SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨] અત્યંતર અવધિનું સ્વરૂપ. . [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પ્રશ્ન - પરસ્પર વિરૂદ્ધ ધર્મવાળા ઉત્પાદ અને પ્રતિપાત એક જ સમયમાં કેવી રીતે સંભવે ? ઉત્તર :- સર્વ અવધિજ્ઞાનના ઉત્પાદ અને પ્રતિપાત એકી સાથે માનીએ તો વિરોધ આવે, પણ તેમ નથી, અહીં તો એ ઉત્પાદ પ્રતિપાત અવધિજ્ઞાનના વિભાગની અપેક્ષાથી માનેલ છે, તેથી કંઈ વિરોધ નથી. ૭૫૦. એ સંબંધમાં ઉદાહરણ કહે છે. दावानलो ब्व कत्थइ, लग्गइ विज्जाइ समयमन्नत्तो । तह कोइ ओहिदेसो, से जायइ नासए बिइओ ॥७५१॥ જેમ અગ્નિ કોઈ એક બાજુએ (ઘાસ આદિ બાબતો) સળગે છે, અને તે સાથે જ બીજી બાજુએ (ઘાસ આદિ બળી ગયેલા સ્થળે) ઓલવાઈ જાય છે, તેમ આ બાહ્ય અવધિ પણ કોઈ એક દેશમાં વૃદ્ધિ પામે છે અને તે સાથે કોઈ બીજા દેશમાં નાશ પામે છે. (આથી એકસાથે ઉત્પાદપ્રતિપાત થવામાં કંઈ વિરૂદ્ધ નથી.) ૭૫૧. બાહ્ય અવધિનું સ્વરૂપ કહીને હવે અત્યંતર અવધિનું સ્વરૂપ કહે છે. (૬૩) ૩ મંતરત્નg ૩, તમર્થ નત્યિ સમાપ ! उप्पा पडिवाओऽविय, एगयरो एगसमएणं ॥७५२।। અભ્યત્તર અવધિની પ્રાપ્તિમાં એક જ સમયે ઉત્પાદ-પ્રતિપાત નથી થતા, પણ એક સમયે ઉત્પાદ-પ્રતિપાતમાંથી એક જ થાય છે. ૭પર. જે જીવને સર્વ બાજુએ અન્તરરહિત એવું અવધિજ્ઞાન હોય, તે અભ્યત્તર અવધિજ્ઞાનવાળો કહેવાય. એવા અભ્યત્તર અવધિજ્ઞાનની પ્રાપ્તિમાં પ્રતિપાત અને ઉત્પાદ એકી સાથે એકસમયે નથી થતા, કારણ કે આ અવધિ દીપક પ્રભાના પડળની પેઠે અવધિજ્ઞાનવાળા જીવની સાથે સર્વ બાજુએ અન્તરરહિત, અખંડ, સંબંદ્ધ, વિભાગરહિત એક સ્વરૂપવાળું છે. ચૂર્ણિમાં પણ કહ્યું છે કે- “અભ્યન્તર અવધિની પ્રાપ્તિ એટલે જે ક્ષેત્રમાં રહેલાને અવધિજ્ઞાન થયું હોય, ત્યાંથી આરંભીને તે અવધિજ્ઞાની અત્તરરહિત સંબંધપૂર્વક સંખ્યાતા અથવા અસંખ્યાતા યોજનપર્યત ક્ષેત્રથી અવધિજ્ઞાનવડે જાણે છે અને જુએ છે, તે અભ્યન્તરઅવધિ કહેવાય છે.” આવા પ્રકારના એક અખંડ અભ્યત્તરઅવધિજ્ઞાનમાં એક સમયે પ્રતિપાત અથવા ઉત્પાદ એ બેમાંથી એક જ થાય છે, પણ એકીસાથે એ ઉભય નથી. વળી એકસમયે એકને વિરૂદ્ધ ધર્મનો સંબંધ પણ ન થાય. કારણ કે જેમ આવરણરહિત સર્વ બાજુએ ફેલાયેલ દીપકપ્રભાનો સંકોચ અને વિસ્તાર એ બેમાંથી એક જ થાય છે, પણ એક દિશામાં સંકોચ અને બીજી દિશામાં વિસ્તાર, એમ નથી થતું. તેવી રીતે અહીં પણ સમજવું. ૭પર. એજ અર્થ ભાણકાર કહે છે. अभिंतरलद्धी सा, जत्थ पईवप्पभव्य सव्वत्तो । संबद्धमोहिनाणं, अभंतरओऽवहिनाणी ॥७५३॥ દીપકપ્રભાની પેઠે જયાંથી અવધિ થયું હોય ત્યાંથી સર્વ બાજુએ અવધિજ્ઞાનીને સંબંધવાળું જે અવધિજ્ઞાન અભ્યત્તરથી હોય છે, તે અભ્યત્તરલબ્ધિ કહેવાય છે. ૭૫૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy