SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૦] નયોનો ઉપસંહાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ઉપયોગવાન્ ન કહેવાય, અને સ્ત્રી ઉપયોગવાન્ હોવાથી સ્ત્રી માનીએ, તો તે પુરૂષ ન કહેવાય, પરંતુ સ્ત્રી જ કહેવાય. જો તેમ માનવામાં ન આવે, તો સ્ત્રી ઉપયોગવાન્ ન કહેવાય, સ્ત્રી ઉપયોગવાન્ હોય, ત્યાં પુરૂષત્વનો સર્વથા વિરોધ હોય છે. મતલબ કે જો સ્ત્રીવિજ્ઞાનમયસ્ત્રીઉપયોગવાન્ છતાં પણ સ્ત્રી ન કહેવાય, અને પુરૂષ અથવા નપુંસક કહેવાય, તો એવો કોઈ ભિન્નલિંગના ઉપયોગવાળો પદાર્થ જ ગધેડાના શીંગડાની પેઠે ત્રણ લોકમાં નથી. અર્થમાં અનુપયોગી રહીને સ્ત્રીનો નિર્દેશ કરનાર પુરૂષ, પુરૂષ કહી શકાશે, એમ કોઈ કહે, તો તે પણ અયોગ્ય છે, કારણ કે એ પ્રમાણે નિર્દેશ કરનાર-વક્તા ધટાદિની જેમ ઉપયોગ રહિત હોવાથી અજ્ઞાની કહેવાય, અને તેથી ઉન્મત્ત મનુષ્યના વચનની જેમ તેનું વચન ઉપયોગ રહિત હોવાથી નિર્દેશ ન કહેવાય, કારણ કે ઉપયોગપૂર્વક નિશ્ચય કરીને બોલવું, તેને જ પંડિતો નિર્દેશ કહે છે. અથવા જ્યાં નિશ્ચિત ભાષણ હોય ત્યાં જ નિર્દેશ કહેવાય, એવો નિર્દેશ ઉપયોગ રહિત વક્તાને હોઈ શકે નહિ. છતાં એ પ્રમાણે ઉપયોગવાળા વાક્યને નિર્દેશ માનવામાં આવે, તો તે નિર્દેશ કરનાર દેવદત્તાદિ વક્તા ઉપયોગ રહિત ન કહી શકાય, અને જો તે ઉપયોગ રહિત કહેવામાં આવે, તો તે નિર્દેશ તેનો ન કહેવાય. તાત્પર્ય એ છે કે - “ઉપયોગ રહિત હોય ને નિર્દેશ કરનાર હોય” એ પ્રમાણેની માન્યતા શબ્દનયના મતે અવસ્તુ જ છે, અર્થાત્ અચેતન આત્મા, અશ્રાવ્ય ઈત્યાદિની પેઠે ઉપરોક્ત માન્યતા અત્યંત વિરૂદ્ધ હોવાથી શબ્દનય તેને વસ્તુ જ નથી કહેતો. આ ઉપ૨થી શબ્દનયનો મત એવો છે કે જે પુરૂષાદિ વક્તા, જે જે સ્ત્રીઆદિ અર્થનો તદુપયોગવાન્ થઈને નિર્દેશ કરે છે, તે તે વક્તા તે તે વાચ્ય-અર્થમય થાય છે, કારણ કે તે વક્તા વાચ્યમાં ઉપયોગવાન્ હોવાથી તેનાથી અભિન્ન બને છે, માટે વક્તા અને વાચ્ય અર્થનો નિર્દેશ આ શબ્દનયના અભિપ્રાયે એકજ લિંગે થાય છે. ૧૫૨૩-૧૫૨૮. શબ્દ, હવે એ પ્રમાણે ભિન્ન ભિન્ન નયોના અભિપ્રાય બતાવીને સત્યાસત્યનો વિભાગ બતાવે છે. सामाइओवउत्तो, जीवो सामाइयं सयं चेव । निद्दिस जओ सव्वो, समाणलिंगो स तेणेव ।।१५२९ ।। ય સબનયમવાડું, પત્તિવિસયાડું, સમુદ્દિયારૂં તુ । जणं बज्झ-भंतरनिद्देसनिमित्तसंगाहि || १५३०॥ સામાયિકમાં ઉપયોગવાળો જીવ સામાયિક જ છે, અને તેથી તે સામાયિકનો નિર્દેશ કરતાં પોતાને જ નિર્દેશ કરે છે. કેમકે સર્વ નિર્દેશકનો નિર્દેશ સામાયિકના સમાનસિંગે થાય છે. એ પ્રમાણે સર્વ નયના અભિપ્રાયો એકેક અંશગ્રાહી છે, અને એ સર્વ સમુદિત હોય, તો બાહ્ય અને અભ્યન્તર નિમિત્તનો સંગ્રહ કરનાર સંપૂર્ણ વસ્તુગ્રાહી જૈનમત થાય છે. ૧૫૨૯ થી ૧૫૩૦. અહીં પ્રસ્તુતમાં નિર્દેશ કરવા યોગ્ય સામાયિકમાં ઉપયોગવાન્ આત્મા સામાયિક જ થાય છે, અને તેથી તે સામાયિકનો નિર્દેશ કરતાં પોતાનો જ નિર્દેશ કરે છે. કારણ કે સ્ત્રી-પુરૂષ અથવા નપુંસક નિર્દેશ કરનાર આત્મા, સામાયિકમાં ઉપયોગવાન્ હોવાથી, સામાયિક સમાન લિંગવાળો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy