SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] આવશ્યક પદના નિક્ષેપા. [૩૫૧ જો અહીં નન્દીનું વ્યાખ્યાન અસ્થાને છે, તો તમે શરૂઆતમાં પાંચ જ્ઞાન વિસ્તારથી શા માટે કહ્યાં ? કેમકે જ્ઞાન એ નન્દીરૂપજ છે, તેથી તમારા કહેવામાં પૂર્વાપર વિરોધ આવે છે ? એનો ઉત્તર આપતાં કહે છે કે इह साणुग्गहमुइयं, न उ नियमोऽयमहवाऽपवादोऽयं । दाइज्जइ कहणाए, कयाए पुरिसादवेक्खाए ॥८४६॥ અહીં આવશ્યક શાસ્ત્રના આરંભમાં પ્રથમ વિસ્તારથી જે પાંચ જ્ઞાનો કહ્યાં છે, તે શિષ્યના અનુગ્રહ માટે કહેલ છે. પરંતુ એવો કંઈ નિયમ નથી, કે જ્ઞાનના વિસ્તૃત કથનથીજ મંગલ થાય, અથવા કોઈ વખત પુરૂષાદિની અપેક્ષાએ કથન કરવાની વિધિમાં આ અપવાદ પણ જણાય છે. પ્રસંગ ન હોવા છતાં, આવશ્યકાદિના આરંભે નંદીરૂપ પાંચજ્ઞાનનું પણ વ્યાખ્યાન કરાય છે. ૮૪૬. . આ પ્રમાણે આવશ્યક શ્રુતસ્કંધનો અનુયોગ અહીં નક્કી થયા બાદ હવે શું કરવું? તે માટે કહે છે. आवस्स्यसुयलंधो, नामं सत्थस्स तस्स जे भेया। ताइं अज्झयणाई, नासो आवस्याईणं ॥८४७॥ कज्जो पिहप्पिहाणं, जहत्थमजहत्थमत्थसुण्णं ति । नामे चेव परिच्छा, गेझं जइ होहिइ जहत्थं ॥८४८॥ આવશ્યક શ્રુતસ્કંધ એવું આ શાસ્ત્રનું નામ છે, તે શાસ્ત્રનાં (સામાયિકાદિ) જે ભેદો તે અધ્યયનો છે, તેથી (આવશ્યક, શ્રુતસ્કંધ, અધ્યયયન વિગેરે) આવશ્યક-આદિ પદોનો ભિન્ન ભિન્ન નિક્ષેપ કરવો જોઇએ; કેમકે કેટલાક નામો (દીવો અગ્નિ વિગેરે) યથાર્થ છે, કેટલાક નામો (પલાશ મંડપ વિગેરે) યથાર્થ છે, અને કેટલાક નામો (ડિલ્થ ડિવિન્થ વિગેરે) અર્થ શૂન્ય છે. શાસ્ત્રનું નામ અર્થ યુક્ત હોવું જોઈએ, કેમકે તેમાંજ સમુદાયાર્થનું જ્ઞાન થાય છે તેથી નામ વડેજ (શાસ્ત્રની) પરીક્ષા કરવી જોઈએ, જો અર્થયુક્ત નમવાળું શાસ્ત્ર હોય તો તે ગ્રાહ્ય થાય છે. ૮૪૭-૮૪૮. - હવે તેજ આવશ્યક વિગેરે પદના નિક્ષેપ કહે છે. नामाईओ नासो चउबिहो मंगलस्स व स नेओ। विण्णेओ य विसेसो, सुत्तगओ, किंचि वुच्छामि ॥८४९।। મંગળની પેઠે આવશ્યક વિગેરેના નિક્ષેપા પણ નામાદિ નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે છે. તેની વ્યાખ્યા પૂર્વે કહેલા મંગળ પદની પેઠે જાણવી એમાં જે કંઈ વિશેષ છે, તે અનુયોગ દ્વાર સૂત્રથી જાણવો અને શિષ્યના અનુગ્રહને માટે કંઈક કંઈક અમે કહીશું. ૮૪૮. - તેમાં નામ અને સ્થાપના નિક્ષેપ પરિચિત હોવાથી નથી કહેતા, અને દ્રવ્ય તથા ભાવ નિક્ષેપમાં દ્રવ્ય આવશ્યક બે પ્રકારે છે, આગમથી અને નોઆગમથી, તેમાં પ્રથમ આગમથી દ્રવ્ય આવશ્યક કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy