SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨] મન:પર્યાયમાં દર્શન ન હોય. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ જ્ઞાનવાળાને પણ અવશ્ય ત્રણ દર્શન હોવાં જ જોઈએ, પણ બે ન હોવાં જોઈએ, પરંતુ તેમને તો બેજ દર્શન કહ્યાં છે, તેથી ઉપરોક્ત અભિપ્રાય સૂત્રવિરૂદ્ધ છે. ૮૧૯. પુનઃ બીજા આચાર્યનો મત જણાવે છે. अन्ने उ मणोनाणी जाणइ, पासइ य जोऽवहिसमग्गो । इयरो उ जाणइ च्चिय, संभवमेत्तं सुएऽभिहियं ॥८२०॥ બીજાઓ એમ કહે છે કે જે અવધિજ્ઞાન સહિત મન:પર્યવજ્ઞાની હોય, તે જાણે છે અને જાએ છે, તથા જે અવધિજ્ઞાનરહિત હોય તે માત્ર જાણે જ છે. છતાં સંભવમાત્રથી જાએ છે, એમ સૂત્રમાં કહ્યું છે. ૮૨૦. જે અવધિજ્ઞાન સહિત ચાર જ્ઞાનવાળા મન:પર્યવજ્ઞાની હોય, તે મન:પર્યવજ્ઞાનથી જાણે છે અને અવધિદર્શનથી જુએ છે. અને જે અવધિજ્ઞાન રહિત ત્રણ જ્ઞાનવાળા મન:પર્યવજ્ઞાની હોય, તે કેવળ મન:પર્યવજ્ઞાનથી જાણે ખરા પણ જાએ નહિ, કેમ કે તેમને અવધિદર્શન નથી હોતું. આ ઉપરથી કેવળ મન:પર્યવજ્ઞાનની અપેક્ષાએ સંભવ માત્રથી જ જાણે છે અને જુએ છે એમ નંદીસૂત્રમાં કહ્યું છે. ૮૨૦. વળી બીજા આચાર્યો, જાણે છે અને જુએ છે, એ પદોનો અર્થ બીજી રીતે કરે છે તે જણાવવા કહે છે કે - अन्ने जं सागारं, तो तं नाणं न दंसणं तम्मि । जम्हा पुण पच्चक्खं, पेच्छइ तो तेण तन्नाणी ॥८२१॥ કેટલાક આચાર્યો કહે છે કે (મન:પર્યાયજ્ઞાન) સાકાર છે, તેથી તેમાં દર્શન નથી, પરંતુ તે પ્રત્યક્ષ હોવાથી તે વડે જ્ઞાની જુએ છે. ૮૨૧. મન:પર્યાયજ્ઞાન અતિશય શ્રેષ્ઠ ક્ષયોપશમથી થતું હોવાથી, તે સાકારજ ઉત્પન્ન થાય છે, તેથી તે જ્ઞાનરૂપ જ હોવાથી માત્ર જાણે છે, પરંતુ તેમાં અવધિ-કેવળજ્ઞાનની પેઠે દર્શન નથી, તેથી તે જુએ નહિ. પ્રશ્ન :- ત્યારે મન:પર્યાયજ્ઞાની જુએ છે એમ કેમ કહી શકાય ? ઉત્તર :- મન:પર્યવજ્ઞાન પ્રત્યક્ષ હોવાથી, તે જ્ઞાનવાળા મન:પર્યવજ્ઞાનથી જુએ છે. કેમ કે પ્રત્યક્ષ એટલે વધારે સારી રીતે જોવું તે. આ ઉપરથી મન:પર્યવજ્ઞાની તે વડે જુએ છે અને તે સાકાર હોવાથી જાણે છે. માટે યથોક્તન્યાયથી દર્શન ન હોય તો પણ મન:પર્યાયજ્ઞાની જુએ છે અને જાણે છે એમ કહી શકાય. આ અભિપ્રાય પણ મૂળ ટીકાકારે દૂષિત કહ્યો છે. કારણ કે મન:પર્યાયજ્ઞાન સાકાર હોવાથી તેમાં દર્શન નથી, અને પ્રત્યક્ષ હોવાથી “જે વડે વસ્તુ દેખાય તે દર્શન,” એમ જે વચનયુક્તિ કહી છે તે વિરૂદ્ધ છે. કેમ કે આ જ્ઞાન સાકાર હોવાથી એમાં દર્શનનો નિષેધ કર્યો છે, છતાં પણ “જે વડે દેખાય તે દર્શન” એ વ્યુત્પત્તિથી દર્શનની પ્રાપ્તિ કહી છે. વળી “જાણે છે” એ પદથી તેનું સાકારપણું સિદ્ધ કર્યું છે. અને “જુએ છે” એ પદથી દર્શનરૂઢ શબ્દથી તેનું અનાકારપણું સિદ્ધ કર્યું છે, આથી પરસ્પર વિરૂદ્ધ ધર્મની પ્રાપ્તિ થતી હોવાથી એ અભિપ્રાય પણ અયોગ્ય છે. ૮૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy