SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] પાંચમા ગણધરનો વાદ. [૧૧૧ વળી હે ભદ્ર સુધર્મ ! જો પરભવમાં પણ સદેશતા જ માનવામાં આવે, તો “શુતો વૈ પ નાયતે ય: સપુરીપો રહ્યતે” એટલે જે પુરૂષને વિષ્ટા સહિત બળાય છે, તે પરભવમાં શિયાળ થાય છે, ઇત્યાદિ જે વેદમાં કહ્યું છે, તે અસંબદ્ધ થશે, કેમકે તારી માન્યતા મુજબ તો પુરૂષ મરીને પુરૂષ જ થાય, અન્ય કોઇ ન થાય. એટલે પુરૂષ હોય તે મરણ પામીને પરભવમાં શિયાળ કેવી રીતે થાય ? તથા “ગ્નિહોત્રં ગુ ુયાત્ સ્વર્ગગમ:” સ્વર્ગની ઇચ્છાવાળાએ અગ્નિહોત્ર કરવો. “શિદોમેન યમાગમમિગતિ' (મૈગ્રુપનિષદ્ ૬-૩૬) અગ્નિષ્ટોમ યજ્ઞવડે તે યમના રાજ્યને જીતે છે, મેળવે છે. ઇત્યાદિ સ્વર્ગીય ફળ સૂચવનાર વેદપદો પણ અસંબદ્ધ થશે, કેમકે તારા અભિપ્રાયે મનુષ્ય મરીને દેવ થાય જ નહિ. “પુરુષો મૈં પુરુષત્વમસ્તુતે, વશવ: પશુત્વ પુરૂષ મરીને પુરૂષપણું જ પામે છે, અને પશુઓ મરીને પશુપણું જ પામે છે. એ વેદપદોનો અર્થ આ પ્રમાણે છે, કે જે કોઇ પુરૂષ આ જન્મમાં સ્વભાવથી જ ભદ્ર, વિનીત-મત્સર રહિત હોય, તે મનુષ્યનામ અને મનુષ્યગોત્રનું કર્મ બાંધીને મરણ પામ્યા પછી મનુષ્યત્વ પુરૂષત્વ પામે છે, પરન્તુ સર્વ મનુષ્યો નિયમા એમ જ થાય છે એમ નહિ. અન્યકર્મવશાત્ અન્યગતિમાં કોઇ જુદા જ રૂપે પણ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે કોઇક પશુઓ પણ માયા વિગેરે દોષને લીધે પશુનામ અને પશુગોત્ર કર્મ બાંધીને પરભવમાં પશુ થાય છે, પણ સર્વ પશુઓ એ પ્રમાણે પશુ જ થાય છે, એમ નહિ, કેમકે જીવની ગતિ કર્મને આધીન છે. આ પ્રમાણે પરમકૃપાળુ જગદીશ્વર મહાવીરદેવે સુધર્મસ્વામીના સંશયનો નાશ કર્યો, એટલે સુધર્મસ્વામિએ પોતાના પાંચસો શિષ્યો સહિત ભગવંત પાસે દીક્ષા લીધી: ૧૮૦૦-૧૮૦૧. ॥ ઇતિ પંચમગણધરવાદ સમાસઃ ॥ હવે છઠ્ઠા ગણધરનું આગમન અને સંશયનું પ્રકાશન :(१६५) ते पव्वइए सोउं मंडिओ आगच्छड़ जिणसगासं । વધ્વામિ વંદ્વામિ પંવિત્તા પન્નુવાસામિ ||૮૦૨।૬। (૬૬) ગામટ્ટો ય નિોળ બાફ–ગરા-મળવળમુળ । नामेण य गोत्तेण य सव्वण्णू सव्वदरिसीणं ॥ १८०३।।६१९।। (१६७) किं मन्ने बंध - मोक्खा संति न संति त्ति संसओ तुझं । वेयपयाण य अत्थं न याणसी तेसिमो अत्थो || १८०४ ||६२० | તેણે દીક્ષા લીધી, એમ સાંભળીને મંડિકનામા દ્વિજોપાધ્યાય ભગવંત પાસે આવે છે, તે વિચારે છે કે હું ત્યાં જાઉં, તેમને વાંદુ, વંદન કરી સંશય નિવારીને તેમની પર્યુપાસના કરૂં તેઓ ત્યાં ગયા એટલે જન્મ-જરા-અને મરણથી મૂકાયેલા સર્વજ્ઞ-સ્વદર્શી એવા મહાવીર જિનેશ્વરે તેમને નામ અને ગોત્રથી બોલાવ્યા. બોલાવીને કહ્યું કે હે મંડિક ! તું એમ માને છે કે બન્ધ અને મોક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy