SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) સામાયિકનાં લિંગ અંગે સંગ્રહ વ્યવહાર. [૫૪૫ अहवा निद्दिढत्थस्स, पज्जओ चेव तं सधम्म व्व । तप्पच्चयकारणओ घडस्स रुवाइधम्म व्व ॥१५१२॥ પ્રદીપની પેઠે અર્થથીજ વચન સ્વરૂપને પામે છે, તેથી સંગ્રહ અને વ્યવહારનય નિર્દેશ્યની અપેક્ષાએ જ વચન કહે છે. અથવા જેમ રૂપાદિ ધર્મો ઘટપ્રત્યયના કારણભૂત છે. તેમ પેઠે વચન પણ અર્થના પ્રત્યયનું કારણ હોવાથી તે અર્થનો પર્યાય છે. ૧૫૧૧-૧૫૧૨. ઘટાદિ વાચ્ય વસ્તુથી જ વાચક એવું વચન પોતાના સ્વરૂપને પામે છે. નહીં તો નથી પામતું, જેમ પ્રગટ કરવા યોગ્ય અર્થને પ્રગટ કરતો હોવાથી જ પ્રદીપ કહેવાય છે, પરંતુ જો પ્રગટ કરવા ય વસ્તુ જ ન હોય, તો તે કોની અપેક્ષાએ પ્રદીપ કહેવાય ? ન જ કહેવાય; તેથી જેમ પ્રગટ કરવા યોગ્ય અર્થની અપેક્ષાથી જ પ્રદીપ આત્મસ્વરૂપને પામે છે, તેમ ઘટાદિ વાચ્ય અર્થની અપેક્ષાએ જ ઘટાદિ વચન-શબ્દ આત્મસ્વરૂપને પામે છે. આ કારણથી સંગ્રહ અને વ્યવહાર નય, નિર્દેશ્ય, વાચ્ય વસ્તુને આધીન વચન છે, એમ કહે છે. અહીં સાવધવિરતિ રૂપ અર્થ, સામાયિક શબ્દનો વાચ્ય અર્થ છે, અને તે રૂઢિથી નપુંસકપણે પ્રસિદ્ધ છે, તેથી સંગ્રહ અને વ્યવહાર નય સામાયિકને નપુંસક લિંગે જ માને છે. અથવા સામાયિક યુક્ત સ્ત્રી, પુરૂષ કે નપુંસક હોય, તો તે સામાયિકના પરિણામથી અભિન્ન હોવાને લીધે સામાયિકરૂપ અર્થ સ્ત્રી આદિ રૂપ હોવાથી વાચ્યવશાત્ સામાયિકને ત્રણે લિંગે સંગ્રહ અને વ્યવહાર માને છે. અથવા વચન-શબ્દ એ વસ્તુની પ્રતીતિનું કારણ હોવાથી તે વાચ્ય-વસ્તુનો પર્યાયજ છે. જેમ ઘટાદિના આકાર વિગેરે ધર્મો, ઘટની પ્રતીતિનાં કારણો છે, અથવા ઘટના રૂપ વિગેરે ઘટની પ્રતીતિનાં કારણો છે, તેથી તે તેના પર્યાય છે, તેમ તે પણ તેના પર્યાય છે. “જે જેની પ્રતીતિનું કારણ હોય, તે તેના સ્વપર્યાય છે.” આથી વચન અથવા શબ્દ એ વાચ્ય વસ્તુનો પર્યાય છે, અને પર્યાય તે પર્યાયવાળાને આધીન જ હોય છે, તેથી ઉપર કહ્યા મુજબ નિર્દેશ્યની અપેક્ષાએજ નિર્દેશ કરવો યોગ્ય છે. ૧૫૧૧-૧૫૧૨. આ સંબંધમાં શિષ્ય શંકા કરે છે, અને આચાર્યશ્રી તેનો ઉત્તર આપે છે. वयणं विण्णाणफलं, जइ तं भणिएऽवि नत्थि किं तेणं ? । अण्णत्थ पच्चए वा, सव्वत्थ वि पच्चओ पत्तो ॥१५१३॥ अभिधेयसंकरो वा, जइ वत्तरि पच्चओऽणभिमएऽवि । तम्हा निद्दिवसा, नपुंसगं बेंति सामइयं ॥१५१४॥ વચન અર્થવિજ્ઞાન ફળવાળું હોય છે, તે વચન કહ્યા છતાં પણ જો અર્થજ્ઞાન ન થાય, તો તે કહેવાથી શું ? વાચ્ય અર્થ સિવાય અન્યત્ર પ્રત્યય થશે એમ કહેવામાં આવે, તો સર્વ અર્થમાં પ્રત્યય થવો જોઈએ; અથવા વક્તાએ વચન નહિ કહ્યા છતાં પણ વક્તામાં અર્થ પ્રત્યય માનવામાં આવે, તો અભિધેય સાંકર્થ થાય; માટે આ બન્ને નય નિર્દેશ્ય વશાત સામાયિકને નપુંસકલિંગે અથવા ત્રણે લિંગે માને છે. ૧૫૧૩-૧૫૧૪. પ્રશ્ન :- વચન, અર્થનો પર્યાય એ કેવી રીતે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy