SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮]. નામનયનો વિચાર [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પણ એમ જ કહીએ છીએ કે વિચારપૂર્વક આપ્તપ્રામાણિક પુરૂષે કહેલા શબ્દથી જ વસ્તુ પ્રાપ્તિ અવશ્ય થાય. અહી યુક્તિ તો નામ અને પ્રત્યક્ષાદિ બેઉમાં સમાન છે. ૬૧. વળી જો નામને વસ્તુધર્મ ન માનવામાં આવે, તો બીજા પણ દોષોનો પ્રસંગ આવે છે. તે દોષી જણાવવા માટે કહે છે. संसय-विवज्जया वाऽणज्झवसाओऽहवा जदिच्छाए । होज्जऽत्थे पडिवती न वत्थुधम्मो जओ नामं ॥६२॥ वत्थुस्स लक्ख-लक्खण-संववहाराऽविरोहसिद्धीओ। अभिहाणाऽहीणाओ, बुद्धी सहो य किरिया य ॥६३।। જો નામ વસ્તુનો ધર્મ ન હોય તો સંશય વિપર્યય અનધ્યવસાય અને વદેચ્છાથી અર્થ પ્રતિપત્તિ-જ્ઞાન થાય; તથા જગતમાં લક્ષ્ય-લક્ષણ અને સંવ્યવહારની સિદ્ધિઓ તેમજ બુદ્ધિ-શબ્દને ક્રિયા, એ સર્વ અભિધાન-નામને આધીન છે. ૬૨-૬૩. જો નામ એ વસ્તુધર્મ ન હોય તો ઘટ એવો શબ્દ કહેવાથી તે સાંભળનારાને “આ મનુષ્ય શું કહ્યું.” એવો સંશય થાય, પણ ઘટની પ્રતિપત્તિ-જ્ઞાન ન થાય, અથવા ઘટ એમ કહેવાથી પેટની પ્રતિપત્તિરૂપ વિપર્યય થાય, અથવા કોણ જાણે એણે શું કહ્યું એવો અનધ્યવસાય થાય, અથવા ઘટ શબ્દથી કોઈવાર ઘટની પ્રતીતિ થાય, ને કોઈવાર પટની પ્રતીતિ થાય, કોઈવાર ખંભાદિની પ્રતીતિ થાય, એ રીત-ગમે તેમ યદચ્છાથી પદાર્થની પ્રતીતિ થાય. આ પ્રમાણે જો નામને વસ્તુ ધર્મ ન માનીએ તો દોષો આવે. એવી રીતે નામને વસ્તુધર્મ ન માનવાથી નુકસાન જણાવીને હવે નામને વસ્તુનો ધર્મ આખું જગત માને છે, તે સાબીત કરવા કહે છે, કે વળી જીવત્યાદિ લક્ષ્ય, ઉપયોગાદિ લક્ષણ, લાવવું મોકલવું આદિ સંવ્યવહાર, પદાર્થનો નિશ્ચય કરવારૂપ બુદ્ધિ, ઘટ-પટ આદિ ધ્વનીરૂપ શબ્દ અને ઉછાળવું-ફેંકવું આદિ ક્રિયા એ સર્વ નામને જ આધીન છે, એટલે કે તે સર્વનો વ્યવહાર નામથી જ થાય છે, માટે નામ એજ વસ્તુ છે. આ પ્રમાણે નામ અથવા શબ્દનયે પોતાનો મત પ્રતિપાદન કર્યો, એટલે હવે સ્થાપનાનય કહે છે કે - ૩ી વિથ મg-દ-વત્યુ-વિરા-હર્તા-ડમિડું . आगारमयं सव्वं, जमणागारं तयं नत्थि ॥६४॥ न पराणुमयं वत्थु, आगाराऽभावओ खपुष्पं व । उवलंभ-व्यवहाराऽभावाओ नाणगारं च ॥६५॥ મતિ-શબ્દ-વસ્તુ-ક્રિયા-ફળ અને અભિધાન (નામ) એ સર્વ આકારમય હોવાથી, વસ્તુમાત્ર આકારમય છે. જે અનાકાર છે તે વસ્તુ જ નથી. વળી આકાશ પુષ્પની જેમ આકાર નહિ માનનાર ૧. નિશ્ચય વિનાનું બેઉ પક્ષનું જ્ઞાન થાય તેને સંશય કહેવાય છે. પદાર્થથી ઉલટું જ્ઞાન થાય તે વિપર્યય કહેવાય છે. પદાર્થના સ્વરૂપનો ખ્યાલ ન.આવે, એવું સામાન્ય જ્ઞાન તે અનધ્યવસાય કહેવાય છે. કોઈવાર ઘટ શબ્દ સાંભળીને ઘટનું જ્ઞાન થાય અને કોઈક વખત ઘટ શબ્દ સાંભળીને પટનું જ્ઞાન થાય ત્યારે તેને યદચ્છા કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy