SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬] હીન અક્ષરમાં વિદ્યાધરનું દષ્ટાંત. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ जो जहा वट्टए कालो, तं तहा सेव वानरा ! । મા ચંગુતપરામો, વાનરા ! પv સર ૮૬૩ી હે વાનર ! જે કાળ જેવો વર્તે છે તેવો તેનો અનુભવ કર; વંજુલના પતનના લોભથી ભ્રષ્ટ થયેલા હે વાનર ! હવે તે પતન સંભાળીશ નહી. ૮૬૩. જેમ અધિક લોભનો અભિપ્રાય વાનરને દુઃખ માટે થયો, તેમ માત્રાઆદિથી અધિક સૂત્ર પણ અનર્થ માટે થાય છે. હવે અક્ષરાદિએ હીન એવા સૂત્રપાઠમાં દુઃખ જણાવવા ઉદાહરણ કહે છે. विज्जाहर रायगिहे, उप्पय पडणं च हीणदोसेण । कहणोसरणागमणं, पयाणुसारिस्स दाणं च ॥८६४॥ હીનાક્ષરપણાના દોષથી રાજગૃહ નગરમાં ઉત્પાત અને પતન કરતા અર્થાત્ ઇચ્છિત સ્થાને નહિ જઈ શકતા વિદ્યાધરને જોઈને (શ્રેણિક) સમવસરણમાં આવી ભગવંતને પૂછયું. ભગવંતે તેનો ખુલાસો કર્યો. અને તેથી અભયકુમારે તે પદાનુસારી વિદ્યાપૂર્ણ કરી અને તેથી વિદ્યાધરે અભયકુમારને વિદ્યા આપી. ૮૬૪. રાજગૃહનગરમાં એક વખત ભગવાન્ મહાવીર સમવસર્યા તે વખતે તેમની પાસે તેમની ધર્મદેશના સાંભળીને સર્વ સભા ઉઠી તે સાથે શ્રેણિક પણ રાજભુવન તરફ જવા લાગ્યો. તેવામાં તેમણે દૂર કોઈ વિદ્યાધરને પાંખ વિનાના પક્ષીની પેઠે આકાશમાં ઉત્પાત અને પતન કરતો જોયો. તેથી આશ્ચર્ય પામીને શ્રેણિક રાજા પાછા ભગવંત પાસે આવીને, તે વિદ્યાધર સંબંધી હકીકત પૂછવા લાગ્યા. ભગવંતે કહ્યું કે એ વિદ્યાધરને આકાશગામિની વિદ્યાનો એક અક્ષર વિસ્તૃત થયો છે, તેથી તે વિદ્યા સારી રીતે સુરતી નથી, માટે તે ઉડીને પાછો નીચે પડે છે. ભગવંતનું એ કથન પિતા પાસે રહેલા અભયકુમારે સાંભળ્યું. તેથી તેણે તે વિદ્યાધર પાસે જઈને કહ્યું, કે જો તું મને આ આકાશગામિની વિદ્યા આપે, તો હું તને એ વિદ્યાનો વિસ્તૃત અક્ષર સંભારી આપું. વિદ્યાધરે એ શરત કબુલ કરી, એટલે અભયકુમારે પદાનુસારીલબ્ધિથી વિસ્મૃત અક્ષર સંભારી આપ્યો. વિદ્યાધર શરત મુજબ એ વિદ્યા અભયકુમારને આપીને સુખપૂર્વક વૈતાઢ્ય પર્વત પર જઈ સુખી થયો. આ પ્રમાણે જેમ હીનાક્ષરવાળી વિદ્યા સ્મરણમાં આવતાં પણ કામ લાગતી નથી અને અનર્થ કરનારી થાય છે, તેમ સૂત્ર પણ હીનાક્ષર હોય તો અનર્થકારી થાય છે. ૮૬૪. - હવે હીનાધિક અક્ષરવાળા સૂત્ર માટે ઉદાહરણ કહે છે. तित्त-कडुभेसयाई, माणं पीलेज्ज ऊणए देइ । पउणइ ण तेहिं अहिएहिं मरइ बालो तहाहारे ॥८६५॥ તીખા-કડવા ઓસડો (રોગી પીડા ન પામો એમ માનીને) રોગીને તેના માતાપિતા કે વૈદ્યાદિ જો તે ઓછા આપે, તો તેથી ગુણ ન થાય, અને વધારે આપે તો મરણ થાય. એજ પ્રમાણે હીનાધિક આહારમાં બાળક પણ મરણ પામે. ૮૬૫. એજ પ્રમાણે સૂત્રમાં પણ હીનાધિક અક્ષર હોય તો અનેકદોષો પ્રાપ્ત થાય, કારણ કે – अत्थस्स विसंवाओ, सुयभेआओ तओ चरणभेओ । तत्तो मोक्खाभावो, मोक्खाभावेऽफला दिक्खा ॥८६६।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy