SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) ઋદ્ધિઓનું વર્ણન. [૩૩૩ पढमेण माणुसोत्तरनगं, स नंदिस्सरं तु बिइएणं । एइ इहं तइएणं, कयचेइयवंदणो इहई ।।७८९।। पढमेण नंदणवणे, बीओप्पाएण पंडगवणग्गि । एइ इहं तइएणं, जो विज्जाचारणो होइ ॥७९०॥ आसी दाढा तग्गयमहाविसासीविसा विहभेया । ते कम्म-जाइभेएणणेगहा-चउविहविगप्पा ॥७९१॥ मणनाणिग्गहणेणं विउलमई केवली चउभेओ । सम्मत्त-नाण-दंसण-चरणेहिं खयप्पसूएहिं ॥७९२॥ ओहिन्नाणावसरे, मणपज्जव-केवलाण किं गहणं ? । लद्धिपसंगण कयं, गहणं जह सेसलद्धीणं ॥७९३॥ સ્પર્શ કરવાથી રોગ દૂર થાય તે આમર્પોષધિ, ઝાડો-પિશાબ સુવાસિત હોઈને રોગ દૂર કરવાને સમર્થ હોય તે વિમુડૌષધિ, બીજાઓ વિડ એટલે વિષ્ઠા અને પ્ર એટલે પિશાબ એ બે ઔષધિપણાને પામેલ હોય તેને વિમુડૌષધિ કહે છે. આ અને બીજા ઘણા અવયવો સુવાસિત હોઈને રોગ શમાવવાને સમર્થ હોવાથી, તે તે ઔષધિપણાને પામેલા હોવાથી, તે સર્વોષધિ કહેવાય. જે સર્વ ઈન્દ્રિયોથી સાંભળે અને તે સર્વ વિષયો શ્રોતેન્દ્રિયથી જાણે, અથવા ભિન્ન ભિન્ન ઘણા શબ્દો સાંભળે છે તે સંભિન્નશ્રોતા કહેવાય. સામાન્યમાત્રપ્રાહિણી મતિ તે ઋજામતિ મન:પર્યવજ્ઞાન છે, એ પ્રાય: વિશેષવિમુખ ઘટમાત્ર ચિંતવ્યો છે એમ જાણે. અને વિપુલમતિ તે ઋામતિએ જાણેલી વસ્તુને વિશેષપણે ગ્રહણ કરે એટલે સેંકડો પર્યાયે કરીને યુક્ત એવી ચિંતનીય વસ્તુને વિશેષપણે ગ્રહણ કરનારી હોય છે. જંઘા અને વિદ્યાવડે અતિશય ગમનાગમન કરવાને સમર્થ હોય તે ચારણ મુનિયો છે. તેમાં જંઘાચારણ મુનિ સૂર્યના કિરણોની મદદ વડે એક પગલે રૂચકવરદીપે જાય, ત્યાંથી પાછા ફરતાં બીજા પગલે નંદીશ્વરદ્વીપે આવે અને ત્રીજા પગલે અહીં પાછા આવે. (ઉર્ધ્વદિશામાં) પહેલા પગલે પંડકવનમાં જાય, બીજા પગલે નંદનવનમાં આવે અને ત્રીજા પગલે ત્યાંથી અહીં પાછા આવે. વિદ્યાચારણ મુનિ પહેલા પગલે માનુષોત્તર પર્વત પર જાય, બીજા પગલે નંદિશ્વરદ્વીપે જાય અને ત્રીજા પગલે ત્યાંથી અહીં આવી ચૈત્યવંદન કરે. (ઉર્ધ્વદિશામાં) પહેલા પગલે નંદનવનમાં જાય, બીજા પગલે પંડકવનમાં જાય અને ત્રીજા પગલે ત્યાંથી અહીં આવે. આશી એટલે દાઢા, તેમાં જેને મહાવિષ હોય તે આશીવિષ કહેવાય. તે આશીવિષ કર્મથી અને જાતિથી એમ બે પ્રકારે છે. કર્મથી આશીવિષ અનેક પ્રકારે છે અને જાતિ વડે આશીવિષ વિષ્ણુ વિગેરે ચાર પ્રકારે છે. અહીં મન:પર્યવજ્ઞાન ગ્રહણ કરવાથી વિપુલમતિ મન:પર્યવ કહ્યું છે, અને સમ્યક્ત્વ-જ્ઞાન-દર્શન-તથા ચારિત્ર વડે કેવળી ચાર પ્રકારે છે. અહીં અવધિજ્ઞાન કહેવાના અવસરે મન:પર્યવજ્ઞાન ને કેવળજ્ઞાન શા માટે કહ્યું? ઋદ્ધિની સમાનતાથી બીજી ઋદ્ધિઓની જેમ તેનું પણ વર્ણન કર્યું છે. ૭૮૧-૭૯૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy