SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮] સામાયિકનો અથધિકાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ કેમ કે તે પરસિદ્ધાંતનો તે સમ્યગૃષ્ટિ સ્વસિદ્ધાન્તની રીતિએ વિષય વિભાગથી વિચાર કરે છે, માટે સર્વઅધ્યયનો સ્વસમયવક્તવ્યતા નિયત છે. ૯૫૪. હવે અર્વાધિકાર કહે છે. सावज्जजोगविरई, अज्झयणत्याहिगार इह सो य । भण्णइ समुदायत्थो, ससमयवत्तव्वयादेसो ॥९५५॥ સાવઘયોગની વિરતિ તે અહીં સામાયિકઅધ્યયનનો અર્થાધિકાર છે, અને તેજ સમુદાયાર્થ કહેવાય છે. માટે તે વિરતિરૂપ સમુદાયાર્થ તે સંપૂર્ણ સ્વસમયવક્તવ્યતાનો એક વિભાગ કહેવાય છે. ૯૫૫. હવે સમવતાર કહે છે. अहुणा य समोयारो, जेण समोयारियं पइक्षरं । __ सामाइयं सोऽणुगओ, लाघवओ न तु पुणो वच्चो ॥९५६।। હવે સમવતારનો અવસર છે, તે સામાયિકનો અવતાર લાઘવમાટે દરેક ભારે પહેલાંથી જ કહેલ છે, તેથી પુનઃ અહીં નથી કહેતા. ૯૫૬. , છ ભેદે યુક્ત એવું ઉપક્રમદ્વાર પૂર્ણ થયું. હવે બીજાં નિક્ષેપ દ્વાર કહે છે. भण्णइ धेप्पइ अ सुहं, निक्नेवपयाणुसारओ सत्थं । ' ओहो नाम सुत्तं, निक्खेतब्बं तओऽवस्सं ॥९५७॥ - નિક્ષેપપદને અનુસારે શાસ્ત્ર અધ્યયન ઉદેશ સુખપૂર્વક ભણાય છે અને ગ્રહણ કરાય છે, માટે શાસ્ત્રનો અવશ્ય નિક્ષેપ કરવો, તે નિક્ષેપ ઓઘનિષ્પન્ન-નામનિષ્પન્ન અને સૂત્રાલાપકનિષ્પન્ન એમ ત્રણ પ્રકારે છે. ૯૫૭. ઓઘ એટલે શું ? તે કહે છે. ओहो जं सामण्णं, सुयाभिहाणं चउब्विहं तं च । अज्झयणं अज्झीणं, आउ ज्झवणा य पत्तेयं ॥९५८॥ नामाइचउन्भेयं, वण्णेऊणं सुयाणुसारेणं । . सामाइयमाउज्जं चउसुंपि कमेण भावेसु ॥९५९।। શ્રુતનું જે સામાન્ય નામ તે ઓઘ કહેવાય, તે ચાર પ્રકારે છે, અધ્યયન-અક્ષણ-આય-અને ક્ષપણા, એ દરેકનું શ્રુતાનુસારે નામાદિ ચાર પ્રકારે વર્ણન કરીને અનુક્રમે ચારેના ભાવનિપામાં સામયિકની યોજના કરવી. ૯૫૮-૯૫૯. જિનવચનરૂપ શ્રુતના અંગ અધ્યયન-ઉદેશ આદિ જે સામાન્ય નામો કહેવા તે ઓઘ કહેવાય. અર્થાત્ શાસ્ત્રનું સામાન્ય નામ તે ઓઘ કહેવાય છે. અહીં સામાયિક અધ્યયન પ્રસ્તુત છે. તેથી તેનાં વ્યયન-અક્ષીણ-આય-અને ક્ષપણા એ સામાન્ય નામો જાણવાં. આ સામાયિકાદિરૂપ શાસ્ત્રવિશેષના અધ્યયનાદિરૂપ સામાન્યનામો છે, તે દરેકના અનુયોગદ્વારમાં નામાદિ ચાર પ્રકારે નિક્ષેપ કહ્યાં છે, જેમ કે નામઅધ્યયન-સ્થાપનાઅધ્યયન-દ્રવ્યઅધ્યયન-ને ભાવઅધ્યયન. તથા નામઅક્ષણ-સ્થાપનાઅક્ષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy