SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] પદાર્થનો વિચાર અને પદવિગ્રહ. I૪૦૧ કરે તે પદાર્થ અનુમાનથી વાચ્ય કહેવાય, જેમ કે “મિથ્યા દર્શનાદિ મોક્ષમાર્ગ નથી.” આવો અર્થ પૂર્વોક્ત કથનથી અર્થથી જ જણાય છે. માટે આવા પદો અનુમાનથી વાચ્ય છે. અહીં જે અનુમાન છે, તે અર્થપત્તિરૂપ અનુમાન જાણવું, “સમ્યગુદર્શન-જ્ઞાન-અને ચારિત્ર.” આ ત્રણે સમુદિત હોય તો જ મોક્ષમાર્ગ છે, અન્યથા એકેક ભિન્ન હોય તો મોક્ષ માર્ગ નથી. આ પ્રમાણે સમુદિત-સમસ્ત પદથી જે નિર્દેશ કરાય તે લેશથી વાચ્ય પદાર્થ કહેવાય છે. તથા આગમથી અને હેતુથી એમ બે પ્રકારે પણ પદાર્થ વાચ્ય છે. જેમ કે ભવ્ય-અભવ્યનિગોદ આદિનું પ્રતિપાદન કરનારા પદો આગમથી જ - આજ્ઞામાત્રથી જ એ પદાર્થનું પ્રતિપાદન કરે છે. કારણ કે ભવ્યાભવ્યાદિ પદાર્થની વિદ્યમાનતામાં આગમ સિવાય અન્ય કોઈ પ્રમાણ નથી. માટે એવા પદો આગમથી વાચ્ય કહેવાય છે. જે પદના અર્થમાં હેતુ સંભવે તે હેતુવાચ્ય પદાર્થ કહેવાય છે. જેમ કે – આત્મા કાય પ્રમાણ છે, પણ સર્વગત નથી; કારણ કે તે કુંભાર આદિની પેઠે કર્તા છે. અહીં કોઈ એમ કહે કે આ હેતુથી તો આત્મા મૂર્તિમાનું છે, એવું પણ સિદ્ધ થાય છે, કારણ કે કુંભારાદિ કર્તા હોવાથી મૂર્તિમાનું છે, તેમ આત્મા પણ કર્યા હોવાથી મૂર્તિમાન્ હોવો જોઈએ. આ કથન પણ કંઈ અસત્ય નથી. કેમ કે સંસારી આત્માને મૂર્ત માનવાથી કંઈ હાની નથી, માટે ભલે એ હેતુથી આત્માનું મૂર્તપણું સિદ્ધ થાય, એથી કંઈ હેતુ દોષવાળો નથી ઠરતો. આવા પદાર્થ તે હેતુથી વાચ્ય છે. ૧૦૦૩-૧૦૦૪-૧૦૦૫. હવે ચોથો પદ વિગ્રહ કહે છે. पायं पयविच्छेओ, समासविसओ तयत्थनियमत्थं । पयविग्गहो त्ति भण्णइ, सो सुद्धपए न संभवइ ॥१००६॥ પ્રાયઃ સમાસવિષય પદો અનેક અર્થને કહે છે તેથી અર્થના નિયમ માટે પદચ્છેદ કરવો, તે પદવિગ્રહ કહેવાય છે, તે પદવિગ્રહ શુદ્ધ એક પદમાં નથી સંભવતો. ૧૦૦૬. - રાજાનો પુરૂષ તે રાજપુરૂષ, શ્વેત પટ જેની પાસે હોય તે જેતપટવાળો, ઘણા ઉન્મત હાથીઓ જે વનમાં હોય તે મત્તબહુમાતંગવન, આ પ્રમાણે પ્રાયઃ સમાસ સંબંધી બે અથવા ઘણા પદોના જયારે અનેક અર્થ થતા હોય, ત્યારે તે પદના ઈષ્ટ અર્થના નિયમને માટે ઉપર મુજબ પદચ્છેદ કરવો તે પદવિગ્રહ કહેવાય છે. એ પદ વિગ્રહ એક (શુદ્ધ) પદમાં નથી થતો. માટે બે અથવા ઘણા પદનો પદચ્છેદ કરવો એમ કહ્યું છે. કોઈ શબ્દમાં પદચ્છેદ થાય, છતાં તે સમાસ વિષયિ નથી હોતા; જેમ કે – પારાશર્ય એટલે વ્યાસ, જામદન્ય એટલે પરશુરામ, આ પદોનો પદચ્છેદ થાય છે. જેમકે પારાશરનો પુત્ર તે પારાશર્ય, જમદગ્નિનો પુત્ર તે જામદગ્ય, આ પ્રમાણે એમનો પદચ્છેદ થાય છે, પણ તે સમાસ વિષય પદો નથી, માટે પ્રાયઃ શબ્દ મૂકયો છે. હવે ચાલના અને પ્રત્યવસ્થાન કહે છે. सुत्तगयमत्थविसयं व, दूसणं चालणं मयं तस्स । सद्द-त्थण्णायाओ, परिहारो पच्चवत्थाणं ॥१००७॥ ૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy