SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર માહણ ઉત્પત્તિ આદિ. [૫૮૯ एएहिं अद्धभरहं, सयलं भुत्तं सिरेण धरिओ अ । पवरो जिणिंदमउडो, सेसेहिं न चाइओ वोढुं ॥३६४।। अस्सावगपडिसेहो, छटे छटे अ मासि अणुओगो । कालेण य मिच्छत्तं, जिणंतरे साहुवोच्छेओ ॥३६५॥ તે પછી અન્યદા કોઈ વખત ગ્રીષ્મઋતુમાં ગરમીથી વ્યાપ્ત શરીરવાળો તે અસ્નાન (નહીં નહાવું તે) પરિસહવડે (સંયમથી) ત્યજાએલો આ પ્રમાણે કુત્સિતલિંગનું ચિંતવન કરવા લાગ્યો. ગુણરહિત અને સંસારની આકાંક્ષાવાળો હું મેરૂપર્વત સમાન ભારવાળા સાધુના ગુણો ધારણ કરવાને મુહૂર્ત માત્ર પણ સમર્થ નથી. એ પ્રમાણે વિચારતાં તેને સ્વમતિ ઉત્પન્ન થઇ, કે મેં ઉચિત ઉપાય પ્રાપ્ત કર્યો, મને શાશ્વત બુદ્ધિ થઈ. નિભૂત (મનના અશુભ વ્યાપાર ચિંતનના ત્યાગવાળા) સંકુચિત અંગવાળા ભગવાન શ્રમણો ત્રણ દંડથી વિરામ પામેલા છે, અને હું તો અજીતેંદ્રિય તથા દંડથી વિરામ નહિ પામેલો હોવાથી મારું ચિહ્ન (લિંગ) ત્રિદંડ હો શ્રમણો લોચવડે અને ઇન્દ્રિયવડે મુંડ અને હું અસંમત છું તેથી અન્નવડે મુંડન અને શિખાવાળો થઇ, તેમજ સ્થૂલ પ્રાણિવધથી મારે હમેશાં - વિરમણ હો. સાધુઓ અકિંચન હોવાથી નિષ્કચન છે, (હું તેવો નથી તેથી) મારે કિંચન (સુવર્ણાદિ) હો, વળી શ્રમણો શીલવડે સુવાસીત છે, અને હું તો શીલવડે દુર્ગધ છું, સાધુઓ મોહરહિત છે અને હું મોહથી આચ્છાદિત છું તેથી મારે છત્ર હો. સાધુઓ ઉપાનહ (જોડા) રહિ છે, મારે ઉપાનહ (જોડા) હો. સાધુઓ શ્વેત વસ્ત્રવાળા અને વસ્ત્ર વિનાના છે, મારે ધાતુથી રંગેલા વસ્ત્ર હો. કેમકે કષાયથી કલુષિતમતિવાળો હું છું, તેથી તે વસ્ત્રો મને યોગ્ય છે. પાપભીરુ હોવાથી સાધુઓ બહુ જીવોથી સમાકુલ જળના આરંભનો ત્યાગ કરે છે, મારે પરિમિત જલવડે સ્નાન અને પાન હો. એ પ્રમાણે રૂચિત મતિવાળા તેણે સ્વમતિથી વિકલ્પિત તેના હિતકારી એવા હેતુથી યુક્ત એવું પરિવ્રાજક લિંગ પ્રવર્તાવ્યું. પછી તેવા પ્રકારનું પ્રગટરૂપ જોઇને ઘણા માણસો તેને ધર્મ પૂછતાં, તેથી તે તેઓને ઉત્તરમાં સાધુઓનો ક્ષાત્યાદિ ધર્મ સારી રીતે કહેતા. ધર્મકથાથી બોધ પામી આવેલા શિષ્યો ભગવન્તને આપતા, અને ગામ-નગરાદિને વિષે સ્વામિની સાથે તે વિચરતા. તે પછી અષ્ટાપદ પર્વત પર ભગવન્તનું સમવસરણ થયું. ભરત મહારાજ આહાર લાવ્યા, ભગવત્તે તે ગ્રહણ ન કર્યો, ઇન્દ્ર અવગ્રહ પૂછુયો, ભગવત્તે તે કહ્યો, ઇન્દ્રનું રૂપ જોવાની ભરત રાજાની ઇચ્છા થવાથી ઇન્દ્ર અંગુલી બતાવી, તે બાબતનો ઓચ્છવ કર્યો ત્યારથી ઇન્દ્રધ્વજોત્સવ પ્રવર્યો, લાવેલા આહારને શું કરું? એમ ભરતે પૂછવાથી ઇન્દ્ર કહ્યું કે તારાથી જે અધિક હોય તેઓને આપ, વિચાર કરતાં “શ્રાવકો મારાથી અધિક છે” એમને તે આપ્યો, જમ્યા પછી ભારત રાજાના કહેવાથી તેઓ કહેતા કે “તું જિતાયો છે, ભય વધે છે” કાકિણીરત્નથી શ્રાવકનાં ચિન્હ કર્યા, આ પ્રમાણે આઠ પાટ લગી ચાલ્યું અને ધર્મનું પ્રવર્તન પણ આઠ તીર્થકર સુધી ચાલ્યું. ભરત પછી આદિત્યયશા, મહાયશા, અતિ બળ, બળભદ્ર, બળવીર્ય, કાર્તવીર્ય, જળવીર્ય, અને દંડવીર્ય રાજાઓ થયા, તેમણે સકળ અર્ધભરત ભોગવ્યું, અને જિનેશ્વરનો શ્રેષ્ટમુકુટ મસ્તકે ધારણ કર્યો, બીજા વડે તે ધારણ કરી શકાયો નહિ. પછી જે શ્રાવક ન હતા તેમનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy