SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] અગ્નિનાં ઘન, પ્રતર અને સૂચિ રચનાઓ. [૨૮૧ તે જણાવવા કહે છે કે - एक्केक्कागासपएसजीवरयणाए सावगाहे य । चउरंसधणं पयरं, सेढी छट्टो सुयाएसो ॥६०१॥ એકેક આકાશપ્રદેશમાં જીવ રચનાએ અને સ્વઅવગાહની રચનાએ, એ બેમાં પણ સમચોરસ ઘન, પ્રતર અને શ્રેણિ એ ત્રણ પ્રકારે કરવાથી છ પ્રકારે રચના થાય, તેમાં છઠ્ઠો પ્રકાર શ્રુતાદેશ છે. ૬૦૧. એકેક આકાશ પ્રદેશે એકેક જીવની રચનાએ અને અસંખેય આકાશ પ્રદેશમાં શરીર રહેવાથી એટલા પ્રદેશે એકેક જીવની રચનાએ એમ બે પ્રકારે થતી જે રચના તે સમચોરસ ઘનપણે સર્વ અગ્નિકાય જીવો વડે કરાય છે, તેની સ્થાપના આ પ્રમાણે કરવી. [૦૦૦ °°°1- આ દરેક આકાશ પ્રદેશમાં સ્થપાયેલા નવ અગ્નિકાયજીવોની ઉપર અને 이이이 નીચે બીજાં પણ નવ નવ જીવો એજ પ્રમાણે સ્થાપવા. આ કલ્પનાથી સત્યાવીશ આકાશ પ્રદેશ અને જીવો વડે ઘન થયું સમજવું, ખરી રીતે તો તે અસંખ્યાતા છે. બીજા પ્રકારે ઘન કરવું તે પણ આ જ રીતે સમજવું, માત્ર આમાં તફાવત એટલો કે તેની અવગાહના અસંખ્ય પ્રદેશની હોવાથી અસંખેય આકાશ પ્રદેશ એકેક જીવની સ્થાપના કરીને ઘન કરવું. એજ પ્રમાણે એકેક આકાશપ્રદેશે એકેક જીવની સ્થાપના વડે અને અસંખેય પ્રદેશમાં એકેક જીવની સ્થાપનાવડે પ્રતર પણ બે પ્રકારે થાય છે અને સૂચિ પણ બે પ્રકારે થાય છે. ઉપરોક્ત રીતિએ બે પ્રકારે ઘન અને બે પ્રકારે પ્રતર મળીને ચાર ભેદ, તથા એકેક પ્રદેશે એકેક જીવની સ્થાપનાએ સૂચિ કરવારૂપ પાંચમો ભેદ એ પાંચ પ્રકાર ગ્રહણ કરવા યોગ્ય નથી, કેમકે એમાં બે દોષો છે. એક દોષ તો એ છે કે આ પાંચ પ્રકારની સ્થાપનાએ સ્થાપેલા અગ્નિકાયના જીવોને અસત્કલ્પનાએ અવધિજ્ઞાનથી એ દિશાઓમાં ભમાવીયે તો તે જીવો થોડા જ ક્ષેત્રને સ્પર્શે છે, અને બીજો દોષ એ છે કે એકેક આકાશપ્રદેશમાં જીવની સ્થાપના કરવી એ આગમવિરૂદ્ધ છે. કેમકે અસંખેય આકાશપ્રદેશ વિના જીવનો અવગાહ થઈ શકે નહિ. પ્રશ્ન :- અસત્કલ્પનાએ એક પ્રદેશમાં પણ અવગાહ માનીએ તો શું હરકત છે ? ઉત્તર :- એમ નહિ, સંભવ હોય તો કલ્પના પણ વિરોધ વિના જ કરવી જોઈએ, વિરોધવાળી કલ્પનાથી શું ફાયદો? આ કારણથી ઉપરોક્ત પાંચ પ્રકાર અનાદેશરૂપ હોવાથી અગ્રાહ્ય છે, અને અસંખેય આકાશપ્રદેશાત્મક સ્વઅવગાહમાં પંક્તિએ જીવ સ્થાપનાની રચના વડે સૂચિ કરવારૂપ છઠ્ઠો પ્રકાર કૃતાદેશરૂપ છે, કેમકે આજ પ્રકાર શ્રુતમાં કહેલો છે તેથી તે ગ્રાહ્ય છે. આ યથોક્ત સૂચિ ઘણાં ક્ષેત્રને સ્પર્શે છે એ પ્રથમ ગુણ છે. વળી એ પ્રમાણે અવગાહ માનવામાં કાંઈ વિરોધ થતો નથી એ બીજો ગુણ છે, અને તેથી અગ્નિકાયના જીવના શરીરને સ્થાપવાની રચનાએ કરેલી સૂચિને અવધિજ્ઞાનીથી અસત્કલ્પનાએ એ દિશાઓમાં ભમાવીયે તો આ લોકમાં પણ લોકપ્રમાણ અસંખ્યાતા ખંડ પર્વતના ક્ષેત્રને સ્પર્શે. આટલું ઉત્કૃષ્ટ ક્ષેત્ર અવધિજ્ઞાનનો વિષય છે. ૬૦૧. ૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy