SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] મન:પર્યાય જ્ઞાનનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વિષય. [૩૩૯ તે મન:પર્યવજ્ઞાની મનુષ્યક્ષેત્રમાં સંજ્ઞીજીવોએ ચિત્તવેલા મનોદ્રવ્યને પલ્યોપમના અસંખ્યાતમા ભાગપ્રમાણ અતીત અનાગત કાળપર્યન્ત જાણે છે; અને તે મનના અનન્તા પર્યાયો જાણે છે, તથા દ્રવ્યમનવડે જાણેલા બાહ્યઘટાદિ પદાર્થોને તો અનુમાનથી જાણે છે. ૮૧૩-૮૧૪. મનુષ્યક્ષેત્રમાં સંજ્ઞીજીવોએ કાયયોગ દ્વારા ગ્રહણ કરીને મનોયોગ વડે મનપણે પરિણાવેલા મનોદ્રવ્યને મન:પર્યવજ્ઞાની જાણે છે. આ તે જ્ઞાનનો દ્રવ્યથી વિષય કહ્યો, અને ભાવથી તો સર્વપર્યાયરાશીના અનન્તમાભાગે રૂપાદિ અનન્તાપર્યાયો દ્રવ્યમનના, જે ચિન્તાનુગત હોય તેને જાણે છે.પણ ભાવમનના પર્યાયોને જાણે નહિ. કારણ કે ભાવમન તો જ્ઞાનરૂપ છે અને જ્ઞાન અમૂર્ત છે, અમૂર્ત વિષયને તો છબસ્થ ગ્રહણ કરી શકે નહિ, તેથી ચિંતાનુગત મનોદ્રવ્યનાજ પર્યાયો જાણે, પણ ચિંતનીય બાહ્યઘટાદિ વસ્તુના પર્યાયો ન જાણે. દ્રવ્યમનવડે વિચારેલા બાહ્યઘટાદિ પદાર્થોને તો અનુમાનથી જાણે પરંતુ સાક્ષાત ન જાણે. કેમ કે ચિંતવન કરનાર તો રૂપી અને અરૂપી ઉભય પ્રકારની વસ્તુઓનું ચિંતવન કરે, પરંતુ છબસ્થ અમૂર્ત વસ્તુને તો સાક્ષાત્ ન જુએ, તેથી સમજી શકાય છે કે ચિંતનીય વસ્તુ અનુમાનથી જ જણાય છે. કાળથી, ઉપરોક્ત મનોદ્રવ્યના પર્યાયો ભૂત અને ભવિષ્યકાળ સંબંધી પલ્યોપમના અસંખ્યાતમા ભાગપર્યત જાણે છે. નંદીસૂત્રમાં કહ્યું છે કે, તે મન:પર્યવજ્ઞાન સંક્ષેપથી ચાર પ્રકારે છે. દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથીને ભાવથી. દ્રવ્યથી ઋામતિ અનન્તપ્રદેશી અનન્તા સ્કંધો જાણે છે અને જુએ છે. મન:પર્યવજ્ઞાન ઉત્તમ ક્ષયોપશમથી થતું હોવાથી વસ્તુને વિશેષરૂપે ગ્રહણ કરતું જ ઉત્પન્ન થાય છે. પણ સામાન્યરૂપે ગ્રહણ કરતું નથી અને તેથી આ મન:પર્યાય માત્ર જ્ઞાનરૂપ જ છે, દર્શનરૂપ નથી. જો દર્શન હોય તોજ જાએ છે, એમ કહી શકાય, અને અહીં દર્શનનો નિષેધ કેમ કરો છે? તેનો જવાબ આપે છે. सो य किर अचक्नुसणेण पासइ जहा सुयन्नाणी । जुत्तं सुए परोक्ने, न उ पच्चक्खे मणोनाणे ॥८१५॥ શ્રુતજ્ઞાનીની પેઠે મન:પર્યવજ્ઞાની અચકુદર્શનવડે જુએ છે. પરોક્ષ શ્રુતજ્ઞાનમાં (અચક્ષુદર્શન) યુક્ત છે, પણ પ્રત્યક્ષ મન:પર્યવજ્ઞાનમાં ન હોય. ૮૧૫. પૂર્વે ૫૫૩મી ગાથામાં કહ્યું છે કે “ઉપયોગવાન શ્રુતજ્ઞાન સર્વદ્રવ્યાદિ યથાર્થ જાણે છે અને જુએ છે. તેમાં કેટલાક કહે છે કે તે શ્રુતજ્ઞાની દ્રવ્યાદિ અચક્ષુદર્શનથી જાએ છે.” તેમ મન:પર્યવજ્ઞાની પણ અચક્ષુદર્શનથી જુએ છે. જેમકે ઘટ-પટાદિ અર્થ ચિંતવનાર વ્યક્તિનાં મનોદ્રવ્યોને મન:પર્યવજ્ઞાની પ્રત્યક્ષથી જાણે છે, અને તેજ દ્રવ્યોને માનસ અચક્ષુદર્શનથી વિચારે છે. આ અપેક્ષાએ “જુએ છે” એમ કહેવાય છે. કારણ કે મન:પર્યવજ્ઞાનીને મન:પર્યવજ્ઞાન પછી તરતજ માનસઅચક્ષુદર્શન ઉત્પન્ન થાય છે. તેથી મન:પર્યવજ્ઞાનથી જાણે છે અને અચક્ષુદર્શનથી જુએ છે. પ્રશ્ન - ભગવન્! મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ હોવાથી શ્રુતજ્ઞાન પરોક્ષાર્થ વિષયવાળું છે અને અચક્ષુદર્શન પણ મતિજ્ઞાનનો ભેદ હોવાથી પરોક્ષાર્થ વિષયવાળું જ છે, તેથી શ્રુતજ્ઞાનના વિષયભૂત મેરૂસ્વર્ગ આદિ પરોક્ષ પદાર્થમાં અચક્ષુદર્શન ઉચિત છે, કેમ કે તે અચક્ષુદર્શનને પણ તેનું આલંબન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy