SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર છઠ્ઠા ગણધરનો વાદ. [૧૨૩ મંડિક - અસ્તુ તમારા કહેવા પ્રમાણે ભવસ્થ-સંસારી જીવને તેવી ક્રિયા હોવાથી સક્રિય હો, પરંતુ કર્મ રહિત મુક્તાત્માને તે ક્રિયા કેવી રીતે હોઈ શકે ? ભગવંત - જેમ મુક્તાત્માને સિદ્ધગતિના પરિણામથી સિદ્ધપણું પ્રાપ્ત થાય છે તેમ મુક્તાત્મા સક્રિય પણ છે.૧૮૪૭-૧૮૪૮-૧૮૪૯. - મુક્તાત્માઓ ગતિવાળા હોવાથી સિદ્ધક્ષેત્રની આગળ પણ કેમ નથી જતા ? એ શંકાનું સમાધાન અને તેને અંગે ધર્માસ્તિકાય તથા લોકની સિદ્ધિ કરે છે - किं सिद्धालयपरओ न गई ? धम्मत्थिकायविरहाओ। सो गइउवग्गहकरो लोगम्मि जमत्थि नालोए ॥१८५०॥ लोगरसऽत्थि विवक्खो सुद्धत्तणओ घडस्ए अघडो ब्व । स घडाइ च्चिय मई न निसेहाओ तयणुरूवो ॥१८५१॥ तम्हा धम्मा-ऽधम्मा लोयपरिच्छेयकारिणो जुत्ता । इहराऽऽगासे तुल्ले लोगोऽलोगोत्ति को भेओ ? ॥१८५२॥ लोगविभागाभावेपडिघायाभावओऽणवत्थाओ । संववहाराभावो संबंधाभावओ होज्जा ॥१८५३॥ निरणुग्गहत्तणाओ न गई परओ जलादिव ससस्स । जो गमणाणुग्गहिया सो धम्मो लोगपरिमाणो ॥१८५४॥ अस्थि परिमाणकारी लोगस्स पमेयभावओऽवस्सं । नाणं पिव नेयरसालोगस्थित्ते य सोऽवस्सं ॥१८५५॥ પ્રશ્ન :- સિદ્ધક્ષેત્રની આગળ પણ મુક્તાત્માની ગતિ ક્રિયા કેમ નથી થતી ? ઉત્તર :- સિદ્ધક્ષેત્રની આગળ ધર્માસ્તિકાયનો અભાવ છે, માટે તે ધર્માસ્તિકાય જીવો અને પુદ્ગલોને ગતિક્રિયામાં ઉપકાર કરનાર છે, અને તે લોકમાં જ છે, પણ અલોકમાં નથી. વળી જેમ ધટનો પ્રતિપક્ષી અઘટ છે, તેમ શુદ્ધપદ હોવાથી લોકનો પ્રતિપક્ષી અલોક છે, તે અલોક ઘટપટાદિ હશે, એમ કહેવામાં આવે. તો તે અયોગ્ય છે. કારણ કે નિષેધથી તેના અનુરૂપ પદાર્થની જ કલ્પના થાય છે. ધર્માસ્તિકાય, અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્યો લોકના નિયામક છે, અન્યથા સર્વત્ર આકાશદ્રવ્યની હયાતી તુલ્ય હોવાથી “આ લોક છે અને આ અલોક છે” એવો ભેદ કયાંથી થાય ? લોકવિભાગના અભાવે પ્રતિઘાતના અભાવથી ગતિ અને અવસ્થાન ન થાય અને એથી સંબંધનો જ અભાવ થવાથી બધ-મોક્ષાદિ વ્યવહારનો સર્વથા અભાવ થાય. તેથી જેમ જળ સિવાય મત્સ્યની ગતિ નથી થતી. તેમ જીવ પુદ્ગલોને ઉપગ્રહ કરનાર ધર્માસ્તિકાયાદિના અભાવે લોક બહાર ગતિ નથી થતી. તેમને ગતિમાં જે અનુગ્રહ કરનાર છે, તે ધર્માસ્તિકાય છે, અને તે લોકપ્રમાણ જ છે. જેમ શેયનું પરિમાણ કરનાર જ્ઞાન છે, તેમ લોક પ્રમેય હોવાથી તેનું પરિમાણ કરનાર અવશ્ય કોઈ વસ્તુ છે. અહીં પરિમાણ કરનાર ધર્માસ્તિકાય છે, અને એ ધર્માસ્તિકાય અલોક હોય તો જ હોઈ શકે છે. ૧૮૫૦ થી ૧૮૫૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy