્તુને નજીક લાવવી તે સામાચારી વગેરેનો ઉપક્રમ કહેવાય, તે ઉપક્રમનો જે કાળ, તેને ઉપચારથી ઉપક્રમકાળ કહેવાય, તે ઉપક્રમકાળ ઘણી ક્રિયાઓના પરિણામથી ઘણા ભેદે થાય છે. ઉપરોક્ત ઉપક્રમકાળ બે પ્રકારે છે. એક સામાચારી ઉપક્રમકાળ અને બીજો યથાયુષ્ક ઉપક્રમ કાળ. તેમાં શિષ્ટ પુરુષોએ આચરેલ ક્રિયાઓનો સમૂહ તે સામાચારી કહેવાય. તેવી સામાચારી પૂર્વો જેવા ઉપરના શ્રુતમાંથી અહીં ઉત્તરાધ્યયનાદિમાં કે આવશ્યકાદિમાં લાવવી તે સામાચારી ઉપક્રમ કહેવાય. અને તેનો જે કાળ તે ઉપચારથી સામાચારી ઉપક્રમકાળ કહેવાય તથા દીર્ઘકાળે ભોગવવા યોગ્ય આયુષ્યને થોડા જ કાળમાં ભોગવીને ખપાવવું તે યથાયુષ્ક ઉપક્રમ કહેવાય અને તેનો જે કાળ તે ઉપચારથી યથાયુષ્ક ઉપક્રમકાળ કહેવાય. મતલબ કે સામાચારી દ્વારા જે કાળનો ઉપક્રમ થાય તે સામાચારી ઉપક્રમકાળ અને આયુષ્યના ઉપક્રમ વડે જે કાળનો ઉપક્રમ થાય તે યથાયુષ્ક ઉપક્રમકાળ કહેવાય. અહીં સામાચારી ત્રણ પ્રકારે છે. પહેલી ઓઘ સામાચારી, તે સામાન્યથી પડિલેહણ આદિ સાધુ સામાચારી કહેવારૂપ ઓઘનિર્ટુક્તિથી જાણવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy