SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨] સૂત્ર-પાઠ આદિ શબ્દના અર્થો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ કરીને મોક્ષ પમાડનાર વચન તે પ્રવચન કહેવાય. અને પ્રવચન શબ્દનો અર્થ પહેલાં કહ્યો છે. ૧૩૮૨. હવે સૂત્ર-તંત્ર-અને ગ્રંથ શબ્દના અર્થ કહે છે. सुत्तं भणियं तंतं, तणिज्जए तेण तम्मि व जमत्थो । गंथिज्जइ तेण तओ, तम्मि व तो तं मयं गंथो ॥१३८३॥ સૂત્રશબ્દનો અર્થ પહેલાં કહ્યો છે. જે વડે-જેથી અથવા જેની અંદર અર્થનો વિસ્તાર કરાયા તે તંત્ર, જે વડે-જેથી અથવા જેમાં અર્થ ગુંથાય-રચાય તે ગ્રંથ કહેવાય છે. ૧૩૮૩. પાઠ અને શાસ્ત્ર શબ્દનો અર્થ કહે છે. पढणं पाठो तं तेण, तम्मि व पढिज्जएऽभिधेयं ति । सासिज्जइ तेण तहिं, व नेयमाया व तो सत्थं ॥१३८४॥ જેથી અથવા જેમાં અભિધેય ભણાય એટલે પ્રગટ કરાય તે પાઠ કહેવાય છે, અને જે વડે અથવા જેમાં આત્મા શિક્ષા પામે તે શાસ્ત્ર, અથવા જેમાં શેય કહેવાય તે શાસ્ત્ર. ૧૩૮૪. અર્થ વ્યાખ્યાન અને અનુયોગ એ અર્થ શબ્દના સમાનાર્થ નામો છે. તેમાંથી હવે અનુયોગ શબ્દના સમાનાર્થ નામો કહે છે. (૩૬) ૩પુરૂષો નિરમળો, માસ-ત્તિમાસા ૪ વત્તિયં વેવ एए अणुओगस्स उ, नामा एगट्ठिया पंच ॥१३८५।। અનુયોગ-નિયોગ-ભાષા-વિભાષા અને વાર્તિક એ પાંચ અનુયોગનાં એકાર્થિક નામો છે. ૧૩૮૫. अणुयोयणमणुओगो, सुयस्स नियएण जमभिधेएणं । वावारो वा जोगो, जो अणुरूवोऽणुकूलो वा ॥१३८६॥ अहवा जमत्थओ थोव-पच्छभावेहिं सुयमणुं तस्स । अभिधेए वावारो जोगो तेणं व संबन्धो ॥१३८७।। અનુયોગશબ્દનો અર્થ પહેલાં કહ્યો છે, છતાં વિસ્મરણશીલ શિષ્યના અનુગ્રહ માટે પુનઃ કહે છે. સૂત્રનો પોતાના અભિધેય સાથે સંબંધ કરવો તે અનુયોગ, અથવા સૂત્રનો પોતાના અભિધેયમાં અનુરૂપ યા અનુકૂળ યોગ એટલે વ્યાપાર તે અનુયોગ (જેમ કે ઘટ શબ્દ વડે ઘટ કહેવાય છે એ અનુયોગ). અથવા સૂત્ર અણુ કહેવાય છે, કેમકે અર્થ અનંત હોવાથી તેની અપેક્ષાએ સૂત્ર અણુ છે-અલ્પ છે, અથવા ૩પવા ઇત્યાદિ તીર્થંકર મહારાજે કહેલા અર્થ પછી ગણધરો સૂત્ર કરે છે. વળી કવિઓ પણ હૃદયમાં અર્થને સ્થાપના કરીને પછી કાવ્ય કહે છે, તેથી એમ અર્થ પછી થયેલ હોવાથી પણ સુત્ર અણુ કહેવાય છે. તે સૂત્રનો અભિધેયમાં યોગ-વ્યાપાર તે અણુયોગ, અથવા સૂત્ર સાથે અભિધેયનો સંબંધ તે અણુયોગ. ૧૩૮૬-૧૩૮૭ હવે અનુયોગના નામાદિ નિક્ષેપ કહે છે. (१३२) नामं ठवणा दविए, खेत्ते काले य वयण-भावे य । । एसो अणुओगस्स उ, निक्लेवो होइ सत्तविहो ॥१३८८।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy