SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] નવમા ગણધરનો વાદ. [૧૫૧ હવે પુચ-પાપનો સ્વભાવથી ભેદ બતાવી, વેદમાં કહેલ નીતિથી પુચ-પાપની સિદ્ધિ કરીને ઉપસંહાર કરે છે. सय सम्म हासं पुरिस-रइ-सुभाउ-नाम-गोत्ताई। पुण्णं सेसं पावं नेयं सविवागमविवागं ।।१९४६।। असइ बहि पुण्णपावे जमग्गिहोत्ताइं सग्गकामस्स । तदसंबद्धं सव्वं दाणादफलं च लोअम्मि ॥१९४७॥ (૩૮૦) છિન્નમિ સંસયંમિ લિપો વર-મરવિપ્રમુvi सो समणो पव्वइओ तिहीउ सह खंडियसएहिं ॥१९४८॥६३३॥ શતાવેદનીય, સમ્યકત્વમોહનીય, હાસ્ય, પુરૂષવેદ, રતિ, શુભ, આયુ શુભ નામ અને શુભ ગોત્ર એ સર્વ પુન્ય છે, તથા એ સિવાયનું સર્વ-પાપ છે. એ બન્ને પ્રકારનાં કર્મો વિપાકવાળાં અને વિપાક વિનાનાં પણ જાણવાં. વળી, પુન્ય-પાપ ન હોય; તો સ્વર્ગની ઈચ્છાવાળાને જે અગ્નિહોત્રાદિ કરવાનું કહ્યું છે તે, અને લોકમાં દાનાદિકનું ફળ કહ્યું છે, તે સઘળું કથન અસંબદ્ધ થાય. આ પ્રમાણે જરા અને મરણથી વિમુક્ત એવા શ્રી જિનેશ્વરે તેમના સંશયનો છેદ કર્યો, એટલે તેમણે પોતાના ત્રણસો શિષ્ય સહિત (ભગવંત પાસે) દીક્ષા લીધી. ૧૯૪૬ થી ૧૯૪૮. શાતા વેદનીય, સમ્યકત્વ મોહનીય (શોધેલ મિથ્યાત્વ પુદ્ગલ) હાસ્ય, પુરૂષવેદ, રતિ, નરકાયુ વિના ત્રણ આયુ ઉચ્ચ ગોત્ર દેવદ્ધિક મનુષ્યદ્રિક, પંચેન્દ્રિયજાતિ, પાંચ શરીર, ત્રણ અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, શુભ વર્ણચતુષ્ક, અગુરુલઘુનામ, પરાઘાત નામ, ઉચ્છવાસ નામ, આતપનામ, શુભવિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર, આદેય, યશ, નિર્માણ અને તીર્થકર-આ સર્વે મળીને છેતાલીસ પ્રકૃતિઓ શુભ હોવાથી પુન્ય કહેવાય છે. બીજા આચાર્યો આ છેતાલીસમાંથી સમ્યકત્વ મોહનીય, પુરૂષવેદ, હાસ્ય, અને રતિ-એ ચાર પ્રકૃતિઓ સિવાય બેતાલીસ પ્રકૃતિઓને પુચ પ્રકૃતિ કહે છે. કેમકે એ ચાર પ્રકૃતિઓ મોહનીય કર્મની છે, અને મોહનીયકર્મની સર્વપ્રકૃતિઓ જીવનો વિપર્યાસ કરનાર છે, તેથી તે અને એ ૪૨ સિવાયની જે શેષ વ્યાંસી પ્રકૃતિઓ તે બધી અશુભ હોવાથી પાપ પ્રકૃતિ કહે છે. પ્રશ્ન :- સમ્યકત્વને પાપપ્રકૃતિ કેમ કહી શકાય ? ઉત્તર :- તત્ત્વરૂચિરૂ૫ સમ્યકત્વ તો શુભ જ છે, પણ તેનો અહીં વિચાર નથી પરંતુ શોધિત એવા મિથ્યાત્વનાં જે દળીયાંરૂપ સમ્યકત્વ મોહનીય છે, તેનો વિચાર છે, અને તે શંકા આદિ અનર્થના હેતુ ભૂત હોવાથી અશુભ છે, તેથી જ તેને પાપ પ્રકૃતિ કહી છે. સમ્યકત્વરૂચિને એ શુદ્ધ પુદ્ગલો, અત્યન્ત આવરણ કરતા નથી, તેથી ઉપચારમાત્રથી જ એ શોધિત પુગલોને સમ્યકત્વ કહેવાય છે, પરમાર્થથી તો તે મિથ્યાત્વના મુદ્દગલો જ છે. ઉપરોક્ત પુન્ય-પાપાત્મક બન્ને પ્રકારનું કર્મ વિપાક દેનારું અને વિપાક નહિ દેનારૂં હોય છે, એટલે કોઇક કર્મ જેવું બાંધ્યું હોય તેવું જ વિપાકથી વેદાય, અને કેટલુંક મન્દ રસવાળું હોય છે, તેથી પરિણામવિશેષથી રસવાળાને પણ રસ વિનાનું કરીને પ્રદેશથી વેદાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy