SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતરી સ્થવિર કલ્પના સાત પ્રકાર [૯ એ કલ્પનું સ્વરૂપ અને ક્રમ હવે પછીની ગાથામાં કહેવાશે. पव्वज्जा सिक्खावयमत्थग्गहणं च अनिअओ वासो । निप्फत्ती य विहारो, सामायारी ठिई चेव ॥७॥ ''પ્રવ્રજયા, શિક્ષાપદ, અર્થ ગ્રહણ, અનિયતવાસ, નિષ્પત્તિ, વિહાર અને સામાચારીની સ્થિતિ (આ સાત પ્રકારે સ્થવિર કલ્પનો ક્રમ છે) ૭. ૧. પ્રવ્રયા=પ્રથમ તો ગુણવાનું ગુરૂએ વિધિપૂર્વક આલોચના દઈને, યોગ્ય વિનીત શિષ્યને પ્રશસ્ત દ્રવ્યક્ષેત્ર આદિમાં વિધિપૂર્વક દીક્ષા આપવી. તે પછી ૨. શિક્ષાપદ= એ દીક્ષા આપેલ શિષ્યને શિક્ષાનો અધિકાર હોય છે. તે શિક્ષા બે પ્રકારની છે. એક ગ્રહણશિક્ષા એટલે શાસ્ત્રનો અભ્યાસ, અને બીજી આસેવનાશિક્ષા એટલે પડિલેહણ આદિ ક્રિયા શિખવવી. તેમાં બાર વર્ષ પર્યત સૂત્ર ભણવું, તે ગ્રહણશિક્ષા; અને પડિલેહણાદિ ક્રિયાનો ઉપદેશ તે આસેવનાશિક્ષા. (આ ગાથામાં જે સિફખાવય પદ છે, તેની અમે શિક્ષાપદ એવી વ્યાખ્યા કરી છે. છતાં બીજા આચાર્યો શિક્ષા શબ્દથી વ્રતપદ જુદું કરીને એવો અર્થ કરે છે, કે શિક્ષા દશવૈકાલિકનું ચોથું અધ્યયન કે આચારાંગનું શસ્ત્રપરિજ્ઞા અધ્યયન થયા પછી, પંચ મહાવ્રત અને છઠું રાત્રિ ભોજન વિરમણ રૂપ જે વ્રતો, તેમાં શિષ્યને સ્થાપન કરવો, તે શિક્ષાવ્રત, પરંતુ બૃહત્કલ્પચૂર્ણિમાં અને પ્રાચીનટીકામાં એ પ્રમાણે જણાતું નથી, તેથી એ વ્યાખ્યાનની ઉપેક્ષા કરીએ છીએ.) - ૩-અર્થગ્રહણ દીક્ષા ગ્રહણ કરાવ્યા પછી શિષ્યને બાર વર્ષ પર્યન્ત સૂત્ર ભણાવવું. તે પછી બાર વર્ષ પર્યત એ સૂત્રનો અર્થ સમજાવવો. કારણ કે જેમ હળ, રેટ અથવા ઘાણીમાંથી છૂટેલો ભૂખ્યો બળદ, સારું અથવા ખરાબ ઘાસ સ્વાદનો અનુભવ કર્યા સિવાય ખાઈ જાય છે, અને પછી વાગોળતી વખતે એનો સ્વાદ અનુભવે છે, તેવી જ રીતે શિષ્ય પણ પ્રથમ અર્થ જાણ્યા વિના, બાર વર્ષ સુધી સૂત્ર ભણે તે વખતે તેનો અર્થ નહિ જાણવાથી શિષ્યને રસ પડતો નથી, પરંતુ અર્થ ગ્રહણ કરતી વખતે રસ પડે છે. અથવા જેમ ખેડૂત પ્રથમ ડાંગર આદિ ધાન્ય વાવે છે, પછી તેનું રક્ષણ કરીને પકવે છે, તે પછી તેને કાપી મસળી સાફ કરીને ઘેર લાવીને, નિશ્ચિતપણે તેનો ઉપભોગ કરે છે, જો તેમ ન કરે તો, ધાન્ય વાવવા આદિનો તેનો શ્રમ નિષ્ફળ જાય. તેજ પ્રમાણે શિષ્ય પણ બાર વર્ષ સુધી સૂત્ર ભણીને, જો તેનો અર્થ ગ્રહણ ન કરે, તો તેને તેના અધ્યયનનો શ્રમ નિષ્ફળ જાય. માટે સૂત્ર ભણ્યા બાદ બાર વર્ષ પર્યન્ત અવશ્ય તેનો અર્થ સાંભળવો. આ પ્રમાણે સ્થવિર કલ્પનો ક્રમ છે કે પ્રથમ દીક્ષા આપવી, તે પછી સૂત્ર ભણાવવું અને તે પછી તેનો અર્થ ભણાવવો. આથી અનુયોગ આપવાના ક્રમનો અહીં અધિકાર છે, એમ જે પૂર્વે કહ્યું હતું તેનો અહીં સંબંધ જોડે છે, કે સૂત્ર અધ્યયન કર્યા બાદ તેના અર્થ વ્યાખ્યાન રૂ૫ સ્થવિર કલ્પનો ક્રમ છે, અને અર્થ કહેવા રૂ૫ આવશ્યકના અનુયોગનેજ શાસ્ત્રકારે કહેવાનો આરંભ કર્યો છે. આટલી બાબત આ ગાથામાં ચાલતા વિષયને ઉપયોગી છે. આ સિવાય જે બીજું કહેવાશે તે બધું પ્રાસંગિક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy