SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦] અવધિનું સંસ્થાન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ અવધિજ્ઞાનનું ક્ષેત્ર પ્રમાણદ્વાર કહ્યું. હવે બીજાં સંસ્થાન દ્વાર કહે છે. (५४)थिबुआगार जहन्नो, वट्टो उक्कोसमायओ किंचि । अजहण्णमणुक्कोसो य, खेत्तओऽणेगसंठाणो ॥७०४॥ જઘન્ય અવધિ સ્ટિબુક-બિન્દુ આકારે ગોળ હોય છે. તે સૂક્ષ્મપનકની અવગાહનાના પ્રમાણવાળું હોય છે, અને ઉત્કૃષ્ટઅવધિ તે પરમાવધિ કંઈક દીર્ધ આકારે હોય છે, તે પ્રથમ બતાવેલા અગ્નિકાયજીવોની સૂચિને ભ્રમણ કરવાના દૃષ્ટાંત મુજબ, અવધિજ્ઞાનવાળાના શરીરની ચારે તરફ ભમાવવાના આકારવાળું, તથા મધ્યમઅવધિ ક્ષેત્રથી અનેક આકારવાળું હોય છે. ૭૦૪. पणओ थिबुयागारो, तेण जहण्णोऽवही तयागारो । इयरो सेढिपरिक्नेवओ सदेहाणुवत्तीए ॥७०५॥ પનક સ્તિબુક (બિન્દુ) આકારે છે, તેથી જઘન્ય અવધિ તેવા આકારવાળું છે, અને ઉત્કૃષ્ટઅવધિ, પોતાના (અવધિવાળાના) શરીરના ફરતી (અગ્નિકાયજીવોની શ્રેણિ ભમાવવાથી કંઈક દીર્ઘકારે છે. ૭૦૫. હવે મધ્યમ અવધિજ્ઞાન અનેક આકારે છે, તે વાત વિશેષથી નિયુક્તિકાર બતાવે છે. (૫૬) તપૂરે પત્નિ-પદ-રૂરિ-મુ-પુણ-જ્ઞવે છે. तिरिय-मणुयाण ओही, नाणाविहसंठिओ भणिओ ॥७०६॥ नेरइय-भवण-वणयर-जोइस-कप्पालयाणमोहिस्स । गेवेज्जणुत्तराण य, होंतागिइओ जहासंखं ॥७०७॥ નારકીઓને અવધિજ્ઞાન ત્રાપાના આકારે, ભુવનપતિને પત્યનાઆકારે, વ્યત્તરોને પડહના આકારે, જયોતિષીઓને ઝલ્લરીના આકારે, સૌધર્માદિ અશ્રુત પર્યન્તના કલ્પવાસી દેવોને મૃદંગના આકાર, રૈવેયકવાસી દેવોને પુષ્પગંગેરીના આકારે, અને અનુત્તર વિમાનવાસીદેવોનું યવનાલક (સરકંચુક)ના આકારે, તથા તિર્યંચ અને મનુષ્યોને વિવિધ આકારે અવધિજ્ઞાન હોય છે. ૭૦-૭૦૭. तप्पेण समागारो, तप्पागारो स चाययत्तंसो । उड्डायओ य पल्लो, उवरिं च स किंचि संखित्तो ॥७०८।। नच्चायओ समोऽविय, पडहो हिट्ठोवरिं पईओ सो । चम्मावणद्धवित्थिछण्णवलयरूवा य झल्लरिया ॥७०९।। उद्धायओ मुइंगो, हेटे रुंदो तहोवरिं तणुओ । पुष्फसिहावलिरइया, चगेरी पुष्फचंगेरी ॥७१०॥ जवनालउत्ति भणिओ, उब्भो सरकंचुओ कुमारीए । अह सव्वकालनियओ, कायाइक्को य सेसाणं ॥७११॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy