SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] મંગળના ચાર નિક્ષેપા [ ૨૧ ઇષ્ટ અર્થવાળા ધાતુને પ્રત્યય લગાડીને મંગળશબ્દ સિદ્ધ કરવો જેમ કે -મ-મ-મ-મુમ- ઇત્યાદિ ધાતુને ૩ પ્રત્યય જોડવાથી મંગળ શબ્દ સિદ્ધ થાય છે. તેની વ્યુત્પત્તિ અનુક્રમે આ પ્રમાણે થાય છે. જે વડે શાસ્ત્ર શોભાવાય (શોભે) (મારે) તે મંગળ, જેથી વિષ્નાભાવનો નિશ્ચય કરીએ (મચ) તે મંગળ, જેથી હર્ષ થાય (માઘત્તિ) તે મંગળ, જેથી નિશ્ચિત્તપણે શાસ્ત્રનો પાર પમાય (મોત્તે) તે મંગળ, જેથી પૂજાય (મહાને) તે મંગળ, અથવા મને જે ભવથી એટલે સંસારથી દૂર કરે (તેનાથી છોડાવે) (માં માનત) તે મંગળ, જેથી શાસ્ત્રમાં વિઘ્ન ન થાય (મા મૂત્ નિ:) તે મંગળ, જેમાં શાસ્ત્રનો નાશ ન થાય (માં મૂહુ તિ:) તે મંગળ, અથવા સમ્યગદર્શનાદિ મોક્ષમાર્ગ પમાડનાર હોવાથી (માતથના) મંગળ, ઇત્યાદિ વ્યાકરણશાસ્ત્રના અનુસાર મંગળશબ્દના અનેક અર્થ શબ્દાર્થ જાણનારાઓ કહે છે. પદાર્થની વ્યાખ્યા તત્ત્વ, પર્યાય અને ભેદથી કરવી જોઈએ; તેમાં તત્ત્વ એટલે સ્વરૂપ, તે જણાવવા મંગળ શબ્દનો અર્થ કહ્યો અને પર્યાય એટલે મંગળ-શાન્તિવિપ્નો નાશ ઇત્યાદિ મંગળશબ્દના અનેક પર્યાયો છે, તે સ્વયં જાણી લેવા. તથા ભેદ એટલે મંગળના પ્રકારો તે શાસ્ત્રકાર બતાવે છે, તે ચાર પ્રકારે છે, નામમંગળ-સ્થાપનામંગળ-દ્રવ્યમંગળ અને ભાવમંગળ એમ ચાર પ્રકારે છે. તેમાં નામમંગળનું સ્વરૂપ જણાવવા પ્રથમ “નામનિપાનું” સામાન્યથી લક્ષણ કહે છે. पज्जायाउणभिधेयं, ठिअमण्णत्थे तयत्थनिवेक्खं । जाइच्छिअं च नाम, जावद्दव्वं च पाएण ॥२५।। અસલ વસ્તુના પર્યાયોથી જેનો વ્યવહાર ન થાય, મૂલશબ્દના અર્થથી બીજા અર્થમાં સ્થિત, મૂલ અર્થથી નિરપેક્ષ, ઈચ્છા મુજબ સ્થાપન કરેલ એવું, અને ઘણું કરીને જયાં સુધી દ્રવ્ય હોય ત્યાં સુધી રહે તે નામ કહેવાય છે. ૨૫. * * (૧) જેમ કોઈ બાળકનું ઇન્દ્ર નામ પાડવામાં આવે, તો તે નામ ઇન્દ્ર કહેવાય છે, તે ઇન્દ્ર નામ તેના પાકશાસન શતમુખ-શક્ર-પુરન્દર-હરિ વગેરે પર્યાયોથી ન કહેવાય. પરંતુ તે નામવાળી વ્યક્તિના અર્થાત્ બાળકના ર્શરીર સંબંધી ધર્મનો ઇન્દ્ર નામમાં ઉપચાર કરવામાં આવે છે, અને તે નામવાળી વ્યક્તિનું શરીર માત્ર એક ઇન્દ્રરૂપ સાંકેતીક શબ્દથી જ બોલાવાય છે. (પણ તે બાલક ઉપરોકત તેના પર્યાયોથી ન બોલાવાય.) વળી એ ઇન્દ્ર નામ સભાવથી (ખરા અર્થથી) તો અન્ય સ્થળે એટલે પરમૈશ્વર્યાદિ યુક્ત દેવોના અધિપતિનું જ હોય, અને બાળકમાં તો તે ઈંદ્ર નામના અર્થની અપેક્ષા રહિત કેવળ સાંકેતિક જ હોય, પણ સદ્ભાવથી તો તે ઇન્દ્રનામ અન્વર્થવાળામાં હોય એટલે કે પરમેશ્વર્યાદિરૂપ ખરો અર્થ સ્વર્ગાધિપમાં છે, તેથી તે ઇન્દ્ર નામ તે દેવાધિપમાં અન્વર્થવાળો કહેવાય. તેથી શક્રપુરન્દર આદિ પર્યાયોથી અનભિધેય, તેના અર્થથી નિરપેક્ષ અને સભાવથી અન્ય અર્થમાં રહેલ હોય, અથવા અન્વર્થ હોય એટલે સાર્થક હોય તે “નામ” કહેવાય છે. (૨) તથા યદચ્છાથી એટલે ગમે તેવું અર્થ વિનાનું પણ કોઈનું કંઈ નામ કરાય તે પણ “નામ” કહેવાય છે. જેમ કે ડિત્થ-ડવિત્થ વિગેરે. આ ઉભય પ્રકારના લક્ષણથી કરેલું નામ ઘણું કરીને જયાં સુધી દ્રવ્ય હોય ત્યાં સુધી હોય છે. જેમ કે = મેરૂદ્વીપ-સમુદ્ર વિગેરે શાશ્વતા પદાર્થોના નામો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy