SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) કાષ્ટકમ આદિ ઉદાહરણો. [૫૧૫ (જમ સામાયિક અધ્યયનની નિયુક્તિ પર આ વિશેષાવશ્યક ભાષ્ય છે તેમ) વૃતિનું એટલે સૂત્રના વિવરણનું વ્યાખ્યાનરૂપ ભાષ્ય તે વાર્તિક કહેવાય અથવા સર્વ પર્યાયોથી જે વ્યાખ્યાન તે, તથા સૂત્ર વિવરણથી આવેલું સૂત્રાર્થકથનરૂપ વ્યાખ્યાન તે, તેમજ જે સૂરમાં જે પ્રકારે હોય તે પ્રકારે સૂત્રની ઉપર ગુરૂપરંપરાએ આવેલું જે વ્યાખ્યાન તે, વાર્તિક કહેવાય. નિશ્ચયથી તો એવું વાર્તિક ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની કરી જાણે છે, અથવા (ભદ્રબાહુ સ્વામિ આદિની પેઠે) જે યુગમાં જે પ્રધાન આચાર્ય પાસેથી (સ્થૂલભદ્રસ્વામિ આદિની પેઠે) જેણે સર્વ શ્રુત ગ્રહણ કર્યું હોય તે વાર્તિક કરી જાણે છે. ૧૪૨૨-૧૪૨૩. ભાષકદિ ત્રણેનું સ્વરૂપ બીજી રીતે કહે છે ऊणं सममहियं वा, भणियं भासंति भासगाईया । अहवा तिण्णिवि साहेज्ज कट्ठकम्माइनाएहिं ॥१४२४॥ અનુયોગાચાર્યે કહેલા વ્યાખ્યાનથી ઓછું વ્યાખ્યાન જે બીજાને કહે, તે ભાષક કહેવાય, અનુયોગાચાર્યે કહેલા વ્યાખ્યાન જેટલું જ વ્યાખ્યાન બીજાને જે કહે તે વિભાષક કહેવાય, અને અતિશય બુદ્ધિમાનું તેથી અધિક વ્યાખ્યાન કહે છે તે વાર્તિકકાર કહેવાય. અથવા આ ત્રણેનું સ્વરૂપ કાષ્ઠકર્માદિના ઉદાહરણથી કહેવું.૧૪૨૪. ઉપરોક્ત કાષ્ઠકર્માદિ સંબંધી ઉદાહરણો કહે છે. (१३५) कट्टे पोत्थे चित्ते, सिरिधरिए पोंड-देसिए चेव । भासग-विभासएऽविय, वित्तीकरण य आहरणा ॥१४२५॥ કાઠ-પુસ્ત (લેખ) ચિત્ર-ભંડારી-કમળ અને માર્ગ દેશકના ઉદાહરણો, ભાષક-વિભાજક અને વાર્તિકકાર સંબંધી જાણવાં. ૧૪૨૫. (૧) જેમ કોઈ કળાવાનું કારીગર કાષ્ઠની અંદર અમુક પ્રકારનો આકાર માત્ર કોતરી શકે છે, બીજો કોઈ તેવાં સ્થૂલ અવયવોવાળું કંઈક રૂપ કોતરી શકે છે, અને વળી ત્રીજો કોઈ વિશેષ કળાવાનું કારીગર સર્વ અવયવો યુક્ત સંપૂર્ણરૂપ ઉત્પન્ન કરી શકે છે; તેવી જ રીતે ભાષક કાષ્ઠસમાન સામાયિકાદિ સૂત્રોનો કંઈક અર્થ માત્ર કહે છે.વિભાષક તેનો તેજ અર્થ અનેક પ્રકારે વિસ્તારીને કહે છે, અને વાર્તિકકાર તેજ અર્થ સર્વ વ્યાખ્યાના પ્રકારથી અતિ વિસ્તારથી કહે છે. (૨) પુસ્ત એટલે લેપ્ય વસ્તુ, તેનું પણ કાષ્ઠની પેઠે સમજવું. (૩) ચિત્રનું દાંત આ પ્રમાણે છે,જેમ કોઈ ચિત્રકાર ભીંત આદિ ઉપર સામાન્યથી કોઇ રૂપનો આકાર માત્ર આલેખે છે, બીજો કોઇ વિશેષ કળાવાનું તેની અંદર હરતાળ આદિના રંગથી ગૌરવર્ણાદિ ભાવો બતાવે છે, અને ત્રીજો કોઈ વધારે કળાવાનું તેની અંદર સર્વ હાવભાવો બતાવી ચિત્રિતરૂપવાળાની આબેહુબ અવસ્થા બતાવે છે, આ દષ્ટાંતમાં દર્દાન્તિકની યોજના પૂર્વવત્ સમજવી. (૪) ચોથું ભંડારીનું ઉદાહરણ, જેમકે કોઇ ભંડારી “આ ભાજનમાં આટલાં રત્નો છે.” એટલું જ માત્ર જાણે, બીજો ભંડારી તે રત્નોની જાતિ પ્રમાણ વિગેરે પણ જાણે. અને ત્રીજો ભંડારી તે રત્નોના સર્વ ગુણ-દોષ પણ જાણે. આ દષ્ટાંતમાંના પહેલાબીજાને ત્રીજા ભંડારી સમાન અનુક્રમે ભાષક-વિભાષક અને વાર્તિકકાર જાણવા. (૫) આ સંબંધમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy