SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતરી ઉપોદ્યાત દ્વાર. [૫૩૭ એ પ્રમાણે યોગ્યાયોગ્ય ગુરૂ-શિષ્યનું સ્વરૂપ બતાવીને હવે ઉપસંહાર પૂર્વક તેનું ફળ કહે છે. भणिया जोग्गाऽजोग्गा, सीसा गुरखो य तत्थ दोण्हंऽपि । पेयालियगुण-दोसो जोग्गो जोगस्स भासेज्जा ॥१४८२।। યોગ્યયોગ્ય શિષ્ય અને ગુરૂનું સ્વરૂપ કહ્યું; એ બન્નેના ગુણ-દોષનો વિચાર કરીને યોગ્ય ગુરૂએ યોગ્ય શિષ્યને સુત્રાર્થ કહેવા. હવે ઉપોદ્ધાતદાર કહેવાને પ્રસ્તાવના કહે છે. कयमंगलोवयारो, संपड़ वण्णियपसंगवखाणो । दाइयवक्खाणविही, वोच्छमुवग्घायदारविहिं ॥१४८३॥ (પૂર્વે તિત્યારે મને ઇત્યાદિ ગાથાવડ) મંગળોપચાર કરીને પ્રસંગાગત જિનપ્રવચનની ઉત્પત્તિ આદિ વ્યાખ્યાન કહ્યું, અને વ્યાખ્યાનવિધિ પણ બતાવી; હવે ઉપોદ્ધાત અને તે સંબંધી દ્વારવિધિ કહીશું. ૧૪૮૩. હવે એ દ્વાર વિધિ કહે છે. (१४०) उद्देसे निद्देसे य निग्गमे खेत्त-काल-परिसे य । कारण-पच्चय-लखण-नए समोयारणा-णुमए ॥१४८४॥ (१४१) किं कइविहं कस्स कहिं, केसु कहं केच्चिरं हवई कालं । कइ संतरमविरहियं, भवा-गरिस-फासण-निरूत्ती ॥१४८५।। (સામાયિકનો) ઉદ્દેશ-નિર્દેશ-નિર્ગમ-ક્ષેત્ર-કાળ-પુરૂષ-કારણ-પ્રત્યય-લક્ષણ-નય-સમવતાર-કયા નયને કર્યું સામાયિક સંમત છે તે રૂપ અનુમતિ, સામાયિક શું છે ? કેટલા પ્રકારે સામાયિક છે ? કોને સામાયિક હોય? ક્યાં હોય ? કોને વિશે હોય? કેવી રીતે પ્રાપ્ત થાય ? કેટલા કાળ સુધી હોય ? સામાયિક પ્રાપ્ત કરનાર કેટલા હોય? કેટલું અંતર હોય? અત્તર રહિત કેટલા કાળ સુધી તેના પ્રાપ્ત કરનાર હોય ? કેટલા ભવ સુધી સામાયિક પ્રાપ્ત થાય ? એક ભવમાં કેટલા આકર્ષ થાય ? સામાયિકવાળા કેટલા ક્ષેત્રને સ્પર્શે ? અને સામાયિકની નિરૂક્તિ ઇત્યાદિ દ્વારો કહેવાશે. ૧૪૮૩-૧૪૮૫. ઉપોદ્દાત નિયુક્તિના દ્વારા અનુક્રમે આ પ્રમાણે કહેવાશે. પ્રથમ ઉદેશ એટલે વસ્તુનું સામાન્ય નામ કહેવું છે, જેમ કે અધ્યયન. તથા નિર્દેશ એટલે વસ્તુનું વિશેષ નામ કહેવું, જેમ કે સામાયિક. નિર્ગમ એટલે સામાયિક ક્યાંથી નીકળ્યું તે કહેવાશે. ક્યા ક્ષેત્ર અને કાળમાં સામાયિક ઉત્પન્ન થયું તે કહેવાશે. કયા પુરૂષથી એ સામાયિક નીકળ્યું ? કયા કારણથી ગૌતમાદિ ગણધરો ભગવન્ત પાસે સામાયિક સાંભળે છે તે કારણ કહેવાશે. કયા પ્રત્યયથી ભગવંતે સામાયિક ઉપદેશ્ય છે ? અથવા કયા પ્રત્યયથી ગણધરો તેને સાંભળે છે તે રૂપ પ્રત્યય કહેવાશે. તથા તત્ત્વશ્રદ્ધાન એ સમ્યકત્વસામાયિકનું, જીવાદિ પદાર્થનો બોધ તે શ્રુતસામાયિકનું, અને સર્વવિરતિ-દેશવિરતિ એ ચારિત્રસામાયિકનું એમ ત્રિવિધ સામાયિકનું લક્ષણ કહેવાશે. ૬૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy