SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ક્ષેત્રથી કાળ સ્થૂલ છે. [૨૮૭ થયેથી દ્રવ્ય વૃદ્ધિ થાય અથવા ન પણ થાય, કારણ કે અવસ્થિત દ્રવ્યમાં તથાવિધ ક્ષયોપશમની વૃદ્ધિ થવાથી પર્યાયો જ વધે છે. ૬ ૧૭. એ પ્રમાણે નિયુક્તિની ગાથાનો અર્થ કહ્યો, હવે ભાષ્ય કહે છે. काले पवड्डमाणे, सब्बे दबादओ पवटुंति । खेत्ते कालो भइओ, वर्ल्डति उ दव-पज्जाया ॥६१८॥ भयणाय खेत्त-काला, परिवर्ल्डतेसु दब्ब-भावेसु । दब्बे वड्डेइ भावो, भावे दवं तु भयणिज्जं ॥६१९॥ કાળની વૃદ્ધિ થતાં સર્વ દ્રવ્યાદિ વધે છે અને ક્ષેત્રવૃદ્ધિએ કાળની વૃદ્ધિ થાય અથવા ન પણ થાય પણ દ્રવ્ય-પર્યાય તો વધે છે જ. તથા દ્રવ્ય-ભાવની (પર્યાયની) વૃદ્ધિ થવાથી ક્ષેત્ર અને કાળની વૃદ્ધિ થાય અથવા ન થાય અને દ્રવ્યની વૃદ્ધિમાં ભાવની વૃદ્ધિ થાય પણ ભાવની વૃદ્ધિમાં દ્રવ્યની વૃદ્ધિ થાય અથવા ન પણ થાય. ૬૧૮-૬ ૧૯. હવે આગળની ગાથા અંગે શિષ્ય પ્રશ્ન કરે છે अण्णोण्णनिबद्धाणं, जहण्णयाईण खेत्त-कालाणं । समय-प्पएसमाणं, किं तुल्लं होज्ज अहियं वा ? ॥६२०॥ (અવધિજ્ઞાનના વિષયરૂ૫) અન્યોન્ય સંબંધવાળા જઘન્યાદિરૂપ ક્ષેત્ર અને કાળના પ્રદેશ અને સમયોનું પ્રમાણ શું તુલ્ય છે હીન છે કે અધિક છે ? ૬૨૦. ઉપરોક્ત પ્રશ્નનો ઉત્તર આપે છે કે સર્વત્ર પ્રતિયોગી એવા આવલિકાના અસંખ્યય ભાગાદિ રૂપ કાળથી ક્ષેત્ર અસંખ્યય ગણું જ છે. કારણ કે - (૩૭) સુહુમાં ય હો વાનો, તત્તો સુહુમતરયં તવ શ્વેત્તા अंगुलसेढीमेत्ते, ओसप्पिणीओ असंख्नेज्जा ॥६२१॥ કાળ સૂક્ષ્મ છે અને તેનાથી ક્ષેત્ર વધારે સૂક્ષ્મ છે (કારણ કે) અંગુલ પ્રમાણશ્રેણી માત્રમાં અસંખ્યાત અવસર્પિણીના સમય જેટલા પ્રદેશો છે. ૬૨૧. કાળ સૂક્ષ્મ છે કારણ કે સેંકડો કમળપત્રનો છેદ કરતાં દરેક પત્ર ભેદવામાં અસંખ્યાતા સમય લાગે છે એમ આગમમાં કહ્યું છે. કાળના અતિસૂક્ષ્મપણાથી તે ભિન્ન ભિન્ન જણાતા નથી, તેવા કાળથી પણ ક્ષેત્ર વધારે સૂક્ષ્મ છે, કેમ કે અંગુલપ્રમાણશ્રેણીમાત્ર ક્ષેત્રમાં જે પ્રદેશો છે, તે પ્રદેશોમાંથી દરેક સમયે એકેક પ્રદેશ અપહરીએ તો અસંખ્યાત અવસર્પિણિકાળે સર્વ પ્રદેશો અપહરાય. અર્થાત્ અસંખ્યાત અવસર્પિણિકાળના તેટલા સમયો છે, તેટલા અંગુલપ્રમાણ શ્રેણિરૂપ ક્ષેત્રમાં પ્રદેશો છે. ૬૨૧. એ ઉપરોક્ત અર્થ સમજાવવા ભાષ્યકાર મહારાજ કહે છે. खेत्तं बहुयरमंगुलसेढीमेत्ते पएसपरिमाणं । जमसंख्नेज्जोसप्पिणिसमयसमं थोवओ कालो ॥६२२॥ ક્ષેત્ર વધારે (સૂક્ષ્મ છે, કેમ કે અંગુલપ્રમાણ શ્રેણિરૂપ ક્ષેત્રમાં અસંખ્યાત ઉત્સર્પિણીના સમય જેટલા પ્રદેશનું પ્રમાણ છે, તેથી કાળ સ્થૂળ છે. દર૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy