SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૪] ક્ષેત્ર અને કાળ નિર્ગમ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ બાળકરૂપ ગર્ભની ઉત્પત્તિ તે મિશ્રદ્રવ્યનિર્ગમ, કેમકે બાળકના કેશ, નખ વિગેરે અચિત્ત હોય છે અને શેષ અવયવો ચિત્ત હોય છે, તેથી તે મિશ્રદ્રવ્ય કહેવાય. અને સ્ત્રીના શરીરથી રૂધિરની ઉત્પત્તિ તે અચિત્તદ્રવ્યનિર્ગમ જાણવો, એમ મિશ્રદ્રવ્યથી સચિત્તાદિ ત્રિવિધ દ્રવ્યનિર્ગમ છે. તથા કાષ્ઠથી કૃમિની ઉત્પત્તિ તે અચિત્ત દ્રવ્યથી સચિત્તદ્રવ્યનિર્ગમ, ઘુણાની ઉત્પત્તિ તે મિશ્ર દ્રવ્ય નિર્ગમ, અને ઘુણાએ ખોતરીને કાષ્ટનું ઝીણું ચૂર્ણ કર્યું હોય તે અચિત્તદ્રવ્યનિર્ગમ. એ પ્રમાણે અચિત્તદ્રવ્યથી સચિત્તાદિ ત્રિવિધ દ્રવ્ય નિર્ગમ જાણવો. વળી વિકલ્પના વશથી સદ્ભૂતપ્રકારે અથવા ઉપચારથી જે દ્રવ્યનો જે દ્રવ્યથી નિર્ગમ થાય, તે પણ ત્યાં દ્રવ્યનિર્ગમ કહેવાય. જેમ કે દૂધમાંથી ઘી વિગેરેની ઉત્પત્તિ તે વિકલ્પવશાત્ સદ્ભાવપણે દ્રવ્યનિર્ગમ કહેવાય, અહીં ભૂમિમાંથી સંમૂર્ણિમ તીડની ઉત્પત્તિ પેઠે દૂધમાંથી ઘી નીકળતું જણાતું નથી, પણ ઘી આદિના પરિણામ કારણપણે દૂધ જણાય છે, તેથી વિકલ્પવશાત્ સદ્ભાવથી દ્રવ્ય નિર્ગમ કહેવાય છે, તથા રૂપીયાથી ભોજન વિગેરેની ઉત્પત્તિ તે ઉપચારવડે દ્રવ્યનો નિર્ગમ કહેવાય છે. એ પ્રમાણે બીજું પણ સર્વ યથાસંભવ પોતાની બુદ્ધિથી વિચારીને કહેવું. ૧૫૩૪-૧૫૩૫-૧૫૩૬. હવે ક્ષેત્ર નિર્ગમ કહે છે. खेत्तस्स विनिग्गमणं, सरुवओ नत्थि तं जमक्किरियं । खेत्ताओ खेत्तम्मि व, हवेज्ज दव्वाइनिग्गमणं ।।१५३७ ।। उवयारओ व खेत्तस्स, निग्गमो लोगनिक्खुडाणं च । लद्धं विनिग्गयंति य, जह खेत्तं राउलाउत्ति ।। १५३८ ।। સ્વરૂપથી ક્ષેત્રનો નિર્ગમ નથી, કેમકે તે ક્રિયા રહિત છે, પણ ક્ષેત્રથી અથવા ક્ષેત્રમાં દ્રવ્યાદિનો નિર્ગમ થાય. અને ઉપચારથી તો ક્ષેત્રનો નિર્ગમ થાય છે, જેમ કે લોક ક્ષેત્રથી નિષ્કુટ નીકળ્યા, અથવા રાજમહેલથી ક્ષેત્ર પ્રાપ્ત થયું, અથવા નીકળ્યું. ૧૫૩૭-૧૫૩૮. જેમ ઉપર દૂધથી ઘી નીકળવાને અંગે દ્રવ્યનો નિર્ગમ કલ્પનાથી કહેવાય છે, પણ સ્વરૂપથી નથી કહેવાતો; તેમ ક્ષેત્રનો નિર્ગમ પણ સ્વરૂપથી નથી, કારણ કે તે અક્રિય છે. પરંતુ ક્ષેત્રથી દ્રવ્ય નિર્ગમન થાય છે, જેમ કે આયુક્ષયાદિ સમયે ઉર્ધ્વ યા અધોલોકાદિ ક્ષેત્રમાંથી દેવ-નાકાદિ દ્રવ્યનો નિર્ગમ થાય છે. વળી ક્ષેત્રમાં ધાન્યાદિ દ્રવ્યનો પણ નિર્ગમ થાય છે. આ રીતે ક્ષેત્રથી દ્રવ્યનો નિર્ગમ થાય છે, પરંતુ ક્ષેત્રથી કે ક્ષેત્રનો નિર્ગમ સ્વરૂપથી નથી થતો, ઉપચારથી-કલ્પના માત્રથી થાય છે, લોકક્ષેત્રથી નિષ્કુટ નીકળ્યા, એ નિષ્કુટો સ્વરૂપથી અવસ્થિત છે, તેમની નિર્ગમ ક્રિયા નહિ હોવા છતાં પણ નીકળ્યા હોય એમ જણાય છે, તેથી તેમાં નિર્ગમનો ઉપચાર કરાય છે. તથા રાજમહેલથી ક્ષેત્ર પ્રાપ્ત થયું, અથવા નીકળ્યું, દુઃષમાદિ કાળથી-દુકાળના ઉપદ્રવથી ભરતાદિ ક્ષેત્ર નીકળ્યું. ૧૫૩૭-૧૫૩૮. હવે કાળનિર્ગમનું સ્વરૂપ કહે છે. Jain Education International कालोऽवि दव्वधम्मो, निक्किरिओ तरस निग्गमो पभवो । तत्तो च्चिय दव्वाओ, पभवइ-काले व जं जम्मि ।। १५३९ ।। For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy