SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ - ભાષાંતર) લબ્ધિઓનું વર્ણન. [૩૩૫ મધ્વાશ્રવ અને ધૃતાઢવલબ્ધિવાળા જાણવા. તેઓ સમસ્તજનને સુખ કરનાર હોય છે. કોષ્ટક (કોઠારમાં રહેલા) ધાન્યની પેઠે જેને સૂત્ર અને અર્થ નિરંતર સ્મૃતિયુક્ત હોવાથી ચિરસ્થાયી હોય, તે કોષ્ટબુદ્ધિ લબ્ધિમાનું કહેવાય, જે સૂત્રના એક જ પદથી સ્વબુદ્ધિવડે ઘણું શ્રત જાણે છે, તે પદાનુસારી લબ્ધિમાનું કહેવાય, અને જે (ઉત્પાદ-વ્યય-ને ધ્રુવ ઈત્યાદિ) એક જ અર્થપ્રધાનપદવડે બીજા ઘણા અર્થને જાણે તે બીજબુદ્ધિ (ગણધરો) કહેવાય. ૭૯૯-૮૦૦. उदय-नय-खओवसमो-वसमसमुत्था बहुप्पगाराओ । एवं परिणामवसा, लद्धीओ होंति जीवाणं ॥८०१॥ એ પ્રમાણે પરિણામવશાત ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમથી થયેલી બહુ પ્રકારની લબ્ધિઓ જીવોને હોય છે. ૨૦૧. ઉપર કહેલી અને એ સિવાય બીજી પણ લબ્ધિઓ જીવોને શુભ-શુભતરાદિ પરિણામવશાતુ અનેક પ્રકારની હોય છે. તેમાં વૈક્રિય અને આહારકાદિ નામકર્મના ઉદયથી વૈક્રિય અને આહારક લબ્ધિ પ્રાપ્ત થાય છે, દર્શનમોહનીયાદિકર્મના ક્ષયથી ક્ષાયિક સમકિત-ક્ષીણ મોહપણું અને મોક્ષ વિગેરે લબ્ધિઓ થાય છે, દાનાન્તરાય-લાભાન્તરાય આદિકર્મના ક્ષયોપશમથી અક્ષણમહાનસી વિગેરે લબ્ધિ થાય છે, જે લબ્ધિવડે એક જણે લાવેલી ભિક્ષા ઘણા વાપરે તોપણ ખૂટે નહિ, અને જયારે પોતે વાપરે ત્યારે પૂર્ણ થાય, તે અક્ષણમહાનસી લબ્ધિ કહેવાય, અને દર્શનમોહનીય આદિ કર્મના ઉપશમથી ઉપશમસમકિત અને ઉપશાન્ત મોહપણું વિગેરે લબ્ધિઓ થાય છે:- ૪૦૧. આ સંબંધમાં બીજો મત બતાવીને તેનું ખંડન કરે છે. केई भणंति वीसं, लद्धीओ तं न जुज्जए जम्हा । लद्धित्ति जो विसेसो, अपरिमिया ते य जीवाणं ॥८०२॥ દર-થા-દર-પુના-રોમમિત્રદ્ધો एवं बहुगाओवि य, सुब्बंति न संगहीआओ ॥८०३॥ કેટલાક વીશ લબ્ધિઓ કહે છે; તે યોગ્ય નથી, કેમ કે “લબ્ધિ” એવો જે વિશેષ, તે જીવોને અસંખ્ય છે. ગણધરલબ્ધિ, તૈજસલબ્ધિ, આહારકલબ્ધિ, પુલાક લબ્ધિ, આકાશગમનલબ્ધિ વગેરે ઘણી લબ્ધિઓ સંભળાય છે, પણ તે અહીં કહી નથી. ૮૦૨-૮૦૩. જેઓ વિશ લબ્ધિઓ જ છે એમ કહે છે, તે વીશ લબ્ધિઓ આ પ્રમાણે માને છે, જેવી કે૧. આમર્ષોષધિ, ૨. ગ્લેખૌષધિ, ૩. મલૌષધિ, ૪, વિપ્રૌષધિ, ૫. સર્વોષધિ, ૬. કોષ્ઠબુદ્ધિ, ૭. બીજબુદ્ધિ, ૮. પદાનુસારી બુદ્ધિ, ૯. સંભિન્નશ્રોતા, ૧૦. ઋજુમતિ, ૧૧. વિપુલમતિ, ૧૨. ક્ષીરમધુવૃતાશ્રવાલબ્ધિ, ૧૩. અક્ષણમહાનસીલબ્ધિ, ૧૪. વૈક્રિયલબ્ધિ, ૧૫. ચારણલબ્ધિ, ૧૬ . વિદ્યાધર, ૧૭અહંન્ત, ૧૮. ચક્રી, ૧૯. બળદેવ અને ૨૦ વાસુદેવ એ વિશ લબ્ધિઓ છે. આ વીશ લબ્ધિઓ ભવસિદ્ધિક જીવોને હોય છે. એમાંથી જિનલબ્ધિ-બળદેવચક્રી વાસુદેવસંભિન્નશ્રોતા-જંઘાચારણ અને પૂર્વધર એ સાત લબ્ધિઓ ભવસિદ્ધિક સ્ત્રીજીવોને નથી હોતી. તેમજ એ સાત અને ઋજુમતિ તથા વિપુલમતિ મળીને નવ લબ્ધિઓ અભવ્ય પુરૂષોને પણ કદી નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy