SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતીર્થનું સ્વરૂપ. તદ્ઘ ગેહ-લોહ-મ્મમયર્ાહ-તજ્ઞા-માવળયળાડું ી અંતેળવંત ચ, ારૂ ય સુદ્ધિ મળેપાો ?૦ફેબ્રુ’I ક્રોધરૂપ દાહ-લોભરૂપ તૃષ્ણા-અને કર્મમય મેલ, એ ત્રણેયને જે એકાન્તથી અત્યન્ત દૂર કરે, અને સંસાર સમુદ્રથી (કર્મ મેલ દૂર કરીને) શુદ્ધ કરે તે શ્રીસંઘ ભાવતીર્થ કહેવાય. ૧૦૩૪. અથવા “તિત્થ” એટલે ત્રિસ્થ એવો અર્થ પણ થાય તે જણાવે છે. दाहोसमाइसु वा जं, तिसु थियमहव दंसणाईसु । तो तित्थं संघो च्चिय, उभयं व विसेसणविसेस्सं ॥। १०३५ ।। ૪૦૮ ] દાહોપશમાદિ અથવા સમ્યગ્દર્શનાદિ ત્રણ અર્થમાં જે રહેલ હોય, અથવા ત્રણમાં સ્થિતિરૂપ વિશેષણના વિશેષ્ય રૂપે જે રહેલ હોય, તે શ્રી સંઘતીર્થ કહેવાય છે. ૧૦૩૫. અથવા “તિત્થ” એટલે ત્રણ અર્થ એવો અર્થ પણ થાય છે, જેમકેकोहग्गदाहसमणादओ, व ते चेव जस्स तिण्णत्था । વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ होइ तियत्थं तित्थं, तमत्थसद्दो फलत्थोऽयं ॥ १०३६।। ક્રોધાગ્નિનો દાહ શમાવવાદિ રૂપ પૂર્વે કહેલા ત્રણ અર્થ જેના હોય, તે ત્રિ અર્થ કહેવાય છે, અથવા જ્ઞાનાદિ ત્રણ અર્થ જેનાથી અભિન્ન હોય, તે પણ ત્રિ અર્થ કહેવાય છે, અને-તે શ્રી સંઘ છે, અહીં અર્થશબ્દ ફળવાચી સમજવા. આ ઉપ૨થી એમ કહ્યું કે શ્રી સંઘને તેથી અભિન્ન દર્શનાદિક ત્રણ ભવ્યોએ સેવ્યાં થકાં ઉપર કહેલા ઉપશમાદિ ત્રણ અર્થને પ્રાપ્ત કરે છે. ૧૦૩૬. અથવા અર્થ એટલે વસ્તુ પર્યાય, એવો અર્થ થાય તેને અંગે કહે છે. કેअहवा सम्महंसण-नाण-चरिताइं तिन्नि जस्सत्था । तं तित्थं पुव्वोइयमिह अत्थो वत्थुपज्जाओ ||१०३७॥ અથવા સમ્યગ્દર્શન જ્ઞાન-અને-ચારિત્ર એ ત્રણ અર્થ જેને હોય તે પૂર્વોક્ત પ્રકારે તીર્થ કહેવાય, તેજ સંઘ, કેમકે તે તીર્થથી અભિન્ન છે, માટે અહીં અર્થ શબ્દ તે વસ્તુપર્યાય અર્થમાં સમજવો. ૧૦૩૭. આ પ્રમાણે ભાવ થકી તીર્થ-ત્રિસ્થ-ત્ર્યર્થ કહીને, હવે જૈન તીર્થજ ઇચ્છિત અર્થને સાધનાર છે, તે સિવાય અન્ય બીજું તીર્થ તેવું નથી, એમ પ્રમાણવડે જણાવે છે. इह सम्मसद्धाणो - वलद्धि - किरियासभावओ जइणं । तित्थमभिप्पेयफलं, सम्मपरिच्छेयकिरियव्व ॥ १०३८ ॥ સારી રીતે જાણેલ રોગને દૂર કરવાની ક્રિયાની પેઠે, જૈન તીર્થજ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક હોવાથી ઇષ્ટ અર્થ સાધનાર છે. ૧૦૩૮. જેમ કોઇ પ્રવીણ વૈદ્ય સારી રીતે રોગ આદિનું સ્વરૂપ જાણીને શ્રદ્ધાળુ રોગી પ્રત્યે સારી દવા અને પ્રયોગાદિ ક્રિયા કરતાં ઇચ્છિત અર્થની સિદ્ધિ થાય છે, તેમ જૈનતીર્થથી ઇચ્છિત અર્થની સિદ્ધિ થાય છે. કારણ કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક છે. ૧૦૩૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy