SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ચોથા ગણધરનો વાદ. [૧૦૩ હેતુરૂપ અશુભ પરિણામ તે હિંસા કહેવાય છે અને જેને તેના પરિણામરૂપ હેતુ ન હોય, તેને જીવઘાત થયા છતાં પણ હિંસા નથી કહી. જેમ વીતરાગને ભાવશુદ્ધિથી શબ્દાદિ વિષયો પ્રીતિજનક નથી થતા, તેમ શુદ્ધ પરિણામવાળાને જીવઘાત થયા છતાં પણ તે હિંસાનું નિમિત્ત નથી થતા. ૧૭૬૬-૧૭૬૭-૧૭૬૮. રાગદ્વેષ રહિત ભગવંત વીતરાગદેવને જેમ શબ્દ-રૂપ વગેરે ઈષ્ટ વિષયો પ્રીતિજનક નથી થતા અથવા જેમ શુદ્ધાત્માને માતા સ્વરૂપવતી છતાં તેના પર વિષયાભિલાષ નથી થતો; તેમ શુદ્ધપરિણામવાળા યતનાવત્ત મુનિને જીવઘાત થયા છતાં પણ તે હિંસાનું કારણ નથી થતો. માટે બાહ્ય નિમિત્ત એ અશુભ પરિણામ ઉત્પન્ન કરવામાં અનેકાન્તિક છે. આથી હે વ્યક્ત ! પૃથ્વી આદિ પાંચે ભૂતો છે, એમ અંગીકાર કર, અને તેમાંના પ્રથમના ચાર સચેતન છે, એમ પણ કબૂલ કર. વળી “નોર્મ તે સવર્તન” આ સર્વ સ્વપ્ન જેવું છે, ઈત્યાદિ વેદપદોથી જે કહ્યું છે, તે ભવભયથી ઉગ પામેલા ભવ્યજીવોને સ્ત્રી-પુત્ર-ધન વગેરેની અસારતા જણાવીને તેવા ભવ્યાત્માઓ ધનાદિ વસ્તુ ઉપરની આસક્તિ તજી દઈને મુક્તિ માટે યત્ન કરે, એટલા માટે કહ્યું છે ; પણ તેથી સર્વ ભૂતોનો અભાવ નથી કહ્યો; માટે હે સૌમ્ય ! તું તારા મનનો સંશય મૂકી દે, અને ભૂતોનું અસ્તિત્વ અંગીકાર કર. ૧૭૬૮. એ પ્રમાણે - (१६०) छिन्नम्मि संसयम्मि जिणेण जरा-मरणविप्पमुक्केणं । सो समणो पब्बइओ पंचहिं सह खंडियसएहिं ॥१७६९॥६१३॥ જન્મ-જરા અને મરણથી મૂકાયેલા જિનેશ્વરે તેના સંશયનો છેદ કર્યો, એટલે તે વ્યક્ત સ્વામિએ પોતાના પાંચસો શિષ્યો સહિત દીક્ષા અંગીકાર કરી. ૧૭૬૯. છે. અહીં ચોથા ગણધરનો વાદ સંપૂર્ણ થયો. તે હવે પાંચમાં ગણધર સંબંધી વક્તવ્યતા કહે છે :(१६१) ते पब्बइए सोउ सुहम्म आगच्छइ जिणसगासं । वच्चामि ण वंदामि वंदित्ता पज्जुवासामि ॥१७७०॥६१४॥ (१६२) आभट्ठो य जिणेणं जाइ-जरा-मग्णविप्पमुक्केणं । नामेण य गोत्तेण य सवण्णू सव्वदरिसीणं ॥१७७१॥६१५॥ (१६३) किं मन्ने जारिसो इहभवम्मि सो तारिसो परभवेऽवि । वेयपयाण य अत्थं न याणासी तेसिमो अत्थो ॥१७७२॥६१६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy