SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] પરમાવધિનો વિષય. [૩૦૫ કહેવાથી બાકીનાને વિષે સંશય થાય. એ પ્રમાણે જ્ઞાનનાં વિષયની વિચિત્રતા હોવાથી સંશય દૂર કરવા માટે એકપ્રદેશાવગાઢ દ્રવ્ય જાણે છે એમ કહીને (ભદ્રબાહુસ્વામીજી) કેટલાક વિશેષ પણ બતાવે છે. ૬૮૦-૬૮૧-૬૮૨. હવે બીજી રીતે ઉપરના પ્રશ્નોનું સમાધાન કરે છે. गोगाढग्गहणेऽणुगादओ कम्मयंति जा सव्वं । તવુત્તિ ગગુરુતપૂર્ં, ચ સો ગુરુ દૂષિ II૬૮રૂ। એક પ્રદેશાવગાઢ કહેવાથી પરમાણુ આદિ દ્રવ્ય કહ્યાં, કાર્યણશરીર કહેવાથી કર્મવર્ગણા પર્યંતનાં દ્રવ્ય કહ્યાં, અગુરૂલઘુ કહેવાથી કાર્મણ શરીર ઉપરનાં દ્રવ્ય કહ્યાં અને ચ શબ્દથી ગુરુલઘુ દ્રવ્ય કહ્યાં. એ પ્રમાણે એમના નિયમ માટે એ સર્વ ગ્રહણ કર્યા છે, કેમ કે એ સર્વ રૂપગત(રૂપી) છે, તે સિવાય અન્ય કોઈ રૂપી દ્રવ્ય નથી. ૬૮૩-૬૮૪. એ પ્રમાણે પરમાવધિનો દ્રવ્યથી વિષય કહ્યો, હવે ક્ષેત્ર અને કાળથી તેનો વિષય કહે છે. (४५) परमोहि असंखेज्जा, लोगम्मेत्ता समा असंखेज्जा । एवं वा सव्वाई, गहियाई तेसिमेव नियमत्थं । सव्वं रुवगयं ति य एवं चिय नापरमओऽथि ||६८४ ॥ रुवगयं लहड़ सव्वं, खेत्तोवमियं अगणिजीवा ।।६८५ ।। ઉત્કૃષ્ટઅવધિજ્ઞાન લોકપ્રમાણ અસંખ્યાતા ખંડો, અસંખ્યાત ઉત્સર્પિણી, અવસર્પિણી કાળ, સર્વ રૂપીદ્રવ્ય યુક્ત જુએ છે. તેમાં ક્ષેત્રનું પ્રમાણ(પૂર્વોક્ત રીતે) સર્વ અગ્નિકાય જીવોની અવગાહનાની સૂચિવડે વ્યાપ્ત થાય એટલું ક્ષેત્ર જુએ છે. ૬૮૫. પરમાધિ (ઉત્કૃષ્ટ અવધિ) ક્ષેત્રથી લોકપ્રમાણ અલોકના અસંખ્યાતા ખંડો, કાળથી અસંખ્યેય ઉત્સર્પિણી-અવસર્પિણી, દ્રવ્યથી સર્વ રૂપી દ્રવ્ય, અને ભાવથી તે દરેકના અસંખ્યાત પર્યાયો જીએ છે. એમાં પ૨માવધિના વિષયપણે જે અસંખ્યાત લોક કહ્યા છે, તે અસંખ્યાતા લોકનું પ્રમાણ, પૂર્વે કહ્યા મુજબ સ્વઅવગાહનાએ વ્યવસ્થિત ઉત્કૃષ્ટ સંખ્યાવાળા સૂક્ષ્મ-બાદર અગ્નિકાય જીવોની સૂચિ ભમાવતાં જેટલું ક્ષેત્ર વ્યાપ્ત થાય, તેટલું પ્રમાણ જાણવું. ૩૯ પ્રશ્ન :- રૂપી દ્રવ્ય પ૨માધિ જાણે છે, એવું હમણાં જ ગાથા ૬૭૯માં કહ્યું છે, ફરી અહીં શા માટે કહ્યું. ? -ઉત્તર :- મંદબુદ્ધિવાળાને યાદ આપવા માટે ફરી કહ્યું છે, અથવા “રૂપી દ્રવ્ય” એ પદને ક્ષેત્ર અને કાળના વિશેષણ રૂપે સમજવા કહ્યું છે. જેમ કે લોક પ્રમાણ અસંખ્યાતા ખંડો અને અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ, રૂપીદ્રવ્ય યુક્ત પરમાવધિ જાણે છે. રૂપીદ્રવ્યરહિત ક્ષેત્ર-કાળ જાણે નહિ, કારણ કે ક્ષેત્રકાળ કેવળ અમૂર્ત છે, અને અવધિ તો રૂપીદ્રવ્યને જ જાણે છે. ૬૮૫. એજ અર્થ કહેવા ભાષ્યકાર મહારાજ ભાષ્ય કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy