SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮] છઠ્ઠા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ નથી થતો, પણ જેને વિયોગની સામગ્રી મળે છે, તેનો જ વિયોગ થાય છે. અર્થાત્ કે યોગ્યસામગ્રી યોગ્યતાવાળાને મળે તો જ કાર્ય થાય, ન મળે તો ન થાય, પણ અયોગ્યતાવાળાને સામગ્રી મળે તો પણ કાર્યની સિદ્ધિ નથી થતી, તેવી જ રીતે જે મોક્ષ થાય છે, તે અવશ્ય ભવ્યને જ થાય છે, પણ અભવ્યને નથી થતો. ૧૮૩૩ થી ૧૮૩૬. મોક્ષ નિત્ય નથી, એમ કહેવામાં આવે તો, તે માટે કહે છે કેकयगाइमत्तणाओ मोक्खो निच्चो न होइ कुंभो व्य । नो पद्धंसाभावो भुवि तद्धम्मा वि जं निच्चो ॥ १८३७ ॥ अणुदाहरणमभावो एसोऽवि मई न तं जओ नियओ । વિળાસવિસિટ્ટો માવો વિય પોલમયો ૩૬ ૮રૂટી किं वेगंतेण कथं पोग्गलमेत्तविलयम्मि जीवरस । किं निव्वत्तियमहियं नभसो घडमेत्तविलयम्मि ? || १८३९ ।। કાર્યસ્વરૂપ (કૃતક) હોવાથી ઘટની જેમ મોક્ષ નિત્ય નથી. (એમ કહેવામાં આવે તો) તે અયોગ્ય છે, કારણ કે પ્રધ્વંસાભાવ કૃતક છતાં પણ નિત્ય છે. અભાવ એ અવસ્તુરૂપ હોવાથી તેનું ઉદાહરણ નહીં ઘટે-એમ કહેવામાં આવે, તો તે પણ ઉચિત નથી; કેમકે નિશ્ચિત કુંભ વિનાશરૂપ વિશેષણથી વિશિષ્ટ એવો પુદ્ગલાત્મકભાવ એજ પ્રબંસાભાવ છે. (તેથી એ ઉદાહરણ યોગ્ય છે.) અથવા જેમ ઘટમાત્રનો જ વિનાશ થવાથી આકાશમાં શું વિશિષ્ટ કરાય છે ? કંઇ જ નહીં. તેવી જ રીતે કર્મના પુદ્ગલમાત્રનો વિનાશ થવાથી જીવમાં શો વિશેષ કરાય છે ? કે જેથી મોક્ષને એકાન્તે કૃતક કહેવાય ? ૧૮૩૭ થી ૧૮૩૯. મંડિક :- મોક્ષ નિત્ય-અવિનાશી નથી, પણ ઘટની જેમ કૃતક હોવાથી-પ્રયત્ન પછી થતો હોવાથી અને આદિમાન હોવાથી અનિત્ય-વિનાશી છે. ભગવંત :- તારૂં કહેવું અયોગ્ય છે, કેમકે તેં કહેલો હેતુ વિપક્ષમાં રહે છે, તેથી તે અનેકાન્તિક છે. જેમ કે ઘટ વગેરેનો પ્રધ્વંસાભાવ કૃતકાદિ સ્વભાવવાળો છે, તો પણ તે નિત્ય છે; અને જો તેને અનિત્ય કહેવામાં આવે, તો ઘટાદિ પુનઃ ત ્રૂપે થવા જોઇએ. મંડિક :- પ્રધ્વંસાભાવ, અભાવરૂપ હોવાથી વસ્તુરૂપ નથી, એટલે તેનું ઉદાહરણ આપ નહિ કહી શકો. ભગવંત :- એ પ્રÜસાભાવ અવસ્તુરૂપ નથી, પણ વસ્તુરૂપ છે; કારણકે નિશ્ચિત કુંભવિનાશરૂપ જે વિશિષ્ટ પુદ્ગલાત્મકભાવ છે (કપાલ ઢીંકરા થવાદિ રૂપ) એ પ્રÜસાભાવ છે. એટલે અમે કહેલ ઉદાહરણ યોગ્ય છે. તેથી મોક્ષને કૃતકાદિ સ્વભાવવાળો માનવામાં આવે તો પણ તે અનિત્ય નહિ કહી શકાય. અથવા મોક્ષ કૃતક છે જ નહિ, કેમકે આત્મા અને કર્મપુદ્ગલનો વિયોગ એ જ મોક્ષ કહેવાય છે. જયારે તપ-સંયમ આદિના પ્રભાવે આત્માથી કર્મો જુદાં પડે છે, ત્યારે આત્માનું એમાં શું કરાય છે ? કે જેથી મોક્ષને કૃતકાદિ સ્વભાવવાળો માનીને તેમાં અનિત્યતા કહે છે ? તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy