SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦) ચોથા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ जम्म-जरा-जीवण-मरण-रोहणाऽऽहार-दोहलाऽऽमयओ । रोग-तिगिच्छाईहि य नारि ब सचेयणा तरवो ॥१७५३॥ छिक्कप्परोइया छिक्कमेत्तसंकोयओ कुलिंगो ब्व । आसयसंचाराओ वियत्त ! वल्लीवियाणाई ॥१७५४।। सम्मादओ य साव-प्पबोह-संकोयणाइओऽभिमया । बउलादओ य सद्दाइविसयकालोवलंभाओ ॥१७५५॥ मंसंकुरो ब्व सामाणजाइवकुरोवलंभाओ । तरुगण-विहुम-लवणो-वलादओ सासयावत्था ॥१७५६॥ વેલડી આદિ સચેતન છે, કારણ કે સ્ત્રીની જેમ તેઓને જન્મ-જરા-જીવન-મરણ-ક્ષતસંરોહણઆહાર-દોહદ-રોગ અને તેની ચિકિત્સા વગેરે થાય છે. વળી વ્યક્ત ! પૃષ્ટપ્રોદિકા (રીસામણી) વગેરે વનસ્પતિ સ્પર્શમાત્રથી જ કીડાની જેમ સંકોચ પામે છે, લત્તા વગેરે પોતાના આશ્રય માટે સંચાર કરે છે, શમી વગેરેમાં નિદ્રા-પ્રબોધ અને સંકોચ આદિ દેખાય છે, તથા બકુલ આદિ વૃક્ષોમાં સ્પર્શ આદિ પાંચે વિષયો પ્રાપ્ત થાય છે તેથી સચેતન માનેલા છે. વળી દરેક વનસ્પતિ તથા પરવાળાં-લવણ-પત્થર વગેરે પદાર્થો સ્વજન્મ સ્થાનમાં સચેતન છે, કેમકે માંસના અંકુરની જેમ તેમને સમાન જાતિરૂપ અંકુર પ્રાપ્ત થાય છે. ૧૭૫૩-૧૭૫૪-૧૭૫૫-૧૭૫૬. જન્મ-જરા-જીવન-મરણ-તસરોહણ-આહાર-દોહદ-રોગ-અને રોગની ચિકિત્સા જેમ સ્ત્રીને થાય છે, તેમ વનસ્પતિને પણ થાય છે, તેથી વનસ્પતિ સચેતન છે. પ્રશ્ન - “દહીં ઉત્પન્ન થયું, વિષ જીવ્યું, કસુંબો નાશ પામ્યો” એ પ્રમાણે અચેતન પદાર્થમાં પણ જીવન-મરણાદિનો વ્યવહાર કરાય છે, તો પછી ઉપરોક્ત હેતુથી વનસ્પતિ સચેતન છે, એમ કેમ કહેવાય ? ઉત્તર :- વનસ્પતિમાં ઉપર કહેલા, જન્મ જરા વગેરે સર્વ ચેતન્ય લિંગ-ચિન્હ જણાય છે, તેથી મનુષ્યની જેમ તેમાં સાચો વ્યવહાર થાય છે, અને દહીં વગેરે પદાર્થમાં તો પ્રતિનિયત કોઈક જ ઉત્પત્તિ આદિ વ્યવહાર કરાય છે, અને તે પણ ઉપચારથી, નહીં કે વસ્તુતઃ એવો વ્યવહાર થાય છે. વળી પૃષ્ટોદિકા વગેરે વનસ્પતિ કીડા વગેરેની જેમ સ્પર્શ માત્રથી જ સંકોચ પામે છે. લતા-વેલા વગેરે સ્વરક્ષણ માટે વાડ-વૃક્ષ-વંડી વગેરે ઉપર આશ્રય માટે ચડે છે. શમી વગેરે મનુષ્યની જેમ નિદ્રા-પ્રબોધ-સંકોચાદિ પામે છે. બકુલ, અશોક, કુરૂંબક, વિરહક, ચંપક, તિલક, વગેર વૃક્ષો યોગ્યકાળે શબ્દ-રૂપ-ગલ્પ-રસ- સ્પર્શરૂપ વિષયોનો અનુક્રમ ઉપભોગ કરે છે, કૂષ્માંડી, બીજોરું વગેરે વનસ્પતિને દોહદ થાય છે, તે તેમને પૂરવાથી શીઘ્ર ફળે છે. ઇત્યાદિ લક્ષણોથી વનસ્પતિ સજીવ છે એમ માનવું. વળી દરેક વૃક્ષ-પરવાળાં-સિંઘવ-પત્થર વગેરે પોતાની ઉત્પત્તિના સ્થળોમાં સચેતન છે. જેમ હરસ અથવા મસાના માંસના અંકુર પુનઃ ઉત્પન્ન થાય છે, તેમ તે પરવાળા આદિ પદાર્થો પણ છેદી નાંખ્યા હોય છે, છતાં પુનઃ તે સ્થળે તેના પણ અંકુર ઉત્પન્ન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy