SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર વિરતિને આવરનાર કષાય. ૪િ૫૭ उदए विरइपरिणई, न होइ जेसिं खयाइओ होइ । पच्चक्खाणावरणा, त इह जहा केवलावरणं ॥१२३७।। કેવળજ્ઞાનાવરણના ક્ષયથી જેમ કેવળજ્ઞાન, તેમ જે કષાયના ઉદયથી વિરતિ પરિણામ ન થાય, પણ જેના ક્ષયાદિથી થાય, તે અહીં પ્રત્યાખ્યાનાવરણ કહેવાય છે. ૧૨૩૭. જેમ કેવળજ્ઞાનાવરણથી વિદ્યમાન કેવળજ્ઞાન નથી અવરાતું, તેમ અવિદ્યમાન કેવળજ્ઞાન પણ નથી અવરાતું; કારણ કે જો વિદ્યમાન કેવળજ્ઞાન અવરાતું હોય, તો અભવ્યોને પણ કેવળીપણાનો પ્રસંગ થાય, કેમકે તેમને તે જ્ઞાન પ્રગટ થયું હોય તો તે કેવળજ્ઞાનાવરણથી અવરાયેલું માનવું પડે, અભવ્યોને પણ કેવળજ્ઞાન પ્રગટે હતું, પરંતુ તદાવરણથી તે અવરાયેલું છે એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કેમ કે બે કોડીયાથી ઢંકાયેલા દીપકની પેઠે, તે વડે તે પોતાને તો જરૂર પ્રગટ કરી શકે, પણ અભલોને તેમ તો નથી થતું. વળી અવિદ્યમાન કેવળજ્ઞાન પણ તદાવરણથી અવરાતું નથી, કેમ કે જો અવિદ્યમાન અવરાતું હોય, તો અવિદ્યમાન એવા ગધેડાનાં સીંગડાં પણ અવરાવવાં જોઈએ. માટે એ ઉભય રીતે ન માનતાં સદસદ્ (વિદ્યમાન-અવિદ્યમાન) રૂપ કેવળજ્ઞાન તેના આવરણથી અવરાય છે, એટલે કે જીવદ્રવ્યરૂપે વિદ્યમાન કેવળજ્ઞાન અવરાય છે, અને આવિર્ભત પરિણતિએ અવિદ્યમાન અવરાય છે. એ સદસરૂપ (વિદ્યમાન અવિદ્યમાનરૂપ) કોઈક અપેક્ષાએ એક જ છે. આ પ્રમાણે જેમ સદસરૂપ કેળવજ્ઞાન તદાવરણથી અવરાય છે, એટલે કે આવરણના સામર્થ્યથી જીવ કેવળજ્ઞાન પરિણતિએ પરિણામ નથી પામતો, તેમ આ પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી વિરતિપરિણામ પણ સદસરૂપે અવરાય છે, અર્થાત્ વિરતિપરિણામે જીવ પરિણામ પામી શકતો નથી. અહીં ઘણું કહેવા જેવું છે, પણ ગ્રંથ વધી જવાના ભયથી કહેતા નથી. ૧૨૩૭. યથાખ્યાતચારિત્ર આવરનાર ચોથા કષાયનું સ્વરૂપ કહે છે. * (१११) मूलगुणाणं लंभं, न लहइ मूलगुणघाइणो उदए । संजलणाणं उदए, न लहइ चरणं अहक्खायं ॥१२३८॥ મૂળગુણનો ઘાત કરનાર કષાયોના ઉદયથી મૂળગુણોની પ્રાપ્તિ ન થાય અને સંજ્વલન કષાયના ઉદયથી યથાખ્યાત ચારિત્રનો લાભ ન થાય. ૧૨૩૮. સમ્યક્ત્વ-મહાવ્રત-અને અણુવ્રત, એ ત્રણે ઉત્તર ગુણોના આધારભૂત હોવાથી મૂળ ગુણ કહેવાય છે. તે મૂળગુણોનો ઘાત કરનાર અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણ કષાયોના ઉદયથી ઉપરોક્ત મૂળગુણો પ્રાપ્ત થતા નથી. તથા પરિસહાદિના સંયોગે ચારિત્રવાળાને થોડે જાજવલ્યમાન કરે તે સંજવલન કષાય. આ કષાયના ઉદયથી યથાખ્યાત ચારિત્ર-કષાયરહિત એવું વીતરાગ ચારિત્ર પ્રાપ્ત ન થાય, અને પ્રાપ્ત થયું હોય, તો નાશ પામે. માત્ર આ વીતરાગ ચારિત્રનો જ આ કષાયો ઘાત કરે છે એટલું જ નહિ, પરંતુ શેષચારિત્રવાળાને પણ તેમના ચારિત્રમાં આ કષાયો દેશોપઘાતરૂપ અતિચાર લગાડે છે. મૂળગુણો કયા ? તે ભાષ્યકાર કહે છે. सम्मत्तसमेयाई, महब्बया-णुब्बयाई मूलगुणा । मूलं सेसाहारो, बारस तम्घाइणो एए ॥१२३९॥ ૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy