SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] નોઆગમ ભાવ શ્રુતમાં નો શબ્દનો અર્થ. [૩૬૫ ફરી શિષ્ય શંકા કરીને પૂછે છે કે - आह नणु मीसभावे, नाभिहिओ य नोसहो । ટેસે તનમાવે, હવે રિયાઈ મારે ય ૮િ૮૮l નો શબ્દ મિશ્રભાવમાં નથી કહ્યો, પણ દેશ-તે થકી અન્યભાવ-દ્રવ્ય-ક્રિયા-અને ભાવઅર્થમાં નો શબ્દ કહ્યો છે. ૮૮૮. નિશબ્દ સામાન્ય રીતે નિષેધવાચક હોવાથી મિશ્રભાવમાં તો કયાંય પણ કહ્યો નથી; દેશતદન્યભાવ-દ્રવ્ય-ક્રિયા- અને ભાવ એ પાંચ અર્થમાં કહેલ છે. તેમાં દેશ અર્થમાં નોશબ્દનો પ્રયોગ કરીએ તો આ પ્રમાણે અર્થ સમજાય છે. જેમ કે “નોઘટ’ એટલે ઘટનો એક દેશ (ભાગ), કેમકે ઘટનો એક દેશ તે અઘટ પણ ન કહેવાય તેમ ઘટ પણ ન કહેવાય પરંતુ “નોઘટ' કહેવાય. જેમકેઘટનો એક ભાગ ગ્રીવાઆદિ ન કહેવાતા તેના બીજા ભાગો પણ ઘટ નહી કહેવાય, માટે આખાએ ઘટનો અભાવ થાય, અને એ પ્રમાણે-પટ શકટ આદિમાં પણ અભાવના પ્રસંગથી સર્વ શૂન્યતા પ્રાપ્ત થાય, વળી ઘટનો એક ભાગ તે “ઘટ' પણ ન કહેવાય કેમકે એમ માનવાથી તો તેના દરેક અવયવો ‘ઘટ' કહેવાય, અને એથી એકજ ઘટમાં અનેક ઘટની પ્રાપ્તિ થાય; એમ થવાથી ઘટ સંબંધી બધી પ્રવૃત્તિ-નિવૃત્તિ આદિના વ્યવહારનો જ નાશ થાય. માટે ધટનો એક દેશ (ભાગ) તે નોઘટ” જ કહેવાય. નશબ્દ તદન્ય ભાવમાં પણ હોય છે, જેમ કે “નો ઘટ” એમ કહેવાથી ઘટથી ભિન્ન પટ આદિ સમજાય છે. ઉદાહરણ તરીકે “નો બ્રાહ્મણ” એમ કહેવાથી, બ્રાહ્મણ સિવાયના ક્ષત્રિયાદિ સમજાય છે. તેમ એ પણ જાણવું. દ્રવ્યાર્થમાં નો શબ્દ ઘટાદિનો એક દેશવાચી છે. જેમ કે “નોઘટ નોપટ નોસ્તંભ” ઈત્યાદિ પૂર્વે નો શબ્દ દેશવાચી કહેલ છે તેથી આ ભિન્ન છે. કેમ કે પહેલાં જે નોશબ્દને દેશ વાચી કહ્યો છે, તે ઘટાદિ સાથે સંબંધવાળો તેનો કેટલોક ભાગ તેને નોઘટાદિ કહેલ છે. અને અહીં તો તે ઘટાદિનો એક ભાગ ગ્રીવા આદિ જે ઘટથી જુદા થઈને શેરીમાં પડ્યો હોય તે ઘટાદિથી જુદો હોવાથી પૃથ સ્વતંત્ર દ્રવ્ય કહેવાય છે. તેથી નોશબ્દ દ્રવ્યાર્થમાં જુદા એક દેશને કહેનાર પણ છે. નશબ્દ ક્રિયા નિષેધવાચી પણ છે. જેમ કે - નથી પાકતું ન પકાવવું વિગેરે. ભાવનિષેધાર્થમાં પણ નો શબ્દ છે. જેમકે - નહીં સુવાય, નહીં ઉભા રહેવાય. અહીં આ અકર્મક ધાતુના ભાવે પ્રયોગ જોડેલો પ્રયોગ નોશબ્દ સાથે વાપરેલો છે, ભાવ અને ક્રિયાનો તફાવત કોઈપણ શબ્દશાસ્ત્ર (વ્યાકરણ)થી જાણી લેવો. આ પ્રમાણે ભિન્ન ભિન્ન વિવક્ષાથી દેશાદિ અર્થમાં નોશબ્દ જોયો છે, પણ મિશ્રભાવમાં તો ક્યાંઈ નથી જોયો. ૮૮૮. - આચાર્યશ્રી ઉપરોક્ત શિષ્યના વચનનું સમાધાન કરે છે કે – सच्चमयं देसाइस, तहवत्थवसेण सहविणिओगो। - अमियत्था व निवाया, जुज्जइ तो मीसभावेऽवि ॥८८९॥ સત્ય છે કે નોશબ્દ દેશાદિ અર્થમાં છે, તો પણ અર્થવશાત્ શબ્દનો વિનિયોગ થાય છે. (જે અર્થ જયાં ઘટે તે અર્થમાં ત્યાં તેનો પ્રયોગ કરાય છે.) અને નિપાતો (અવ્યયો) અનેક અર્થવાળા છે, તેથી તે મિશ્રભાવમાં પણ ઘટે છે. ૮૮૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy