SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨] ભાવ અનુયોગ અનનુયોગનાં ઉદાહરણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ અરે બાઈ ! મારે તારું સઘળું દહીં લેવું છે, તું જે મૂલ્ય માંગીશ તે આપીશ, માટે ઘેર ચાલ.” તેના કહેવાથી તે બંને વેશધારી ગોપ અને ગોપાંગના શાબની પાછળ ચાલ્યા. જતાં જતાં એક શૂન્ય દેવાલયની ભૂમિ આગળ આવીને શાંબે ગોપાંગનાને કહ્યું કે “આમાં પ્રવેશ કર, અને દહીં નીચું મૂક.' વેશધારી ગોપાંગનાએ તેનો દુષ્ટ અભિપ્રાય જાણીને કહ્યું કે, “હું અંદર નહીં આવું, અહીં રહીને જ દહીં આપીશ, તે તું લે અને મૂલ્ય આપ.” શાંબે કહ્યું, જો અંદર નહિ આવે, તો બળાત્કારથી અંદર ખેંચી જઈશ.' એમ કહીને ગોપાંગનાનો હાથ ઝાલીને ખેંચવા લાગ્યો. તેને તેમ કરતો જોઈને વેશ ધારી ગોવાળે આવીને એકદમ ગોપાંગનાનો બીજો હાથ ઝાલ્યો. બંનેની ખેંચતાણીમાં ગોપાંગનાના મસ્તક પરથી દહીંની મટુકી પડીને ભાગી ગઈ, એટલે તે બન્ને જણાએ પોતાનું ખરું રૂપ પ્રગટ કર્યું. તે જોઈને શાંખકુમાર અતિલજજા પામીને ત્યાંથી ભાગી ગયો. તે પછી તેને એટલી બધી લજ્જા થઈ કે રાજદ્વારમાં કોઈ ઉત્સવ હોય તો પણ તે ત્યાં આવતો નહિ. કેટલાક દિવસો વિત્યા પછી કૃષ્ણ મહારાજે મોટા પુરૂષોને મોકલીને મહામુશીબતે રાજદ્વારમાં બોલાવ્યો. તે વખતે તે છરી વડે વાંસની ખીલી છોલતો છોલતો ત્યાં આવ્યો, અને વાસુદેવને પ્રણામ કરીને બેઠો. એટલે કૃષ્ણવાસુદેવે પૂછ્યું “કુમાર ! છરી વડે આ શું ઘડે છે?” કુમારે કહ્યું, “જે મારી પહેલાની વાત છે, તે જો કોઈ કહે તો તેના મુખમાં ઠોકવાને આ ખીલી તૈયાર કરૂં છું.” - આ ઉદાહરણમાં માતાને ગોપાંગના માનતાં શાંબકુમારને ભાવનો અનનુયોગ થયો અને પછી યથાર્થ માતારૂપે જાણતાં ભાવનો અનુયોગ થયો જાણવો. પ્રસ્તુત અનુયોગમાં પણ યોજના પૂર્વની પેઠે જ જાણવી. સાતમું શ્રેણિકના ક્રોધનું ઉદાહરણ આ પ્રમાણે - એક વખત માહ મહિનામાં રાજગૃહી નગરીમાં શ્રીમાન્ ભગવંત મહાવીરદેવ સમવસર્યા, તે વખતે હિમવર્ષાના કારણે તીવ્ર ઠંડી પડતી હતી. શ્રી મહાવીર મહારાજને વંદન કરવા માટે શ્રેણિક મહારાજ ચેલણા રાણી સહિત ગયા. વંદન કરીને પાછા ફરતાં માર્ગમાં, તપથી કૃશ તથા અતિશય હિમકણને વર્ષની એવી શીતઋતુ છતાં સર્વથા આવરણ (વસ્ત્ર) રહિત, મેરૂના શિખરની જેવા નિષ્કપ, અને કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહેલા કોઈ તપસ્વી મુનિને સંધ્યા સમયે ચેલ્લણા રાણીએ જોયા. આવા વૈર્યવંતમુનિને જોઈ તેમના ગુણોનું મનમાં ધ્યાન કરતી ચલણા રાજાની સાથે રાજમહેલમાં ગઈ. રાત્રિએ શયન સમયે શીતહરણ કરનાર વસ્ત્રો ઓઢીને મુલ્યવાન પલંગમાં સૂતી. કેટલીકવાર પછી ઓઢેલા વસ્ત્રોમાંથી રાણીનો હાથ બહાર નીકળી ગયો, તે અતિશય ઠંડીને લીધે અકડાઈ ગયો. તે હાથની ઠંડીથી આખું શરીર ઠંડીથી વ્યાપ્ત થઈ ગયું. આથી ગાઢ નિદ્રામાં સૂતેલી રાણી જાગી ઉઠી અને હાથ પાવરણમાં લઈ લીધો. તે વખતે તેણીએ પેલા મહાગુણી અને વૈર્યવાન કાર્યોત્સર્ગમાં રહેલા મુનિ યાદ આવ્યા. તેથી તેમના ગુણોના બહુમાનવડે આશ્ચર્ય પામેલી તેણીએ કહ્યું, “અહો ! તે આવા સમયે શું કરતા હશે ?' - અહીં રાણીનો કહેવાનો ભાવ એવો છે કે “વસ્ત્ર બહાર નીકળી ગયેલા એક હાથને ઠંડી લાગવાથી હું આખા શરીરે આટલી પીડા પામું છું, તો અરણ્યમાં કંઈપણ વસ્ત્ર રહિત તપથી કૃશ થયેલા તે મુનિ આવી ઠંડીમાં કેમ રહી શકતા હશે ?' રાણીનો આ અભિપ્રાય તો રાણીના મનમાં જ રહ્યો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy