SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ભગવંત દેશના શા કારણે આપે છે? [૪૨૫ ભગવંત કૃતાર્થ છતાં શા માટે ધર્મોપદેશ કહે છે ? તેમાં પણ સર્વ ઉપાય-અને વિધિ જાણવા છતાં ભવ્ય જીવોને બોધ કરવાને જ શા માટે ધર્મ કહે છે? અભવ્યને પણ કેમ બોધ નથી કરતા? ૧૧૦૨. આચાર્યશ્રી એનો ઉત્તર આપે છે કે – नेगंतेण कयत्थो, जेणोदिन्नं जिणिन्दनाम से । तदवंझफलं तस्स य, खवणोवाओऽयमेव जओ ॥११०३।। जं व कयत्थस्सवि से, अणुवकयपरोवगारिसाभब्वं । परमहियदेसयत्तं, भासयसाभवमिव रविणो ॥११०४॥ किं व कमलेस राओ, रविणो बोहेइ जेण सो ताई। कुमुएसु व से दोसो, जं न विबुज्झंति से ताई ? ॥११०५॥ जं बोह-मउलणाई, सूरकरामरिसओ समाणाओ । कमल-कुमुयाण तो तं, साभव्वं तस्स तेसिं च ।।११०६।। जह वोलूगाईण, पगासधम्मावि सो सदोसेणं । उइओऽवि तमोरूवो, एवमभव्वाण जिणसूरो ॥११०७॥ सज्झं तिगिच्छमाणो, रोगं रागी न भण्णए वेज्जो । मुणमाणो य असझं, निसेहयंतो जह अदोसो ॥११०८।। तह भव्बकम्मरोगं, नासंतो रागवं न जिणवेज्जो । न य दोसि अभव्यासज्झकम्मरोगं निसेहंतो ॥११०९॥ मोत्तुमजोगं जोग्गे, दलिए रूवं करेइ रूवारो । न य रागद्दोसिल्लो, तहेव जोगे विबोहंतो ॥१११०॥ તીર્થકર એકાંતે કૃતાર્થ નથી. કેમકે તેમને જિનનામકર્મનો ઉદય છે, તે કર્મ ફળ આપ્યા વગર રહેતું નથી, તેથી તેનો ક્ષય કરવા ધર્મોપદેશ આપવો એજ ઉપાય છે. અથવા તે કૃતાર્થ છતાં પણ સૂર્યના પ્રકાશસ્વભાવની પેઠે તે ભગવાનનો અનુપકૃત છતાં પરોપકારીપણાથી પરમપિત કરવાનો સ્વભાવ છે. જેમ કમળો સૂર્યથી બોધ પામે છે, તેથી શું કમળોપર તે રાગી છે ? અને કુમુદ પુષ્પો તેથી વિકસ્વર નથી થતા એટલે શું કુમુદ પુષ્પો પર તે દ્વેષી છે ? (ના.) જેમ સૂર્ય કિરણોનો પરામર્શ સમાન છે, તો પણ કમળોને વિકસ્વર કરે છે અને કુમુદને વિકસ્વર નથી કરતો. તેથી તે કમલ વગેરેનો અને તે સૂર્યનો તેવોજ સ્વભાવ છે. અથવા જેમ ઉદય પામેલ સૂર્ય, ઘુવડાદિને પોતાના દોષથી અંધકાર ૫ છે, તેમ અભવ્યોને જિનેશ્વર મહારાજરૂપ સૂર્ય પણ બોધ કરી શકતા નથી. અથવા જેમ સાધ્યરોગની ચિકિત્સા કરનાર વૈદ્ય તે રોગીપર રાગી નથી કહેવાતો, અને અસાધ્ય રોગ જાણીને ચિકિત્સા નહિ કરવાથી કેવી નથી કહેવાતો; તેમ ભવ્યના કર્મરૂપ રોગનો નાશ કરનાર ૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy